બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે જલાલપોર તાલુકાના એરૂ થી મટવાડ સુધીનો માર્ગ પ્રતિબંધિત જાહેર કરાયો

બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે જલાલપોર તાલુકાના એરૂ થી મટવાડ સુધીનો માર્ગ પ્રતિબંધિત જાહેર કરાયો

બિપરજોય વાવાઝોડાની આગાહી અન્વયે તા.૧૫ અને ૧૬ જુન-૨૦૨૩ ના રોજ તીવ્ર ગતિથી પવન ફુંકાવાની સંભાવના રહેલી છે. જેથી તીવ્ર પવન/વરસાદ થી રસ્તાના વૃક્ષો ધરાશયી થવાના તેમજ વીજ તાર તુટવાની સંભાવના રહેલી છે. જેથી લોકોને અનિવાર્ય સંજોગો સિવાય ઘરમાંથી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવે છે.


જે અતંર્ગત નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના એરૂ થી દાંડી જતો માર્ગ પર વાહનોની અવર-જવર વધુ હોઇ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દાંડી હેરીટેઝ માર્ગનો ઉપયોગ ન કરવા તેમજ વૈકિલ્પક રસ્તાનો ઉપયોગ કરવા જણાવ્યું છે.


પ્રતિબંધિત વિસ્તાર એરૂ થી મટવાડ સુધીનો મુખ્ય માર્ગ છે. જયારે વૈકલ્પિક માર્ગ તરીકે એથાણ તથા કોથમડી ગામના લોકોએ એરૂ-ઓંજલ માર્ગ પર થઇ આંતરિક રસ્તા દ્વારા એથાણ-કોથમડી પહોંચી શકાશે. બોદાલી, મછાડ, કરાડી, મટવાડ ગામના લોકોએ જલાલપોર (નવસારી શહેર)થી બોદાલી-મછાડ થઇ કરાડી, મટવાડ પેથાણ માર્ગનો ઉપયોગ કરવા પ્રાંત અધિકારી નવસારી દ્વારા જણાવાયું છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *