ચીખલી તાલુકાના દેગામમાં ધારાસભ્ય નરેશભાઈ પટેલના ઉપસ્થિતિમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાનની ઉજવણી કરવામાં આવી 

ચીખલી તાલુકાના દેગામમાં ધારાસભ્ય નરેશભાઈ પટેલના ઉપસ્થિતિમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાનની ઉજવણી કરવામાં આવી 

માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનની ઉજવણી નવસારી જિલ્લાના ગામોમાં ઉત્સાહભરે થઈ રહી છે . નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ગામે ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે અમૃતસરોવર પર નિર્માણ પામેલા શિલાફલકમને ગ્રામજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું .

આ પ્રસંગે ધારાસભ્ય નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા, એકતા અને અખંડિતતામાં યોગદાન આપનારા નાયકોને સમર્પિત કરવા અને રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત થાય તે માટે દેશમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાનનો રાષ્ટ્ર વ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે મહાનુભાવોએ હાથમાં ધરતી માતાની માટી લઈને માં ભારતી ને કાજે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર વીરાંગનાઓને અંજલિ આપવાના હેતુથી રાષ્ટ્ર પ્રથમની પ્રતિજ્ઞા લઇ દેશભક્તિનો સંદેશ આપ્યો હતો

આ અવસરે ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ગાંવિત, માજી જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમિતાબેન પટેલ, ચીખલી પ્રાંત અધિકારી અમિતકુમાર ચૌધરી , ગામના પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *