ઉભરાટ નજીકના પરસોલી ગામે એરપોર્ટની વિશાળ જમીનનો સરકાર ઉપયોગ કયારે કરશે?!

ઉભરાટ નજીકના પરસોલી ગામે એરપોર્ટની વિશાળ જમીનનો સરકાર ઉપયોગ કયારે કરશે?!

૯૭ એકર જમીન વાંઝણી પડી રહી છે. ત્યારે નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને વિધાયક આર.સી.પટેલ આ વિશાળ ભૂમિનો ઉપયોગ જનકલ્યાણ માટે ક્યારે ઉપયોગ કરશે?

• નહેરૂ તથા શાસ્ત્રી નવસારી આવ્યા હતા ત્યારે અહી તેમનું વિમાન ઉતર્યું હતું, ત્યારબાદ ઉપયોગ થયો નથી

• મરોલી વિસ્તારમાં આવેલ પરસોલીમાં વર્ષોથી મોટી જગ્યા ૭/૧૨ અને ૮-અ માં સરકારી એરોડ્રામના નામે બોલે છે પણ સ્થળ પર કંઈ થયું નથી

ભૂતકાળમાં જ્યારે જગ્યા એરોડ્રામ (એરપોર્ટ)ના નામે કરવામાં આવી ત્યારે સરકારનો કોઈ હેતુ યા પ્લાન હશે એવું મનાય છે. અહી ઉલ્લેખનીય છે કે આજથી 73 વર્ષ અગાઉ ભારતના પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ તથા શાસ્ત્રીજી વર્ષ 1950 માં નવસારી અને દાંડી આવ્યા હતા ત્યારે તેઓનું વિમાન ઉતારવા પરસોલીની ઉક્ત હવાઇપટ્ટીની જગ્યાનો જ ઉપયોગ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ સિવાય અન્ય કોઈ પ્રસંગે અહીં વિમાન લેન્ડ કરાયાનું જાણમાં નથી.

આજે પણ મોટી જગ્યામાં કબજેદાર તરીકે સરકારી એરોડ્રામ(એરપોર્ટ) જ બોલે છે પરંતુ હકીકતમાં અહી એરોડ્રામ (એરપોર્ટ)જેવું કંઈ જ નથી યા નક્કર પ્રયાસ થયાનું પણ જાણમાં નથી. સ્થળ પર ગાંડા બાવળોનું જ સામ્રાજ્ય છે. આ જગ્યાને ક્યાં કારણસર અને ક્યારે સરકારી એરોડ્રામ (એરપોર્ટ) માટે કરવામાં આવી તે જાણી શકાયું નથી.

સુરત ખાતેનું એરપોર્ટ આંતરરાષ્ટ્રીય બનાવવા માટે જંગી બહુમાળી ઈમારતોને લઈને અવરોધક છે. ત્યારે એરપોર્ટ ઓથોરીટી બીજા વિકલ્પો તપાસી રહ્યું હોવાનું જાણવા મળે છે, જેમાં ઉભરાટ નજીકના ટોચે ઉભરાટ પરસોલીના જુના વિમાનઘરની સંપાદન કરવામાં આવેલી બ્રિટીશ ગાયકવાડી જમાનાથી ચાલતી આવેલી ૯૬.૩૭ એકર જમીન એમની એમ વાંઝણી પડી છે. થોડા સમય અગાઉ ખેડૂતોના વારસદારોએ અહીં કંઈ ન થવાનું હોય તો અમારી જમીન પાછી આપો એવી માંગણી પણ કરી હતી. જે બાબત જે તે વખતના પરસોલીના સરપંચ સમર્થન આપેલ છે. માજી કલેકટર મહેન્દ્રભાઈ પટેલે સર્વકાલીન જોડે જે તે વખતે વાતચીતમાં જણાવ્યું છે કે પરસોલીની જમીન ફરતે કોઈપણ ઉંચા બાંધકામો નથી, તેમજ જમીનસંપાદનનો પ્રશ્ન રહેતો જ નથી.

વિશ્વમાં વધતા જતા વિકાસને અનુરૂપ નાગરિક ઉડ્ડયન સેવા ઊભી કરવાનું પણ છે. નવસારી જિલ્લાની વાત કરીએ તો અહી એક પણ એરપોર્ટ તો નથી પણ ઘણા વર્ષોથી એરપોર્ટ યા એરોડ્રામ (એરપોર્ટ) બને તેની વ્યવસ્થા જરૂર કરાઈ છે. આ અંગેની વિગતો જોઈએ તો નવસારીથી થોડે દૂર મરોલી વિસ્તારમાં આવેલ પરસોલી ગામે વિશાળ જગ્યા વર્ષોથી સરકારી એરોડ્રામ (એરપોર્ટ)ના નામે છે.

આ વાંઝણી પડેલી અતિ વિશાળ કરોડોના જમીનનો કિંમતની તત્કાલીન ટોચની અગ્રતા સાથે પીઢ સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તથા વરિષ્ઠ ધારાસભ્ય એરપોર્ટ આવે કે મહાઉદ્યોગ આવે પરંતુ ટોચની અગતા સાથે નવસારી જિલ્લાના વિકાસ માટે સેંકડો માનવીઓને રોજગાર માટે આ જમીનનો ઉપયોગી થાય તે સમયની માંગ છે.આ પરસોલી વિમાનઘર પર સર્વશ્રી સ્વ મોરારજીભાઈ દેસાઈ, સ્વ. ઇદિરાબેન ગાંધી,થશવંતરાવ ચવ્હાણ વિગેરે પણ ઉતરી ચૂક્યા હોવાની માહિતી કોંગ્રેસી આગેવાન સ્વ. રમણભાઈ વી.પટેલ અગાઉ આપી હતી તથા એ.ડી.પટેલ અને પરસોલી માજી સરપંચ હિંમતભાઈ પટેલે સમર્થન આપ્યું છે. મળતી માહિતી મુજબ આ વિમાનઘરમાં મુંબઈના એક ડોન પણ ઉપયોગ કર્યો હોવા સાથે શુક્કર બખીયાએ પણ ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળે છે.

પરસોલીમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ આવે તો આ વિભાગનો વિકાસ કૂદકે અને ભૂસકે વધશે. જે તે સમયે ટાટા કંપનીના પરિવારજનો પણ આ વિમાનઘરનો ઉપયોગ કરી ચુક્યા હોવાનું જાણવા મળે છે. અહી ૯૬.૩૭ એકર જમીન છે. પરસોલી માત્ર ૧૯ કિલોમીટર નવસારી દૂર છે.જયારે પરસોલીની ઉત્તર સુરતનું સચીન નજીક છે.

નવસારીના રાયચંદ રોડથી પુર્ણા નદી પર પુલ બને તો પરસોલી પહોંચવું વધુ સરળ બને તેમજ મિંઢોળા નદી પર પુલ બને તો સુરત પહોંચવું તદ્દન સરળ બની જશે. આપણે સહુ આશા રાખીએ કે પરસોલીમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉદ્યોગ આવે અને ઉભરાટ, દાંડી તેમજ આજુબાજુ દરીયાપટ્ટીના લોકોના ધંધા વ્યાપારનો વિકાસ થાય.

બ્રિટીશ સામ્રાજ્ય તથા ગાયકવાડી સામ્રાજ્ય વેળાનું જમીન સંપાદન સિક્રેટ એરપોર્ટ તરીકે થયું હતું

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *