
નવસારી- સુરત ટ્વીન સીટીની દિશામાં માર્ગ વિસ્તૃતિકરણ ઈચ્છનીય પગલું સમયની માંગ ઍ છે કે રાયચંદ રોડ-બંદરરોડથી સાગરા – તવડી પુલ બનવો જાઈઍ નવસારીની નવાજુની
- Local News
- August 3, 2022
- No Comment
ગુજરાત સરકારે ત્રણેક વર્ષ અગાઉ નવસારીને સુરતનાં જાડીયા શહેર તરીકે વિકસાવવાની
જાહેરાત કરી હતી. પરંતુ સરકારી નિર્ણયો બાબતે મોટેભાગે બને છે, તેમ આ નિર્ણયનો
અમલ પણ અધ્ધરતાલ જ રહ્ના હતો. પરંતુ હવે રહી રહીને આ દિશામાં પ્રગતિ થઈ રહી
હોય તેમ, સુરત- નવસારી ટ્વીન સીટી પ્રોજેકટ માટે સૌથી વધુ મહત્વનાં ઍવા સુરત-
નવસારી માર્ગનાં વિકાસની યોજના હાથ ધરાવા સાથે સુરત- નવસારી ટ્વીનસીટી
પ્રોજેકટનું પ્રથમ ડગલું ભરાયું છે. નવસારી- સુરતને જાડતા માર્ગને ફોરલેન બનાવવાનો
નિર્ણય લઈ તે માટે રૂ. ૫૭.૫૦ કરોડનાં ખર્ચ માટે મંજૂરી આપવામાં આવી છે. આમ
રાજ્ય સરકાર દ્વારા સૈધ્ધાંતિક મંજુરીને પગલે આગામી સમયમાં આ અંગેના નકશા, તથા
ખર્ચ તેમજ અન્ય અંદાજ વગેરેની કામગીરી પૂર્ણ થયે, વહીવટી મંજૂરી મળતા જ આ
માર્ગની કામગીરી શરૂ થશે.
નવસારીથી મરોલી – લાજપોર – સચીન થઈ સૂરતને જાડતો રાજ્ય ધોરીમાર્ગ ચોવીસે
કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. નવસારી વિસ્તારનાં લોકોનો બહુધા આર્થિક વ્યવહાર
સુરત સાથે જ ચાલે છે અને નવસારી – સુરત વચ્ચે અવરજવર માટે આ રાજ્ય
ધોરીમાર્ગ જ મુખ્ય છે. સતત વધતા ટ્રાફિક ભારતને કારણે આ માર્ગ સાંકડો પડવા
માંડતા છ ઍક વર્ષ અગાઉ રાજ્ય સરકાર દ્વારા પ્રગતિપથ યોજના હેઠળ આ માર્ગને ૧૦
મીટર જેટલો પહોળો કરાયો હતો. પરંતુ સતત વધી રહેલા ટ્રાફિકને કારણે હાલમાં આ
પહોળો કરેલ માર્ગ પણ નાનો પડી રહ્ના છે. ત્યારે રાજ્ય સરકારે આ માર્ગ પર વધી
રહેલ ટ્રાફિક ભારણને હળવું કરવા તથા સુરત- નવસારી ટ્વીન સીટી પ્રોજેકટની દિશામાં
આગળ વધતા આ યોજના માટે અતિ મહત્વનાં ઍવા આ સુરત- નવસારી રાજ્ય
ધોરીમાર્ગને ફોરલેન બનાવવાનો નિર્ણય લઈ તેના ખર્ચ પેટે હાલ પ્રારંભિક તબક્કે રૂ.
૫૭.૫૦ કરોડનાં ખર્ચને મંજૂર કરવામાં આવ્યો છે. જાકે, હાલ તો આ કામગીરી
પ્રગતિપથ યોજના હેઠળ જ થશે. હાલ આ માટેની સર્વેની કામગીરી શરૂ થઈ છે. જે પૂર્ણ
થયા બાદ માર્ગની કુલ પહોળાઈ કેટલી રાખવી તેનો નિર્ણય થશે. જાકે, આ માર્ગને
પુરતી પહોળાઈનો ફોરલેન માર્ગ બનાવવા માટે માર્ગની બંને તરફ કેટલીક જમીન
સંપાદન કરવી પડે ઍવી શકયતા છે. ત્યારે જમીન સંપાદન કામગીરી સામે જમીન
માલિકોનાં વધતા વિરોધને કરાણે રાજ્ય સરકાર માટે પણ આ કામગીરી કપરી બની
રહેવાની સંભાવના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી- સુરત રાજ્ય ધોરીમાર્ગને ફોરલેન બનાવવાની કામગીરી
સાથે જ જલાલપોર તાલુકા સહિત નવસારી જીલ્લામાં અન્ય મહત્વનાં માર્ગોનાં કામને પણ
મંત્રીશ્રી મંગુભાઈ પટેલ અને ધારાસભ્યશ્રી આર.સી.પટેલની રજૂઆતને પગલે મંજૂર કરી
કુલ રૂ. ૭૯ કરોડનાં ખર્ચની મંજૂરી આપવામાં આવી છે. જેમાં મંત્રીશ્રી મંગુભાઈ પટેલની
રજૂઆતને પગલે, સિસોદ્રા- ઉગત- મહુવા માર્ગને પહોળો કરવાની કામગીરી માટે રૂ. ૧૨
કરોડ, નવસારી- સૂપા- બારડોલી માર્ગ સશકિતકરણ માટે રૂ. ૬ કરોડ, સણવલ્લા-
ટાંકલ- રાનકુવા-રૂમલા-કરંજવેરી માર્ગ માટે રૂ. ૩.૫૦ કરોડ અને ખડસુપા – સાતેમ-
નાગધરા માર્ગ માટે રૂ. પ કરોડ મળી કુલ રૂ. ૩૦ કરોડ વિવિધ માર્ગોનાં કામ માટે
મંજૂર કરવામાં આવ્યા છે. જલાલપોરનાં ધારાસભ્ય શ્રી આર.સી.પટેલ દ્વારા થયેલી
રજૂઆતને પગલે જલાલપોર તાલુકામાં કસ્બા-મીરઝાપોર-સાગરા- દેલવાડા- ભીનાર-
માંગરોલનાં ૧૬ કિ.મી.નાં માર્ગ માટે રૂ. ૨૫ કરોડ, વેસ્મા- મરોલી-ઊંભરાટના ૧૫
કિ.મી. લાંબા માર્ગનાં મજબૂતીકરણ માટે રૂ. ૮ કરોડ, વેસ્મા કાળાકાછાનાં ૩.૨૦
કિ.મી.નાં માર્ગ માટે રૂ. ૭૦ લાખ, વેસ્મા- મરોલી-ઉંભરાટ માર્ગનાં ૭.૬૦ કિ.મી.
લાંબા હિસ્સાને પહોળો કરવા રૂ. ૭.૫૦ કરોડ, તથા સુરત- સચીન- નવસારી માર્ગની
સુધારણા માટે રૂ. ૭.૮ કરોડ સહિત કુલ રૂ. ૪૯ કરોડ જલાલપોર તાલુકાનાં વિવિધ
માર્ગોનાં કામો માટે મંજૂર કરવામાં આવ્યા છે.
રાયચંદ રોડથી વાહનો માટે ઍક પુલ તવડી-સાગરાને જાડતો બનવો જ જાઈઍ
સમગ્ર દુનિયામાં અને દુનિયાના સમગ્ર દેશોમાં સેતુ ઍટલે કે પુલ બેને જાડવાનું કામ કરે
છે અને ભૌગોલિક રીતે બે સેતુને જાડતું હસ્તધૂનન અતિ આવકારદાયક, આનંદપ્રદ અને
સમાજાપયોગી લેખાય છે. નવસારીના વિરાવળ આગળ સુરત જતાં રસ્તામાં આવેલ
વિરાવળનો પુલ ૧૯૬૮ની ભયાનક રેલમાં તૂટી પડ્યો ત્યારે સમગ્ર તંત્ર અને પ્રજાને
મહિનાઅો સુધી કેટલી હાડમારી વેઠવી પડી તે તો તે જમાનાના લોકો જ જાણે.
