બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત નરેન્દ્ર પ્રસાદ સ્વામી (આચાર્ય સ્વામી)નું નિર્ધન: 75 વર્ષીય સંતે 25 વર્ષ સુધી સત્સંગ પ્રવૃત્તિઓ સહિત અનેક કાર્ય કર્યા, યુવાવસ્થા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સાથે આરએસએસમાં કામ કર્યું
- Local News
- August 3, 2025
- No Comment
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત નરેન્દ્ર પ્રસાદ સ્વામી (આચાર્ય સ્વામી)નું ગઈકાલે સાંજે 6:06 કલાકે 75 વર્ષની ઉંમરે કાળધર્મ (દેહ ત્યાગ)કર્યો. આચાર્ય સ્વામી થોડા સમયથી બીમાર હતા. તેમના અવસાનથી સમગ્ર સત્સંગ સમુદાયમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. છેલ્લા 25 વર્ષથી નવસારી ખાતે સત્સંગ અને સંસ્થાની વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓના કેન્દ્ર રૂપ રહ્યા હતા.
https://youtu.be/hFt84SNJmgk?si=SKjYMWqBC4OpsGv0
હજારોની સંખ્યામાં હરિભગતો આપ્યું ઉમટી પડ્યા
આચાર્ય સ્વામીના અંતિમ દર્શન માટે વહેલી સવારથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નવસારી ખાતે હજારો હરિભગતોએ ઉમટી પડ્યા હતા.અક્ષરવાડી ધારાગીરી પાસે તેમના અંતિમ સંસ્કાર યોજાયા હતા,જ્યાં આશરે પાંચ હજાર જેટલા હરિભક્તો અને 100થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

દક્ષિણ ગુજરાત અને ચરોતરમાં સત્સંગનો પાયો મજબૂત કર્યો
1973માં પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી દીક્ષા લીધા બાદ આચાર્ય સ્વામીએ દક્ષિણ ગુજરાત અને ચરોતર વિસ્તારમાં વ્યાપક સત્સંગનો પ્રસાર કર્યો હતો. ગામેગામ વિચરણ કરીને તેમણે અનેક લોકોને વ્યસનમુક્ત કર્યા હતા અને શાંતિમય જીવન તરફ દોર્યા હતા.નવસારી ખાતે બીએપીએસ સંસ્થા ખાતે જવાબદારી સ્વીકારી વિવિધ ધાર્મિક સહિત સેવા પ્રવૃત્તિઓ સાથે અનેક લોકોને વ્યસનમુક્ત કર્યા હતા.

પીએમ મોદી સાથે કાર્ય કર્યું હતું RSSમાં
દીક્ષા પૂર્વે તેઓ “રાજેન્દ્ર આચાર્ય” તરીકે ઓળખાતા હતા. યુવાવયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તેઓ કાર્યરત રહ્યા હતા, જ્યાં તેઓની મુલાકાત નરેન્દ્ર મોદી સાથે થઈ હતી, જેમણે તે સમયે સંઘના પ્રચારક તરીકે સેવા આપી હતી. વ્યવસાયે પ્રોફેસર રહી ચૂકેલા આચાર્ય સ્વામી વિદ્યાનગર ખાતે ફરજ બજાવતા હતા.

વિશ્વાસ, પ્રેમ અને માર્ગદર્શનનો પરિચય
BAPS સંસ્થાના પુરુષોત્તમચરણ સ્વામી જણાવ્યું હતું કે,છેલ્લા 25 વર્ષથી મહંત અને કોઠારી તરીકે સેવા આપતા આચાર્ય સ્વામીએ ગઈકાલે સાંજે 6 ને 6 મિનિટે દેહે મૂક્યો હતો અને અક્ષર નિવાસી થયા છે આચાર્ય સ્વામી આમ તો પૂર્વે આફ્રિકામાં હતા તેઓ યુવાન વયે વિદ્યાનગર ખાતે અભ્યાસ માટે આવેલા અને પ્રમુખસ્વામી પ્રત્યે તેમને પૂજ્ય ભાવ હતો અને એમના આદેશથી 3જી ડિસેમ્બર 1973માં તેમણે દીક્ષા લીધી હતી.તેમના માર્ગદર્શન હેઠળ અનેક લોકોએ પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યું છે.”
પિતાતુલ્ય હતા અમારા જીવનમાં મોટી ખોટ પડી
હરિભગત નટવરભાઈ ચાવડા ભીના નયને કહ્યું કે “છેલ્લા 25 વર્ષથી તેઓ નવસારીના ધર્મગુરુ અને વડીલ સંત તરીકે હાજર હતા. તેમનું અવસાન અમારા જીવનમાં માતા-પિતા તુલ્ય વ્યક્તિની ખોટ જેવું છે. તેમનું જીવન અમારી માટે એક જીતીજાગતી પ્રેરણા હતું.”