ધોરણ 10 વિદ્યાર્થીઓની આતુરતાનો અંત: 25મી મેના રોજ પરિણામ આવશે

ધોરણ 10 વિદ્યાર્થીઓની આતુરતાનો અંત: 25મી મેના રોજ પરિણામ આવશે

ગુજરાત શિક્ષણ બોર્ડમાં ધોરણ-10 અને 12ની બોર્ડની એક્ઝામ બાદ પણ પરિણામની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બોર્ડની એસએસસીની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ 10નું પરિણામ 25 મેના રોજ સવારના વિદ્યાર્થીઓ ગુરૂવારે આઠ કલાકથી ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ gseb.org પર પરીક્ષાર્થીનો નંબર નાંખીને આ પરિણામ જોઇ શકાશે.

વોટ્સએપ નંબર પર આ રીતે જોઇ શકાશે

માર્ચ 2023મા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ વોટ્સએપ નંબર પરથી જોવાયુ હતુ. આ સાથે શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર પણ પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત વોટ્સએપ નંબર 63573 00971 ઉપર વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવ્યુ હતુ. આ જ રીતે હવે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પણ વોટ્સએપ પર પોતાનું પરિણામ મેળવી શકશે.Whatsapp પર પરિણામોનો પહેલો પ્રયોગ સફળ રહ્યો હતો.જેથી આ પરિણામમાં પણ whatsapp પદ્ધતીનો ઉપયોગ કરાશે. એટલે કે જેઓ પરિણામ લેવા જવા માટે કેન્દ્ર પર જવા માટે સક્ષમ નથી અથવા તો ભીડભાડ વગર શાંતિથી પરિણામ લેવા કેન્દ્ર પર જવા માંગે છે તેઓ પ્રાથમિક પરિણામ તો તાત્કાલિક તો whatsapp દ્વારા જાણી શકશે.

પાસ થવા માટે 33% માર્ક્સ જરૂરી

ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષા 2023 માર્ચ 14થી 28 દરમિયાન લેવામાં આવી હતી. ભૂતકાળના પરિણામના GSEB મેના બીજા સપ્તાહ સુધીમાં પરિણામ જાહેર થતા હતા. ગુજરાત શિક્ષણ બોર્ડની GSEB 10મી બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ મેળવવા જરૂરી છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *