સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં ચાલી રહેલા ટોયલેટ બ્લોકના બાંધકામને આજે બપોરે નવસારી મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા અચાનક અટકાવવામાં આવતા મામલો ગરમાયો હતો.

શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા માટે નવા ટોયલેટ બ્લોક બનાવવા માટે પાયા ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, બપોરના સમયે મહાનગરપાલિકાના અધિકારીઓ અને દબાણ વિભાગના સ્ટાફ ભારે વાહનો સાથે શાળા પરિસરમાં પ્રવેશ્યા અને બાંધકામ અટકાવી કન્સ્ટ્રક્શન સામાન જપ્ત કરવાની તૈયારી કરતાં શાળા સંચાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

કમિશનરના મૌખિક આદેશથી કામગીરી અટકાવવાનો આક્ષેપ

શાળા સંચાલકોનો આક્ષેપ છે કે પાલિકાના અધિકારીઓએ કોઈ લેખિત નોટિસ કે આદેશ વગર માત્ર કમિશનરના મૌખિક આદેશના હવાલા આપીને બાંધકામ રોક્યું છે.આ ઘટનાથી શાળામાં ભયનું વાતાવરણ સર્જાયું હોવાનું પણ સંચાલકોનું કહેવું છે.

શું છે સમગ્ર મામલો?

શાળાના પ્રિન્સિપાલ અતુલ ગજેરાએ જણાવ્યું કે, શાળાના ખાનગી પ્રીમાઈસીસમાં વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને નવા શૌચાલય બ્લોકનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ માત્ર પાયા ખોદવાની કામગીરી જ ચાલી રહી હતી. શાળામાં આશરે 2000 દીકરીઓ અને 2000 દીકરાઓ એમ કુલ 4000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં હાલના ટોયલેટ બ્લોક પૂરતા નથી.

આ દરમિયાન અચાનક પાલિકાના અધિકારીઓ સાથે લગભગ 25 જેટલા લોકોનું ટોળું ભારે વાહનો સાથે શાળામાં ધસી આવતા બાળકો અને સ્ટાફમાં ડર ફેલાયો હોવાનું શાળા સંચાલકોનું કહેવું છે. શાળાના સંચાલકોનો દાવો છે કે પાછળ આવેલા એપાર્ટમેન્ટના 3 થી 4 રહીશોની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

શાળા સંચાલકોએ જણાવ્યું કે ખાનગી જમીનમાં બાંધકામ કરવાનો અમારો અધિકાર છે, છતાં અમને જગ્યા બદલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં, અમે તમામ કાયદાકીય નિયમોનું પાલન કરવા અને વહીવટી તંત્રને સહયોગ આપવા તૈયાર છીએ. મૌખિક આદેશના આધારે કામ અટકાવવું યોગ્ય નથી, તેથી અમે જરૂરી પરવાનગીઓ અને કાયદાકીય પાસાઓની તપાસ કરીને આગળની કાર્યવાહી કરીશું.

પાલિકાનો પક્ષ શું કહે છે?

આ મામલે નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ગૌરવ વસાણીએ જણાવ્યું કે, “આ બાંધકામ અંગે અમને લેખિતમાં અરજી મળી હતી. જેના આધારે શાળામાં જઈ કામગીરી અટકાવવા માટે સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં શાળા સંચાલક મંડળ દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતા દબાણ વિભાગનો સ્ટાફ મોકલીને કામ અટકાવવામાં આવ્યું છે. જો શાળા સંચાલકો કાયદેસરની પરવાનગી માટે અરજી કરશે તો નિયમ અનુસાર પરવાનગી આપવા અમે બંધાયેલા છીએ.”

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *