મેરા એક ઘર બને ન્યારા આ સપનાઓ સાકાર કરતી પ્રધાનમંત્રી આવાસ યોજના: મારૂ પોતાનું પાકું ઘર હોય તે સ્વપ્ન સરકારે સાકાર કરાવ્યું: રાજુભાઇ

મેરા એક ઘર બને ન્યારા આ સપનાઓ સાકાર કરતી પ્રધાનમંત્રી આવાસ યોજના: મારૂ પોતાનું પાકું ઘર હોય તે સ્વપ્ન સરકારે સાકાર કરાવ્યું: રાજુભાઇ

રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ આવાસ યોજનાઓએ લાખો ગરીબ લાભાર્થીઓને સ્થાયી નિવાસસ્થાન પૂરું પાડી તેમના પરિવારોને આજીવન ઋણી બનાવ્યા છે. કાચા મકાનમાં રહેતા અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબ લાભાર્થીઓએ પાકા મકાનમાં રહેવા મળશે એવું સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય. દેશના તમામ નાગરિકો પાસે પોતાનું ઘર હોય એવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંકલ્પના છે.

જેને સાકાર કરવાના ઉદ્દેશથી વર્ષ ૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ શરૂ કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનાની આ એક એવી સફળ મિશાલ છે કે તેમના જૂના કાચાં ખોરડાંની જગ્યાએ પાકું મકાન બનાવી શક્યા છે.

આ યોજના સહાયથી લાભાન્વિત થનાર મુળ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાસીયા તળાવ ગામના પટેલ ફળિયામાં રહેતા રાજુભાઇ જમનાભાઈ પાડવીને પાકું આવાસ મળતા ગઢ જીત્યાની ખુશી વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું કે, મને પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ યોજના અંતર્ગત ઘર મળ્યું છે. વર્ષોથી કાચા મકાનમાં રહેતા હતા પણ મારૂ પોતાનું ઘર હોય તે સ્વપ્ન સરકારે સાકાર કરાવ્યું છે. ભૂતકાળના દિવસો યાદ કરતા તેઓ કહે છે કે, હું છુટક ખેત મજૂરી કરી કાચા મકાનમાં રહેતો હતો.

જેના કારણે વરસાદમાં છત ટપકતી હતી તથા વધુ વરસાદથી કાદવવાળું/ ગારાવાળું થઇ જતું હતું. મારું આખું પરિવાર ઘણી મુશ્કેલીમાં રહેતું હતું . આજે હું મારા પરિવાર સાથે મારા પોતાના પાકા મકાનમાં સુખચેનથી ઉમંગભેર જીવન વ્યતિત કરી રહ્યો છું.

આ અંગે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘અમારા વિસ્તારમાં મોટાભાગે ખેડૂતો પશુપાલન અને ખેતી કરી જીવન નિર્વાહ કરે છે. એક દિવસ હું વાંસદા તાલુકા પંચાયત પર ખેતીલક્ષી કામ માટે ગયો હતો .ત્યાં પ્રધાન મંત્રી ગ્રામીણ આવસ યોજનાનું જાહેરાત બોર્ડ જોયું અને જાણકારી પ્રાપ્ત થઇ કે ઘર બનાવવા માટે સહાય મળવાપાત્ર છે.

જે જાણીને મને મારું સપનાનું મકાન બનવવાની હિમ્મત થઈ અને હું હમેશા વિચારતો કે મારું પરિવાર હમણા સુધી વરસાદની ગળતી છતમાં રહ્યો પણ હું મારા સંતાનને પાકા મકાનમાં રાખીશ. ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટની કાર્યવાહી પૂર્ણ કરી ટુંકા ગાળામાં અમારા પરિવારે ન ધારેલું ઘરનું સપનું પૂર્ણ થઈ ગયું. અમને પાકા મકાન સાથે પાયાની બધી સુવિધા મળી.આજે મારો પરિવાર બધી સુવિધા સાથે સન્માન અનુભવીને માથું ઉચું રાખી સમાજમાં જીવી શકે છે. આજે આ બધી સુવિધા બદલ આપણા મુખ્યમંત્રી અને વડાપ્રધાનને અમારા પરિવાર વતી ખુબ ખુબ આભાર .

સ્વચ્છ-સુઘડ અને સુવિધાસભર આવાસોનું નિર્માણ થવાથી રાજુભાઇ જમનાભાઈ પાડવીના પરિવારમાં ખુશાલી આવી છે. આવનારી પેઢીઓના ઉછેર અને ઘડતરમાં તેની હકારાત્મક અસરો ઊભી થઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આ આવાસ યોજના રાજ્યભરના અને દેશભરના ગરીબ લોકોનું પોતાનું ઘર બનાવવાનું સ્વપ્ન સરળતાથી સાકાર કરી રહી છે.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *