માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા

નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ્સ ઇન્ડિયા’ના ગોલ્ડ એડિશનમાં સ્થાન મળતાં સમગ્ર જિલ્લો ગૌરવ અનુભવી રહ્યો છે. પાલનપુર સ્થિત આ પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા નવસારી જિલ્લામાં પ્રથમ વખત કોઈ પોલીસ અધિકારીને આ સન્માન મળ્યું છે, જે પોલીસ વિભાગ માટે ઐતિહાસિક સિદ્ધિ સમાન છે.

મૂળ અમરેલી જિલ્લાના વતની સાગર આહીરે બાળપણથી જ સંઘર્ષ વચ્ચે પોતાની સફર શરૂ કરી હતી. ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવ્યા બાદ તેઓ હાલમાં નવસારીમાં એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત છે. ગુનાખોરીને કાબૂમાં રાખવા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં તેઓ અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે.

ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન સાગર આહીરે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પરપ્રાંતીય શ્રમિકોને સુરક્ષિત રીતે વતન મોકલવાની વ્યવસ્થા, જરૂરિયાતમંદોને ભોજન અને કરિયાણું પહોંચાડવું, ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવી તેમજ ગંભીર દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવા જેવી સેવાઓ તેમણે નિસ્વાર્થભાવે આપી હતી.

આ સન્માન સમારોહમાં સંસ્થાના પ્રેસિડેન્ટ નીતિન ધોતિયા, ગુજરાત મહિલા પ્રેસિડેન્ટ મીનાક્ષી સોલંકી અને સુરત મહિલા પ્રેસિડેન્ટ કાજલ શાહની ઉપસ્થિતિમાં સાગર આહીરને સન્માનપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ‘ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ્સ’ સંસ્થા વર્ષ 2007થી કાર્યરત એક NGO છે, જે સમગ્ર ભારતમાંથી વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આશરે 200 પ્રતિભાઓની પસંદગી કરી તેમને સન્માનિત કરે છે. સાગર આહીરની આ સિદ્ધિ નવસારી જિલ્લા પોલીસ માટે ગર્વ પૂર્ણ ક્ષણ બની છે.

કોરોનામાં દેવદૂત બનેલા પીઆઈ સાગર આહીર હવે બન્યા રાષ્ટ્રીય હીરો

Related post

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…
સરિસૃપોના નામ પાછળનો રસપ્રદ ઇતિહાસ: શિવજી થી લઈને જૈકી ચાનસુધીની કહાણીઓ

સરિસૃપોના નામ પાછળનો રસપ્રદ ઇતિહાસ: શિવજી થી લઈને જૈકી…

268 વર્ષનો ઇતિહાસ: ભારતીય સરિસૃપોના વૈજ્ઞાનિક નામોમાં છુપાયેલો છે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો (વૈજ્ઞાનિક/સંશોધન આધારિત) ​ભારતમાં 1,047 સરિસૃપ ટેક્સા: 1758થી આજ…
નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *