નવસારી કુંકણા (કુનબી) સમાજનો ૨૩ મો વાર્ષિક સામાન્ય સભા યોજાઈ: કોઇપણ સમાજની સેવા ભગવાનની સેવા બરાબર છે: મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ મંગુભાઇ પટેલ

નવસારી કુંકણા (કુનબી) સમાજનો ૨૩ મો વાર્ષિક સામાન્ય સભા યોજાઈ: કોઇપણ સમાજની સેવા ભગવાનની સેવા બરાબર છે: મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ મંગુભાઇ પટેલ

નવસારી કાલિયાવાડી ખાતે આવેલી કુંકણા (કુન્બી) જ્ઞાતિપંચના સુખી ભવન ખાતે કુંકણા સમાજનો ૨૩ માં વાર્ષિક સામાન્ય સભા મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ મંગુભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અવસરે નવસારી ધારાસભ્ય  રાકેશભાઇ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ ઉપસ્થિત રહયાં હતાં.

 

આ પ્રસંગે મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ મંગુભાઇ પટેલે કુંકણા સમાજનો ૨૩ માં વાર્ષિક સમારોહ અવસરે સમાજને સંગઠિત કરનાર તમામનો ઋણ સ્વીકાર કર્યો હતો. સમાજમાં સામાજીક કુરિવાજો, વ્યસનની બદીઓ દૂર કરી આદર્શ સમાજનું ઘડતર કરી, કુંકણા સમાજને અન્ય સમાજની હરોળમાં લઇ જવા સંકલ્પબધ્ધ થવા અનુરોધ કર્યો હતો.

સમાજનો કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવો જોઇએ. કોઇપણ સમાજની સેવા ભગવાનની સેવા બરાબર છે તેમ જણાવી કુંકણા જ્ઞાતિપંચના આગેવાનોને સમાજમાં સૌને સાથે રાખી મજબૂત સંગઠન બનાવવા જણાવ્યું હતું. રાજયપાલશ્રીએ શિક્ષણ પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે, પ્રગતિની પારાશીશી શિક્ષણ છે.

વાર્ષિક સમારોહમાં કુંકણા સમાજના પ્રમુખ શ્રી રમેશભાઇ દેશમુખ, સુરત કુંકણા સમાજના પ્રમુખ શ્રી બિપિનભાઇ તેમજ સમસ્ત જ્ઞાતિપંચના પ્રમુખ શ્રી નાનુભાઇ પટેલે કુંકણા સમાજને અન્ય સમાજની હરોળમાં લઇ જવા, સમાજમાંથી કુરિવાજો દૂર કરવા, શિક્ષણને પ્રાધાન્ય આપવું, સમાજને સંગઠિત કરવા જેવા સમાજોપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

વાર્ષિક સમારોહમાં જુ.કે.જી. લઇ ઉચ્ચતર શિક્ષણ મેળવેલા તેમજ પરીક્ષામાં પ્રથમ, દ્વિતિય અને તૃતીયક્રમે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને રાજયપાલશ્રી તથા મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતાં. આ કાર્યક્રમમાં બાળકોએ બેટી બચાવો- બેટી પઢાવો, પાણી બચાવો, પર્યાવરણ બચાવો જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.

આ પ્રસંગે નવસારીના અગ્રણી માધુભાઈ કથીરીયા, પ્રેમચંદભાઇ લાલવાણી, હરીશ મંગલાણી,કરસનભાઇ ટીલવા,પિયુષભાઇ પટેલ, શ્રીમતી નર્મદાબેન પટેલ, નીલાબેન દેશમુખ,દિપેશ પટેલ, ભુમિકાબેન કુન્બી, પ્રકાશભાઇ દેશમુખ, અશોકભાઈ ચોટલીયા, કુંકણા સમાજના સુરત, વલસાડ,ચીખલી, બીલીમોરા ના અગ્રણીઓ, જ્ઞાતિપંચના હોદે્દારો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *