વિજલપુરમાં ધુળેટી રમવાની આડમાં આધેડે કિશોરી સાથે શારીરિક અડપલાં કરતા પોસ્કો હેઠળ ગુનો નોંધાયો
- Local News
- March 9, 2023
- No Comment
ધુળેટીના તહેવાર નાના હોય મોટા લોકો એકબીજાને રંગ લગાવી ભાઈચારા તેમજ સંબધોને વધુ મજબૂત બનાવવા માટેનો સંદેશો આપતો હોય છે.પરંતુ નવસારી શહેરના વિજલપોર ખાતે એક આધેડે ધુળેટીના દિવસે કિશોરી તેની બહેનપણીઓ સાથે ધુળેટી રમી હતી. આધેડે ત્યારે તેને રંગ લગાવવાના નામે શારીરિક અડલપા કરતા પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસ દ્વારા આરોપી વિષ્ણુ પ્રતાપસિંહ રાજપૂતે ની અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નવસારીશહેરના વિજલપોર ખાતે આવેલ રામનગરમાં પરપ્રાંતિય વસ્તી રહે છે જેમાં મોટાભાગે ઉત્તર ભારતીય પરિવારો માં ધૂળેટીનું એક ખાસ મહત્વ છે સાથે જેવી રીતે યુપી,બિહાર રાજ્યમાં ધુળેટી નો તહેવાર રંગે ચંગે ઉજવાય છે તેવી જ રીતે વિજલપોરના રામનગર ખાતે વસેલા ઉત્તર ભારતીય પરિવારોમાં પણ ધુળેટી ના તહેવાર ઉજવવામાં આવે છે.
ગઈકાલે ધૂળેટી દરમિયાન 41 વર્ષીય વિષ્ણુ પ્રતાપસિંહ રાજપૂતે પોતાની દીકરીની ઉંમરની 14 વર્ષીય કિશોરી કે જે અન્ય સ્ત્રીઓ તેમજ બહેનપણીઓ સાથે ધુળેટી રમી રહી હતી. ત્યારે રંગ લગાવીને આરોપી દ્વારા તેની લાજ લેવાનો પ્રયત્ન કર્યો હતો. કિશોરીને ખેંચીને છાતીના ભાગે અડપલા કરતા કિશોરી હપ્તાઈ ગઈ હતી અને સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરતા આધેડ વિરુદ્ધ વિજલપોર પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી. વિજલપુર પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં આધેડ ની ધરપકડ કરી છે. પોસ્કો હેઠળ કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે આરોપી વિષ્ણુ પ્રતાપસિંહ રાજપૂતેનું મેડિકલ ટેસ્ટ કરી કોર્ટ સમક્ષ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે