
જામનગરના તમાચાણ ગામે રમતા રમતા બોરવેલમાં પડતા ’રોશની’ બુઝાઈ ગઈ: 20 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ બહાર મૃતદેહ કઢાયો
- Uncategorized
- June 4, 2023
- No Comment
ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના તમાચણ ગામે વાડીમાં ગતરોજ રમતા રમતા બોરવેલમાં એક બાળકી પડી ગઈ હતી. જેની જાણ વહિવટીતંત્ર,ફાયર બ્રિગેડ તેમજ ગ્રામજનો અને 108 ટીમ ધ્વારા બાળકી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. આ બાળકી બચાવકાર્યમાં વડોદરા એન.ડી.આર.એફ ટીમ પહોંચી મોરચો સંભાળ્યો હતો.
આ રેસ્ક્યુ ઓપરેશન માટે બાળકી જે બોરવેલ પડી ફસાઈ ગઈ હતી. તેની બાજુમાં ખોદકામ કરી બીજો ખાડો કરી બચાવ કાર્ય શરૂ પરતું એન.ડી.આર.એફ ટીમ પહોંચ તે પહેલ 11 કલાક ઉપર સમય વતી ગયો હતો. તો બીજીતરફ રાજુલાના મહેશભાઈ આહીર રોબોટ રેસ્ક્યુ માટે પહોંચ્યા હતા. પરંતુ બોરવેલ સાઈઝ તથા રોબોટની સાઈઝ સરખી હતી.
બાદમાં રોબોટ મોડી ફાઈડ કરતા પાંચ કલાક સમય બાદ પાંચ ઈંચ બનાવ્યો હતો. સતત ઓક્સિજન પણ બાળકી આપવામાં આવી રહ્યો હતો. રોબોટ તથા એન.ડી.આર.એફ મદદથી બાળકીને ઉપર ખેંચી હતી. પરંતુ દુર્ભાગ્યવશ પાંચ ફુટ ઉપર ફસાઈ ગઈ હતી.
બોરવેલની બાજુમાં ખાડો ખોદી બાળકીને બહાર કઢાઈ
બાળકીને બચાવવા માટે બોરની નજીક જેસીબીથી ખાડો કરવામાં આવ્યો હતો. એનડીઆરએફની ટીમ, ફાયરના જવાનો અને સેવાભાવી લોકો કામગીરીમાં જોડાયા હતા અને અંતે જમીનમાં જે ખાડો કરવામાં આવ્યો હતો તેનાથી સાત ફૂટ બોર તરફ બીજો ખાડો કરીને અઢી વર્ષની બાળકી રોશનીને બહાર કાઢવામાં આવી હતી. 21 કલાકની મહામહેનત બાદ બાળકીને બોરમાંથી બહાર કાઢવામાં આવી હતી જોકે બાળકીનું મૃત્યુ થઈ ગયું હતું.
રમતાં રમતાં બાળકોએ બોરવેલ પરથી પથ્થરને હટાવી નાખ્યોઃવાડી માલિક
તમાચણ ગામમાં જે વાડીના બોરમાં અઢી વર્ષની બાળકી ફસાઈ હતી તે વાડી માલિક ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, વાડીમાં બોર ખુલ્લો ન હતો તેને પથ્થરથી ઢાંકવામાં આવ્યો હતો, જોકે, પાંચથી છ નાનાં બાળકોએ રમતાં રમતાં પથ્થરને હટાવી નાખ્યો હતો. ત્યારબાદ અઢી વર્ષની બાળકી બોરમાં પડી ગઈ હતી.
રોશની જિંદગી સામે જંગ હારી
જામનગરના તમાચણ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોરવેલમાં રમતા પડી ફસાઈ ગયેલ માસુમ બાળકીને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.બાળકીને બહાર કાઢી ને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. પરંતુ દુર્ભાગ્યવશ 21 કલાકની જહેમત બાદ પણ બાળકીને બચાવી શકાઈ ન હતી. આજે વહેલી સવારે 5.45 વાગ્યાની આસપાસ 3 વર્ષની માસુમ બાળકી રોશનીનો મૃતદેહ બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જેના લીધે બાળકના માતા-પિતા અને પરિવારજનોના રૂદનથી વાતાવરણમાં ગમગીની ફેલાઇ હતી.