વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા અને વિજ્ઞાનની પાછળના રહસ્યોને ઉજાગર કરવાના હેતુથી યોજાયો અમદાવાદ સાયન્સસીટીનો દેગામ હાઈસ્કૂલના બાળ વિજ્ઞાનિકો શૈક્ષણિક પ્રવાસ

વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા અને વિજ્ઞાનની પાછળના રહસ્યોને ઉજાગર કરવાના હેતુથી યોજાયો અમદાવાદ સાયન્સસીટીનો દેગામ હાઈસ્કૂલના બાળ વિજ્ઞાનિકો શૈક્ષણિક પ્રવાસ

“વિજ્ઞાન અને ટેક્નોલોજીની મદદથી આજે આપણે અશ્ક્ય બાબતોને પણ શક્ય બનાવી શક્યા છીએ… જેમકે કોમ્પ્યુટર, રોબોટ, ટી.વી.,સ્માટ મોબાઇલ,શરીરના વિવિધ અંગોનુ પ્રત્યારોપણ, અન્ય ગ્રહો પર જીવનની શોધ, વિમાન, સ્પેસ સાયન્સ વગેરે વગેરે અનેક બાબતો. નવસારી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી તાજેતરમાં ભીમભાઇ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ ટ્રસ્ટ દેગામ સંચાલિત બી.બી.દેસાઈ હાઈસ્કૂલ દેગામના બાલવિજ્ઞાનિકોએ અમદાવાદ સાયન્સ સીટીની શૈક્ષણિક મુલાકત લેવામાં આવી હતી.

આ સમગ્ર મુલાકાત દરમિયાન લોક વિજ્ઞાન કેન્દ્ર નવસારીના સંયોજક મિહિર અને દિવ્યકાંતભાઈ દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાના ધો 10 ના 46 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકોએ સાયન્સસીટીની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. જેના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત હતા. અહીં બાળકોએ રોબોટિક ગેલેરી,એકવાટિક ગેલેરી, થ્રિલ રાઇડ,નેચર પાર્ક,હોલ ઓફ સ્પેસ, હોલ ઓફ સાયન્સ, એમ્ફિથિયેટર, મિશન ટુ માર્શ અને IMAX થિએટેરમાં હબલ 3D મુવી જેવા આકષૅણો નિહાળ્યા હતા.એકવાટિક ગેલેરીમાં વિવિધ જળચર જીવો વિશે માહિતી મેળવી અને રોબોટિક ગેલેરીમાં વિવિધ પ્રકારના રોબોટ નિહાળ્યા હતા.

જેમાં રોબોટ દ્વારા કઈ રીતે આગામી સમયમાં સજૅરી થઈ શકશે તે નિહાળ્યું. ત્યારબાદ હોટલમાં, રમત-ગમતમા, મોલમાં,ખેતી ક્ષેત્રે, ઘરનાં કામકાજમાં કઇ રીતે રોબોટ કાયૅ કરી શકે તેનું પ્રત્યક્ષ નિદશૅન નિહાળવામાં આવ્યું હતું. હોલ ઓફ સ્પેસમા સુર્ય મંડળના તમામ ગ્રહોને મોટા LED સ્ક્રીન પર નિહાળી આપણી પૃથ્વી કેટલી સુંદર છે અને એક્માત્ર જીવસૃષ્ટિ ધરાવતો ગ્રહ હોય એનું રક્ષણ કરવુ એ આપણી સૌની ફરજ છે.

અમદાવાદ સાયન્સસીટી પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો અને વિજ્ઞાનની પાછળના રહસ્યોને ઉજાગર કરવાનો છે.અમદાવાદ સાયન્સ સિટીની મુલાકાતનો અનુભવ બાળકો માટે રોમાંચક અને યાદગાર રહ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી નવસારી,જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, નવસારી, ગુજરાત સાયન્સ સીટી અમદાવાદ ખુબ જ મહત્વનો તેમજ વિદ્યાર્થીઓમા વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણ અભિગમ કેળવાય એ હેતુસર યોજાયેલ ખુબ જ રોમાંચક આકર્ષિત શૈક્ષણિક પ્રવાસનું અયોજન કરાયું હતું.

આ પ્રવાસના સુચારૂ અમલીકરણ સહિત માટે વિજ્ઞાન શિક્ષિકા સુનિતાબેન, નેહીબેન અને ચંદ્રકાંતભાઈ અને રાકેશભાઈ દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આચાર્ય રાકેશભાઈ અને વ્યવસ્થાપક સમિતિ દ્વારા બાળકોના વિજ્ઞાનિક અભિગમમ વિસાવવા બદલ તથા સફળ શૈક્ષણિક પ્રવાસ યોજવા બદલ સમગ્ર શાળા પરિવાર અભિનંદનને પાત્ર છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *