કેન્દ્રીય જળ શકિત મંત્રી સી.આર.પાટીલના વરદ હસ્તે નવસારી જિલ્લામાં રૂપિયા 238 કરોડના ખર્ચે વિવિધ રસ્તા અને મકાનોના કામોનાં ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું

કેન્દ્રીય જળ શકિત મંત્રી સી.આર.પાટીલના વરદ હસ્તે નવસારી જિલ્લામાં રૂપિયા 238 કરોડના ખર્ચે વિવિધ રસ્તા અને મકાનોના કામોનાં ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું

આજરોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ટાંકલ પ્રાથમિક શાળા ખાતે ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ હસ્તકના નવસારી જિલ્લાના વિવિધ રસ્તા અને મકાનોના કામોનાં ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ કેન્દ્રીય જલ શકિત મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને તથા વિવિધ પદાધિકારીઓ,અધિકારીઓની ઉપસ્થિતીમાં યોજાયો હતો.

કાર્યક્રમમાં કેન્દ્રીય જલ શકિત મંત્રી સી.આર.પાટીલે અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ડબલ એન્જીન સરકાર સાથે ત્રીજુ એન્જીન એટલે જાહેર જનતા. જાહેર જનતા જે કામમાં જોડાઇ છે તે કામને સફળ બનાવે છે. સંયુક્ત પ્રયાસના સારા પરિણમો મળતા હોય છે. જેના કારણે આપણા વિસ્તાર થી લઇ દેશ સુધી વિકાસ થાય છે. વધુમાં તેમણે ગુજરાત એક એવુ રાજ્ય છે જ્યા સરકાર સાથે લોકો કામમા ભાગીદાર બની રાજ્યના વિકાસનુ કારણ બને છે એમ જણાવી લોકોની સક્રિયતાને બીરદાવી હતી.

મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરેલ કામોની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે, આદિવાસી દિકરા દિકરીઓના ટેલેન્ટનો ઉપયોગ દેશના વિકાસમાં થાય તે માટે આયોજન પુર્વક વિવિધ શાળા કોલજો આદિવાસી વિસ્તારમાં ઉભી કરી છે જેના કારણે વિદ્યાર્થીઓએ એક પણ રૂપિયો ખર્ચ ન કરવો પડે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. તેમણે નવસારી જિલ્લામાં આજે 238 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહુર્ત થકી જિલ્લાની પ્રગતિ થશે એમ જણાવી ફોરલેન રોડના કારણે અકસ્માત નિવારણ થવાની સાથે આપણા વિસ્તારના વિકાસમાં ઉપયોગી બનશે એમ ખાત્રી દર્શાવી હતી.

તેમણે વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં ‘જન્મભુમીથી કર્મભુમી સુધી’ સુત્ર સાથે રેઇનવોટર હાર્વેસ્ટ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ રાજ્યોમાં હાથ ધરેલ કામોની જાણકારી આપી નવસારી જિલ્લામાં રેઇનવોટર હાર્વેસ્ટના કામોની સરાહના કરી હતી. મંત્રીએ આગામી 5 વર્ષમાં પાણીની કોઇ સમસ્યા ન થાય તે માટે નવીનતમ ટેકનોલોજી, જમીન પુથ્થકરણ કરી પાણીની બચત અને પાકમા નવીનતા જેવી કામગીરી થકી સૌને રેઇનવોટર હાર્વેસ્ટમાં સહભાગી થવા જણાવ્યું હતું. અંતે મંત્રીશ્રીએ ‘પાણીની બચત કરવાની ટેવ પાડો’ એમ મીઠી ટકોર ઉપસ્થિત સૌને કરી હતી.

ધારાસભ્ય નરેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં સાયન્સ કોલેજ,આશ્રમ શાળા, વિવિધ વિસ્તારને જોડતા રોડ જેવા અનેક વિકાસના કામો સફળતાપૂર્વક પુરા થયા છે. આવનાર સમયમાં લોકોની સમસ્યાના નિવારણરૂપ ચાર માર્ગીય રસ્તાઓ મંજૂર થયા છે.આજે 238 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહુર્ત આજે કર્યું છે જેના માટે આપણે સૌએ સરકારનો આભાર વ્યક્ત કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે તક્તી અનાવરણ કરી લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાયું હતું.કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના કા.પા.ઇ મનીષ પટેલે સ્વાગત પ્રવચન મારફત સૌને આવકારી ખાતમુહુર્ત અને લોકાર્પણ અંગે વિગતવાર જાણકારી આપી હતી.

આ પ્રસંગે વલસાડ-ડાંગ લોકસભા દંડક અને સંસદસભ્ય ધવલભાઈ પટેલ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે,જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા તથા જિલ્લા તાલુકાના વિવિધ પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ખાતમુહુર્ત તેમજ લોકાર્પણ કામોની વિગત

• સણવલ્લા ટાંકલ રાનકુવા રૂપલા કરંજવેરી ચારમાર્ગીય રોડ કિ.મી. ૦/૦ થી ૩૮/૪

• નવસારી જિલ્લામાં આવેલ સણવલ્લા ટાંકલ રાનકુવા રૂમલા કરંજવેરી રસ્તાને ૧૦.૦ મીટર પહોળાઈમાંથી ચારમાર્ગીય કરવાની તથા ૪ મેજર બ્રિજ, ૯ માઈનોર બિજ, અને નાના સ્ટ્રકચરને પહોળા કરવાની કામગીરી માટે ₹ ૧૪૦.૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. કામગીરી શરૂ થનાર છે.

• કન્સ્ટ્રકશન ઓફ સી.સી.રોડ ઓન બીલીમોરા ચીખલી વાંસદા વથઈ રોડ કિ.મી. ૯/૦ થી ૫૯/૬ (વ.સે. કિ.મી.૧૧/૦ થી ૧૭/૦ ડાબી બાજુ અને જમણી બાજુ) તા. ચીખલી

• નવસારી જિલ્લામાં આવેલ બીલીમોરા ચીખલી વાંસદા વઘઈ રોડ કિ.મી. ૯/૦ થી ૫૯/૬ (વ.સે. કિ.મી.૧૧/૦ થી ૧૭/૦ જિ. નવસારી સી.સી. રોડ કરવાની કામગીરી માટે ₹ ૨૬.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

• સદર કામમાં સી.સી.રોડની કામગીરીમાં ડી.એલ.સી.૧૫૦.૦૦ એમએમ, પી.ક્યુ.સી. ૨૭૦.૦૦ એમએમ અને રોડ ફર્નિચર કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. કામગીરી શરૂ થનાર છે.

• સ્ટ્રેન્થેનીંગ ઓફ બીલીમોરા ચીખલી વાંસદા વલઈ રોડ કિ.મી. ૯/૦ થી ૫૯/૬ (વ.સે. કિ.મી. ૯/૦ થી ૧૧/૦ અને ૧૭/૦ થી ૨૩/૬) તા. ચીખલી

• નવસારી જિલ્લામાં આવેલ બીલીમોરા ચીખલી વાંસદા વધઈ રોડ કિ.મી. ૯/૦ થી ૫૯/૬ (વ.સે. કિ.મી.૧૧/૦ થી ૧૭/૦ જિ.નવસારી સ્ટ્રેન્ધનીંગની કરવાની કામગીરી માટે ₹ ૫.૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

• સદર કામમાં સ્ટ્રેન્ધનીંગની કામગીરીમાં બી.સી.૩૦.૦૦ એમએમ અને રોડ ફર્નિચર કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. કામગીરી શરૂ થનાર છે.

• કન્સ્ટ્રકશન ઓફ સાયન્સ કોલેજ ખેરગામ તા. ખેરગામ જિ. નવસારી

• નવસારી જિલ્લામાં આવેલ સાયન્ય કોલેજ ખેરગામ તા. ખેરગામ જિ.નવસારી સદર મકાન આર.સી.સી. કેમ સ્ટ્રકચર ગ્રાઉન્ડ કોલમ, બીમ, સ્લેબ સાથે બાંધકામ કરવામાં આવશે. સદર કામની કામગીરી માટે ₹ ૨૨.૯૩ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. જેમાં ગ્રાઉન્ડ ફલોર – ૨૦૧૭.૦૦ ચો.મી., ફર્સ્ટ ફલોર- ૨૧૧૮.૦૦ ચો.મી., સેકન્ડ ફલોર -૨૧૧૮.૦૦ ચો.મી., સ્ટેર કેબિન- ૭૦.૦૦ ચો.મી. જોગવાઈ કરવામાં આવેલ છે. કામગીરી શરૂ થનાર છે.

• કન્સ્ટ્રકશન ઓફ ન્યુ ગવર્મેન્ટ આદર્શ નિવાસી શાળા,ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડિંગ એન્ડ ડાઈનિંગ હૉલ (૩૨૦ કેપેસિટી) એટ બહેજ તા. ખેરગામ જિ. નવસારી.

• નવસારી જિલ્લામાં આવેલ ન્યુ ગવર્મેન્ટ આદર્શ નિવાસી શાળા, ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડિંગ એન્ડ ડાઈનિંગ હૉલ (૩૨૦ કેપેસિટી) એટ બહેજ તા. ખેરગામ જિ. નવસારી. સદર મકાન આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચર સાથે બાંધકામ કરવામાં આવશે. સદર કામની કામગીરી । માટે ₹ ૨૨.૫૫ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. જેમાં માં સ્કૂલ સ્કૂલ બિહિડંગ, હોસ્ટેલ બિલ્ડિંગ અને કિચન એન્ડ ડાઈનિંગ હૉલ એમ ત્રણ અલગ અલગ બિલ્ડિંગની જોગવાઈ કરવામાં આવેલ છે.

• કામગીરી શરૂ થનાર છે. સ્ટ્રેન્ટનીંગ ઓફ આલીપોર દેગામ ચાસા ટાંકલ રોડ કિ.મી. ૦/૦ થી ૧૦/૯૫૦ તા. ચીખલી

• નવસારી જિલ્લામાં આવેલ આલીપોર દેગામ ચાસા ટાંકલ રોડ કિ.મી. ૦/૦ થી ૧૦/૯૫૦ જિ. નવસારી સ્ટ્રેન્ધનીંગની કરવાની કામગીરી માટે ₹ ૯.૦૫ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

• સદર કામમાં સ્ટ્રેન્ધનીંગની કામગીરીમાં બી.એમ. ૫૦.૦૦ એમએમ, એસ.ડી.બી.સી. ૨૫.૦૦ એમએમ અને રોડ ફર્નિચર કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

• સ્ટ્રેન્જનીંગ ઓફ ખારેલ ટાંકલ બોંડવાંક ધોલીકુવા રોડ કિ.મી. ૦/૦ થી ૧૯/૬ (સેકશન કિ.મી.૭/૨ થી ૧૯/૬ તા. ચીખલી

• નવસારી જિલ્લામાં આવેલ ખારેલ ટાંકલ બોંડવાંક ધોલીકુવા રોડ કિ.મી.૦/૦ થી ૧૯/૬ (સેકશન કિ.મી.૭/૨ થી ૧૯/૬ તા. ચીખલી જિ. નવસારી સ્ટ્રેન્ધનીંગની કરવાની કામગીરી માટે ₹ ૧૨.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

• સદર કામમાં સ્ટ્રેન્ધનીંગની કામગીરીમાં ડી.બી.એમ. ૫૦,૦૦ એમએમ,એસ.ડી.બી.સી. ૩૦.૦૦ એમએમ, આસ્ફાલ્ટ પેઈન્ટીંગ, સી.ડી.વર્ક અને રોડ ફર્નિચર કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ડબલ એન્જીન સરકાર સાથે ત્રીજુ એન્જીન એટલે જાહેર જનતા કેન્દ્રીય જળ શકિત મંત્રી સી.આર.પાટીલ

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *