સરકારી કચેરીઓના ૨૦૦ મીટરની હદમાં જાહેરમાં ધરણા- ઉપવાસ કરવા પર પ્રતિબંધ

સરકારી કચેરીઓના ૨૦૦ મીટરની હદમાં જાહેરમાં ધરણા- ઉપવાસ કરવા પર પ્રતિબંધ

ગુજરાત રાજયમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધરણા/ઉપવાસ પર બિનપરવાનગીથી બેસવાની દુર્ઘટના વારંવાર બનવા પામી છે. નવસારી જિલ્લામાં પણ નાગરિકો પોતાની માંગણી, રજૂઆત તરફ ધ્યાન ખેચવા માટે અથવા તો ચોકકસ ઇરાદાથી જિલ્લા સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા સંકળાયેલ મુખ્ય રોડ ઉપર પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ભુખ હડતાલનું ચિંતુ અને મનસ્વી આયોજન કરી કચેરીમાં તેમજ જાહેરમાર્ગો પર બાધા સર્જે છે. જેના પરિણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્ય જનતા માટે દુવિધા સર્જાય છે.

           નવસારી જિલ્લામાં જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોચે અને લોકોમાં સંવાદિતા જળવાય તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જોષીએ એક જાહેરનામાં દ્વારા મળેલી સત્તાની રૂએ નવસારી કલેકટર અને મેજીસ્ટ્રેટની કચેરી, જિલ્લાની તમામ પ્રાંત કચેરીઓ તથા નવસારી જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષક નવસારી કચેરી તથા પોલીસ સ્ટેશનના કંપાઉન્ડ તથા તાલુકા ખાતે આવેલી તાલુકા મામલતદાર ની કચેરી, તાલુકા વિકાસ અધિકારી ની કચેરી, પોલીસ સ્ટેશનના કંપાઉન્ડ તેમજ કંપાઉન્ડ બહારની ૨૦૦ મીટરની ત્રિજયાના હદ વિસ્તારમાં પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ધરણા/ભુખ હડતાલ ઉપર બેસવા કે ચાર કરતા વધુ માણસો ભેગા થવા સભા/સરઘસ કરવા પર તાત્કાલિક અસરથી તા.૧૭/૦૩/૨૦૨૩ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
શેરબજારમાં હોળીની ઉજવણીમાં ઘટાડો જોવા મળ્યો, મધ્ય પૂર્વના તણાવને કારણે સેન્સેક્સ 1,539 પોઈન્ટ ઘટ્યો અને નિફ્ટી પણ તૂટી પડ્યો

શેરબજારમાં હોળીની ઉજવણીમાં ઘટાડો જોવા મળ્યો, મધ્ય પૂર્વના તણાવને…

ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓએ સમગ્ર મધ્ય પૂર્વને સંપૂર્ણ યુદ્ધમાં ધકેલી દીધું છે. મોટા હુમલાઓએ રોકાણકારોને ચિંતામાં મૂકી દીધા છે.…
“ટોક્સિક” ના નિર્માતાઓ ધુરંધર 2 ની બોક્સ ઓફિસ સ્પર્ધાથી ચિંતિત છે? રિલીઝ તારીખ એક મહિનો આગળ ધપાવવામાં આવી

“ટોક્સિક” ના નિર્માતાઓ ધુરંધર 2 ની બોક્સ ઓફિસ સ્પર્ધાથી…

યશની ફિલ્મ “ટોક્સિક” ની રિલીઝ તારીખ એક મહિના આગળ વધારવામાં આવી છે. “ટોક્સિક” હવે 4 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે, જે “ધુરંધર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *