
જામનગર ના તમાચણ ગામે બાળકી બોરવેલમાં પડી: બાળકી બચાવવા રેસ્કયુ ઓપરેશન શરૂ કરાયું
- Uncategorized
- June 3, 2023
- No Comment
જામનગરના તમાચણ ગામે વાડી વિસ્તારમાં રમતાં-રમતાં બાળકી અકસ્માતે બોરવેલ પડી ગઈ હતી. કેમેરા સાથે ફાયરની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે. બાળકી બોરવેલમાં પડી હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. વહીવટીતંત્ર આ બનાવની જાણ મામલતદાર પરીક્ષીત પરમાર તેમજ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એન. પાન્ડયનને સહિતા ફાયર બ્રિગેડ જવાનો ધટના સ્થળ ઉપર પહોંચી બાળકી બચાવવા તમામ પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે પ્રાપ્ત વિગતો મુજબ અઢી વર્ષનું માસુમ બાળકી ખુલ્લા બોરવેલમાં ફસાઇ છે. જેને લઈ હવે ફાયર સહીત રેસક્યુ ટીમ દ્વારા રેસક્યુ કામગીરી હાથ ધરાઇ છે.
ખેતમજૂરી કરતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી એવા શ્રમિક પરિવારની બાળકી સવારે 10 વાગ્યે બોરવેલમાં પડી ગઈ હતી. અકસ્માતે રમતાં-રમતાં બાળકી પડી ગઈ હતી. કેમેરા સાથે ફાયરની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે. હાલ બાળકી અંદાજે
બોરની અંદર 20 થી 25 ફૂટ નીચે છે. બાળકના હાથ દેખાઈ રહ્યા છે. ઓક્સિજનની આપવાની પણ કાર્યવાહી ચાલુ છે. બોરવેલની સાઈડમાં ખોદકામ ચાલુ કરવામાં આવ્યું છે.
જામનગરના તમાચણ ગામે વાડી વિસ્તારમાં બાળકી બોરવેલમાં હાલમાં તંત્ર દ્વારા રેસ્ક્યૂ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે હાલ બોરવેલમાંથી બાળકીના રડવાનો અવાજ આવી રહ્યો છે, આ તરફ ફાયર વિભાગની ટીમે બાળકીનું રેસ્ક્યૂ શરૂ કર્યું છે.
જેસીબીની મદદથી ખોદકામ શરૂ કરાયું
રેસ્ક્યુ માટે NDRFની ટીમ પણ રવાના થઈ ગઈ છે. તેમજ આર્મીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી બચાવ કામાગીરી શરૂ કરી છે. આ ઉપરાંત 108ની ટીમ ફાયરબ્રિગેડની ટીમ, પોલીસ જવાનો અને આસપાસનાં ગ્રામજનોએ બચાવ કામગીરી શરૂ કરી છે. જેસીબીની મદદથી બોરવેલની બાજુમાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. આશરે 7 ફૂટ સુધીનું ખોદકામ હાલ સુધી કરાયું છે.
બચાવ કાર્ય શરૂ
સમગ્ર મામલે હવે ટીમો દ્વારા બચાવકાર્ય શરૂ કર્યું છે. JCB ની કેપેસિટી પૂરી થઈ જતા હિટાચીને બોલાવામાં આવ્યું છે. આ સાથે આર્મી ટીમ ઘટના સ્થળે આવવા રવાના થઇ ગઈ છે. મહત્વનું છે કે, બોરની ઉંડાઇ 250 ફૂટની છે જેમાં બાળકી 20 થી 25 ફૂટે ફસાઇ છે.
રોબોટ લઇ રેસ્ક્યુ માટે કવાયત
જામનગરના તમાચાણ ગામે ખુલ્લા બોરવેલમાં બાળકી પડી ગયા બાદ હવે રાજુલાના મહેશભાઈ આહીર રોબોટ લઇ રેસ્ક્યુ માટે પહોંચ્યા છે. આ તરફ રોબોટથી બાળકીને બચાવી શકાય પણ દોરીનું વિઘ્ન આવ્યું છે. મહત્વનું છે કે, બાળકીને દોરી બાંધેલ હોવાથી રોબોટ થી બચાવ કાર્ય મુશ્કેલ બન્યું છે
આની સાથે-સાથે તંત્રમાં ગ્રામીણ વિસ્તારોમાં ખુલ્લા બોર અંગે પણ અભિયાન હાથ ધર્યુ છે. તંત્રએ વિનંતી કરી છે કે મહેરબાની કરીને કામ ન હોય તેવા ખુલ્લા બોર કે કૂવામાં ઉપર મજબૂત ઢાંકણુ ફિટ કરવામાં આવે, જેમ ગટરની ઉપર ઢાંકણુ હોય છે. જેથી આવા ખુલ્લા બોરવેલ કે કુવામાં નાના બાળકો કે કોઈ પણ પ પડી ના જાય