તા.૨૩ માર્ચે નવસારી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

તા.૨૩ માર્ચે નવસારી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

નવસારી જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ માર્ચ-૨૦૨૩ ના રોજ જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, કોન્ફરન્સ હોલ, પહેલો માળ, કાલિયાવાડી, નવસારી ખાતે સવારે ૧૧-૦૦ કલાક દરમિયાન યોજાશે.

માર્ચ-૨૦૨૩ ના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મહેસૂલી તંત્ર, પોલીસ વિભાગ, ગુજરાત વિદ્યુત બોર્ડ, એસ.ટી., પાણી પુરવઠા બોર્ડને લગતા પ્રશ્નો સબંધિત ખાતાના અધિકરી અને કલેકટર સાંભળશે. જયારે આ સિવાય અન્ય ખાતાના પ્રશ્નો હોય તો જે તે ખાતાના સબંધિત અધિકારીઓને અરજદારોએ મોકલી આપવાની રહેશે. જિલ્લા સ્વાગતમાં અરજી કરતાં પહેલા કોઇપણ અરજદારે ગ્રામકક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તાલુકાકક્ષાનો હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલી હોવી જોઇએ અને તેનુ નિરાકરણ થયેલું નહિ હોય. અગાઉના સબંધિત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુત્તરની ઝેરોક્ષ નકલ સાથે રાખવી. અરજદારે પ્રશ્નો અંગેની લેખિત અને ટાઇપ કરેલ અરજી (સંબંધિત વિભાગને કરેલી અરજીની નકલ સાથે) તા.૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં કલેકટર કચેરી, નવસારી ખાતે રજૂ કરવાની રહેશે. અરજી પર‘ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ એ મુજબ દર્શાવવાનું રહેશે. અરજદારે અલગ-અલગ વિષય દર્શાવતો પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાના રહેશે. સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહિ. નિતિ વિષયક, કોર્ટ મેટરના પ્રશ્નો સ્વીકારવામાં આવશે નહિ. તેમ નિવાસી અધિક કલેકટર, નવસારી દ્વારા  જણાવાયું છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *