
સામાન્ય ઝઘડામાં પુત્રએ માતાને મોતને ઘાટ ઉતારી: પહેલા માતાના ગળામાં ચપ્પું ફેરવ્યું,માતાના મૃત્યુ થતા ગળું દબાવી દીધું, આરોપી એવા પુત્રએ પુરાવા છુપાવવા લાકડાં-ઘાસથી માતાના મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યો
- Local News
- June 14, 2023
- No Comment
નવસારી જિલ્લામાંથી વિચિત્ર પ્રકારની હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સગા પુત્રએ જ માતાને મોતને ઘાટ ઉતારી છે. લોહીના સંબંધોને શર્મસાર કરતો બનાવ સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે.
આ ઘટનામાં હત્યારો પુત્રએ પ્રથમ માતાના ગળા પર ચપ્પુ ફેરવ્યું હતું. જેમાં માતાનું મોત ન થતાં ગળું દબાવીને હત્યા કરી અને આટલેથી હત્યારો પુત્રએ ન અટકતાં માતાના મૃતદેહને સળગાવી દેવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જોકે, બહેનના કારણે કે તેને પુરાવા નાશ કરવામાં સફળતા નહોતી મેળવી શક્યો હતો. હાલ પોલીસે હત્યારા પુત્રને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે.
પોતાના રક્ષણ માટે વચન લેનાર બહેનને જ ભાઇ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ આપવી પડી
ઘટનાની અંગે આપને જણાવીએ બીલીમોરાના ઓરિયા મોરિયા વિસ્તારમાં આવેલી પદ્મશાલી કોપરેટીવ સોસાયટીમાં રહેતા 31 વર્ષીય પ્રિયાંક રણછોડભાઈ ટંડેલને તેની માતા સુમિત્રા ટંડેલ સાથે બોલાચાલી થઇ હતી. જેમાં આવેશમાં આવીને પુત્ર પ્રિયાંકે આજે સવારે નવ વાગ્યે માતાના ગળા પર ચપ્પુ ફેરવી દીધું હતું. જોકે, પોતાની જનેતા(માતા) નું મોત ન થતાં તેણે ગળું દબાવીને માતાની હત્યા કરી નાંખી હતી. આટલેથી ન અટકતાં હત્યારા પુત્રએ મૃતદેહને સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. વિધિની વક્રતા છે કે બહેનને જ પોતાના સગા ભાઈ વિરુદ્ધ માતાની હત્યાની પોલીસ ફરિયાદ આપવી પડી છે.
કોલેજમાં નાપાસ થતાં આરોપી ડિપ્રેશનનો ભોગ બન્યો હતો આરોપીની બહેને ફરિયાદ નોંધાવી છે કે, તેનો ભાઇ પ્રિયાંક છેલ્લા લાંબા સમયથી અસ્થિર મગજનો છે, જેને લઈને તે દવા પણ લેતો હતો. જો દવા બંધ કરે તો પોતાનું માનસિક સંતુલન ગુમાવતો હતો. પ્રિયાંક કોલેજમાં હતો તે દરમિયાન કેટલાક વિષયોમાં તે નાપાસ થયો હતો. ત્યારથી તે હતાશ બન્યા બાદ ડિપ્રેશનમાં ગરકાવ થયો હતો.
માનસિક સ્થિતિ બગડતા માતા બહેનો ઉપર હાથ ઉપાડવું એ એના માટે આમ વાત હતી. પરિવાર પણ તેની માનસિક સ્થિતિને જોઈને તમામ અત્યાચાર સહન કરતા હતા. પરંતુ આજે સ્થિતિ વણસી હતી.
આરોપી એવા પુત્રએ માતાના મૃતદેહ સળગાવવાનો પ્રયત્ન કર્યો
બીલીમોરાના ઓરિયા મોરિયા વિસ્તારમાં આવેલી પદ્મશાલી કોપરેટીવ સોસાયટીમાં રહેતા 31 વર્ષીય પ્રિયાંક રણછોડભાઈ ટંડેલને તેની માતા સુમિત્રા ટંડેલ આજે સવારે ઘરમાં એકલા જ હતા ત્યારે કોઈ કારણોસર બોલાચાલી થઇ હતી. જે બોલાચાલી ઉગ્ર બનતાં પુત્રે માતાના ગળા ઉપર ચપ્પુ ફેરવ્યું હતું. જોકે, માતાનું મોત ન થતાં ગળુ દબાવીને હત્યા કરી હતી.
ત્યારબાદ માતાના મૃતદેહને ઘરની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં લઈ જઈ તેના ઉપર લાકડાના પાટીયા, પેપર તેમજ ઘાસ નાખી સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો.પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
સગા ભાઈ ધ્વારા માતાની હત્યાના પગલે બહેનોમાં ઘેરા શોકની કાલિમા છવાઇ
સગા પુત્ર એ જ માતાની હત્યા કરતાં નવસારી જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઇ છે. મૃતક સુમિત્રાબેન ટંડેલને ત્રણ દીકરી અને પુત્ર છે. જેમાં માતાની હત્યામાં એકનો એક ભાઈ જેલ હવાલે થતાં બહેનોમાં ઘેરા શોકની કાલિમા છવાઇ છે. આ સમગ્ર મામલે પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી લીધી છે અને માતાના મૃતદેહનું પેનલ પી.એમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.