સમગ્ર રાજ્યમાં નવસારી જીલ્લાનો બોક્ષિગ ક્ષેત્રે ડંકો વગાડ્યો:સમગ્ર રાજ્યમાં નવસારી જીલ્લના સૌથી વધુ 5 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ
- Sports
- June 15, 2023
- No Comment
ગુજરાત સ્ટેટ બોક્ષિગ એસોસિએશન દ્વારા નિકોલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય જુનિયર ભાઈઓની બોક્ષિગ સ્પર્ધા નું આયોજન થયેલ હતું જેમાં નવસારી જિલ્લા ની ટીમે સમગ્ર સ્પર્ધામાં સૌથી વધુ 5 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ મેળવ્યા હતા જેમાં 46 કેજી. ગ્રુપમાં અનિકેત મલ્લાહ, 48 કેજી,ગ્રુપમાં રણજીત સહાની, 50 કેજી,ગ્રુપમાં મહેશ ચૌહાણ, 54 કેજી ગ્રુપમાં મુકેશ નિષાદ, 63 કેજી ગ્રુપમાં અમન સહાનીએ ગોલ્ડ મેડલ તેમજ 54 કેજી ગ્રુપમાં ઉમેશ ચૌહાણ અને 52 કેજી. ગ્રુપમાં દીપક નિષાદે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સમગ્ર રાજય સ્પર્ધા માં નવસારી જીલ્લાનો ડંકો વગાડ્યો હતો.
આ તમામ શ્રેય ખેલાડીઓને તાલીમ અને માર્ગદર્શન આપનાર નવસારી જીલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર ના બોક્ષિગ કોચ ધવલ વિઠ્ઠાનીને ફાળે જાય છે જેમણે ખુબજ ખંત થી ખેલાડીઓને તૈયાર કર્યા હતા. આ એતિહાસિક સિધ્ધિ બદલ નવસારી જીલ્લા બોક્ષિગ એસો. ના પ્રમુખ પરસી સુરતી, બોમી જાગીરદાર, ડૉ. મયુર પટેલે તાલીમ આપનાર કોચ ધવલ વિઠ્ઠાની અને તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન આપી રાષ્ટ્રીય કક્ષાએ નવસારી નું નામ ગુંજતું કરો એવી શુભેચ્છાઓ પાઠવી હતી.