આવતી કાલે નવીન બસનું લોકાર્પણ:રાજ્ય સરકાર ચોથા તબક્કામાં નવસારી ખાતે 125 બસનું લોકાર્પણ થશે, નવસારીના સાંસદ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને લીલી ઝંડી બતાવશે
- Local News
- April 28, 2023
- No Comment
ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા પેસેન્જરોની સેવામાં અત્યાધુનિક બસોનું નિર્માણ કરાવ્યું છે જેમાં કુલ 900 બસોનું લોકાર્પણ રાજ્યના અલગ અલગ વિભાગીય સેન્ટર પરથી કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આવતીકાલે નવસારી બસ ડેપોથી નવસારી ના સાંસદ સી આર પટેલ અને ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી 125 બસને લોકાર્પિત કરશે.
રાજ્યમાં જૂની જર્જરીત થઈ ગયેલી બસોની અનેક વખત ફરિયાદો વધતા રાજ્ય સરકારે મોટી સંખ્યામાં નવી બસો આધુનિક સુવિધા યુક્ત બનાવડાવી છે જેમાં 150 ગાંધીનગર,70 પાલનપુર,150 જામનગર પેસેન્જરો માટે અપાઈ છે. અને હવે ચોથા તબક્કામાં 125 જેટલી બસો નવસારીમાં લોકાર્પિત થવા જઈ રહી છે.રાજ્યના ગૃહ રાજ્ય અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે લીલી ઝંડી બતાવી બસ પોતાના ગંતવ્ય સ્થળ માટે ઉપડશે.

લોકર્પિત થનાર 125 બસ પૈકી 70 મીની બસ, 35 2X2,20 સ્લીપર બસ પેસેન્જર ને સગવડ અને આરામદાયક સુવિધા સાથે સેવા આપશે.વલસાડ ના ઈંચા.વિભાગીય નિયામક વી.એચ.શર્મા એ માહિતી આપતા જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત ના વિભાગીય સેન્ટર નવસારી ખાતે આવતીકાલે 125 જેટલી બસો લોકાર્પીત થનાર છે જેમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.