તે સમયે ૧૯૬૮માં દરેક વાહનોઍ નેશનલ હાઈવે નં. ૮ના ધારાગીરી પુલ પરથી પસાર
થયા પછી જ કસ્બા-આમરી-આમડપોર-સરઈ-પડઘા, આંસુદર, કપ્લેથા, કોલાસણા,
મરોલી, ઉંભરાટ, ઉધના-સુરત ઍમ ચક્કર ખાઈને જવું પડતું અને તે દરમ્યાન ઍક
નાનકડો અવર-જવરનો પુલ બનાવવામાં આવ્યો હતો જેના પરથી દ્વિચક્રી વાહનો પસાર
થતાં હતા. આ ઉપરાંત બંને કાંઠે લોક અવર-જવર માટે દૂધવાળા, શાકભાજીવાળા તથા
કસ્બા-આમરી વિગેરેના લોકો પોતાની સાયકલ સાથે હોડીમાં બેસી અવર-જવર કરતાં
હતા. ફરીથી થોડા વર્ષોમાં નવો પુલ બનતા આજે ઍ માર્ગે સરળતા પૂર્વક નવસારી
સુરત અને સુરત- નવસારી ઍમ બે ટ્વીન સીટી અને વચ્ચે આવતા ગામોમાં અવર-
જવર થઈ શકે છે.
સુરત કોર્પોરેશન જા સુરતની પ્રજાનું ભલુ ઈચ્છી સુરતથી દરિયાકાંઠે થઈ મિંઢોળા પર પુલ
બાંધી સીધા ઉંભરાટ વિહાર ગામે જઈ શકે તો નવસારીના લોકો તવડી, સાગરા, અલુરા,
મિરજાપોર, કડોલી, છીણમ, મરોલી, કરાંખટ, વાંસી-બોરસી, ઉંભરાટ વિગેરે સ્થળોઍ
સરળતાથી કેમ પહોîચી ના શકે? દેશ અને દુનિયામાં જ્યાને ત્યાં નદીઅો પર અને
વળી દરિયા પર પણ પુલ બનાવી લોકોની સરળતા અને જનજીવનને અનેક રીતે પુલ
દ્વારા લાભાન્વિત કરાય ત્યારે રાયચંદ રોડ- બંદરરોડથી ઍક પુલ બનાવી હજ્જારોની
સંખ્યામાં અવર-જવર કરતાં લોકોને લાભ કેમ આપી ન શકાય ?
વાંસી- બોરસી કે ઉંભરાટના કોઈ વ્યકિતને જલાલપોર પોલીસ સ્ટેશનનું પગથિયું ચઢવાનું
હોય કે જુનાથાણા ખાતે બહુમાળીમાં જલાલપોર મામલતદારની અોફિસમાં જવાનું હોય તો
તેણે ૨૫ થી ૩૦ કિ.મી. મરોલી સુધી આવવું પડે ત્યાંથી મરોલીથી આંસુદર ધામણ
પાટીયા થઈ કસ્બા થઈ વિરાવળ પુલ અોળંગી આવવું પડે ત્યારે લોકપ્રતિનિધિઅો અને
તંત્રવાહકો રાયચંદરોડ-બંદરરોડ પર ઍક પુલ બનાવી હજારો વ્યકિતઅોના દિલ જીતી ન
શકે? પણ કહેવત છે કે ‘‘મન હોય તો માળવે જવાય’’.
વિરાવળ નજીકના માણેકપોર જવાને રસ્તે વાયા ભીનાર થઈ ઉંભરાટને માટેના નવા
માર્ગનું અંદાજપત્ર ફાળવાયું છે ત્યારે જા તવડી-સાગરાને જાડતો રાયચંદરોડ- બંદરરોડ
થી પુલ બને તો તે સોનામાં સુગંધ ભેળવવાનું કામ કરશે ઍ ભીતે લખાયેલી બાબત છે.
શાસનકર્તાઅો અને લોકપ્રતિનિધિઅો આ બાબતને ગંભીરતાથી લઈ સમયની માંગ જેવી
આ તક ઝડપે ઍ અસ્થાને નથી.