નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં જોવા મળ્યા હતા. ખાસ વાત એ રહી કે, સત્તાવાર ચાર્જ લેતા પહેલાં જ વહેલી સવારે 7 વાગ્યે તેમણે તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે ઓન-ફિલ્ડ મીટિંગ યોજી શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી.

આ દરમિયાન કમિશનરે શહેરની સ્થાનિક સમસ્યાઓ, સ્વચ્છતા વ્યવસ્થા, પાણી પુરવઠો, ડ્રેનેજ સહિતના મુદ્દાઓ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ મહાનગરપાલિકા કચેરીની કામગીરીની પણ સમીક્ષા કરી હતી.

મીડિયા સાથેની ખાસ વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય નવસારીને વર્લ્ડ ક્લાસ લેવલનું અને દેશભરમાં નામના મેળવે તેવું આદર્શ શહેર બનાવવાનો છે. તેમણે જણાવ્યું કે નવસારી એક વિકાસશીલ શહેર છે અને યોગ્ય આયોજન તથા ઝડપી કામગીરી દ્વારા શહેરના વિકાસને વધુ વેગ આપવામાં આવશે.

કમિશનરની 5 મુખ્ય પ્રાથમિકતાઓ:

•દરેક નાગરિક સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવું

•શહેરમાં સુવ્યવસ્થિત ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવી

•રસ્તાઓ અને ફૂટપાથને ધૂળમુક્ત બનાવવું

•નવસારીને સ્વચ્છ અને હરિયાળું ગ્રીન સિટી બનાવવું

•આવાસ યોજનાઓ દ્વારા ઝૂંપડપટ્ટી મુક્ત શહેર તરફ આગળ વધવું

કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે નવી મહાનગરપાલિકા હોવાને કારણે હાલ સ્ટાફ અને કર્મચારીઓની અછત છે, પરંતુ વહેલી તકે ભરતી પ્રક્રિયા હાથ ધરી જરૂરી મેનપાવર ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી શહેરના વિકાસ કાર્યોમાં કોઈ અવરોધ ન આવે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી શકે.

Related post

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરે છે

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી…

SIR અને ચૂંટણી પંચના મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, ‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ’ હોવાનો ભાજપનો આક્ષેપ SIR…
૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *