
આલીપોર હાઈસ્કૂલમાં મેંહદી સ્પર્ધા અને કેશગુફન સ્પર્ધા યોજવામાં આવી
- Local News
- July 4, 2023
- No Comment
કે .એન્ડ બી .સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોરમાં મેંહદી સ્પર્ધા અને કેશગુફન સ્પર્ધાનું મનમોહક આયોજન કરવામાં આવ્યું .ભારતીય સંસ્કૃતિ એના અદ્વિતીય કલા વારસાથી શોભાય માન છે. શાળાના વિદ્યાર્થીઓ આ કલા વારસાને જાણે ,સમજે ,એનું જતન કરતાં થાય એવા ઉદ્દેશ સાથે શાળામાં મહેંદી સ્પર્ધા અને કેશ ગુફન સ્પર્ધા નું આયોજન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ કરવામાં આવ્યું.
આ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીનીઓએ ખૂબ આનંદભેર ભાગ લીધો હતો.કેશગુફન સ્પર્ધામાં માધ્યમિક વિભાગની વિદ્યાર્થિનીઓમાં પ્રથમ ક્રમે સના મોહમ્મદતુફેલ ઇદ્રીશી ,બીજા ક્રમે જૈનબ ઇલ્યાસ હજાત ,ત્રીજા ક્રમે આમીના ફારૂક અન્સારી વિજેતા રહ્યા હતા. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફાઈજા ઈરફાન કુરેશી પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા.
મેંહદી સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે હળપતિ ઈશા અજયભાઈ ,બીજા ક્રમે હજાત જૈનબ ઇલ્યાસભાઈ ,ત્રીજા ક્રમે માંકણોજીયા ઉસ્મા લુકમાનભાઈ વિજેતા રહ્યા હતા. સમગ્ર સ્પર્ધાનું સંચાલન શ્રીમતી જીજ્ઞાબેન પટેલ , આયોજન શ્રીમતી મિતલબેન પટેલ અને મીતાબેન રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાથમિક વિભાગના શિક્ષિકા શ્રીમતી સાયનાબેન અને સાહિસ્તાબેન શેખે નિર્ણાયક તરીકે ફરજ અદા કરી હતી.
ખૂબ ચીવટપૂર્વક, તટસ્થતાથી વિજેતાઓનું ચયન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી સફી એમ. વ્હોરા સાહેબે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા અને વિજેતા વિદ્યાર્થીનીઓને કલાનું મહત્વ સમજાવી આ કલા દ્વારા વ્યવસાયિક ક્ષેત્રે કઈ રીતે આગળ વધી શકાય એ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ માટે સહયોગ આપનાર એવા શાળા પરિવારના તમામ શિક્ષકોને આચાર્યએ અભિનંદન આપી પોતાના આનંદને વ્યક્ત કર્યો હતો.આમ સમગ્ર સ્પર્ધાની ઉજવણી ખૂબ આનંદ ઉત્સાહપૂર્વક પૂર્ણ થઈ હતી.