
રાજય સરકારના વન વિભાગ ધ્વારા સમ્રગ રાજ્યભરમાં દિપડાઓનો વસ્તી અંદાજ તેમજ વન્યપ્રાણીઓની ગણતરી યોજાઇ:નવસારી જિલ્લામાં પણ દીપડા ગણતરી અંદાજ તેમજ તૃણભક્ષી પ્રાણીની ગણતરી અંદાજ કામગીરી કરાઈ
- Local News
- May 9, 2023
- No Comment
ગુજરાતવન વિભાગ દ્વારા રાજ્યમાં દર પાંચ વર્ષે વન્યજીવોની ગણતરી કરવામાં આવે છે. જેમાં રીંછ, દિપડા, ઝરખ અને જંગલી બિલાડી, શિયાળ, નોળિયા વિગેરે અને તેમજ તૃણાહારી પ્રાણીઓનો હરણ,નીલગાય,હનુમાન લંગુર લંગુર વિગેરે સમાવેશ થાય છે. પૂર્ણિમાના દિવસથી એક દિવસ અગાઉ અને પૂર્ણિમાના એક દિવસ પછી એમ ત્રણ દિવસ ગણતરી કરવામાં આવશે.
વન્ય વિસ્તારમાં કે ગ્રામ્ય વિસ્તાર વન્ય પ્રાણીઓની સંખ્યા જાણવા માટે ગણતરી હાથ ધરવામાં આવે છે. છેલ્લે 2016માં વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી (અંદાજ) યોજાયો હતો.
કોરોનાકાળમાં આ ગણતરી થઈ શકી ન હતી. છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2016માં થઈ હતી. જેનાં 5 વર્ષ ઉપર પુર્ણ થતા આવર્ષે મે માસની 5મી મે થી 8મી મેના રોજ વન્યજીવો ની ગણતરી યોજાય હતી.
નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો સામાજિક વનીકરણ વિભાગ નવસારીની સુપા રેન્જમાં આવતા નવસારી તાલુકા અને જલાલપોર તાલુકાના અને ગણદેવી તાલુકામાં ગણદેવી રેન્જ આવતા ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારમાં વનવિભાગની 29 ટીમો દ્વારા દીપડાની ગણતરી અંદાજ તેમજ તૃણભક્ષી પ્રાણીઓની ગણતરી પૂર્ણ કરાઈ છે. રાજ્યમાં તારીખ 5 થી 7 મે સુધી વન્યપ્રાણી દીપડાની ગણતરી શરૂ કરવામાં આવી હતી.તેમજ 8 મે ના રોજ તૃણાહારી પ્રાણીઓ ગણતરી કરવામાં આવી હતી.
જેમાં નવસારી જિલ્લાના નવસારી,જલાલપોર તેમજ ગણદેવી તાલુકામાં આવી હતી. નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ નવસારી વનવિભાગના ડી.સી.એફ. ભાવનાબેન દેસાઈ ના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં કરવામાં આવી હતી.

નવસારી જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગ સુપા રેન્જના નવસારી તાલુકા અને જલાલપોર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 23 પોઈન્ટ જેવા કે કુરેલ, ગુરુકુલસુપા, નસીલપોર, બોદાલી, મછાડ,દિપલા, પરસોલી,સિસોદ્રા વિગેરે તેમજ ગણદેવી તાલુકાના ગણદેવી રેન્જના 6 પોઈન્ટ જેવા કે નાંદરખા,વેગામ વગલવાડા, ખેરગામ, કોલવા,ધનોરી આશ્રમ શાળા તેમજ ઉડાચ વિસ્તારોમાં ગણતરી કરવા બાબતે અગાઉ ડી.સી.એફ. દ્વારા બેઠકો કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમજ ઈ.ચા એ.સી એફ પી.બી.પાટીલે દિપડા તેમજ તૃણાહારી પ્રાણીઓ ગણતરીમાં પોતાના અનુભવો સ્ટાફ તથા એન.જી.ઓ આપ્યા હતા. નવસારી જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગના નવસારી,જલાલપોર તેમજ ગણદેવી તાલુકા વિસ્તારમાં જ્યાં જંયાં દીપડા જોવા મળી રહ્યા છે. તેવા વિસ્તારોમાં ગણતરીમાં તેના આધારે 29 પોઈન્ટ નક્કી કરી ગણતરી કરવામાં આવી હતી. જ્યાં દીપડાના સગળ મળે કે જોવા મળે વિસ્તારમાંં તેના આધારે દીપડાની સંખ્યા અંદાજ નક્કી કરવામાં આવશે.
આ ઉપરાંત દીપડો નર,માદા કે બચ્ચા કેટલી ઉમરનો છે તેનો અંદાજ પણ કરવામાં આવે છે. દીપડાઓ છે કે કેમ તેના માટે જે તે વિસ્તાર જેવા કે ખેતર કે વાડી તેમજ ગ્રામ્ય વિસ્તાર માટી કાચા રસ્તા તેમજ નદી કિનારે કે અન્ય વિસ્તારમાં પસાર થતા પંજાના નિશાન,મળ ત્યાગ તેમજ વૃક્ષો ઉપર નોહોર નિશાન કરતા હોય છે તે જરૂરી પુરાવા એકત્રિત મેળવા માટે જેવા કે પી.ઓ.પી. કે ડ્રોઈગ કરી દિપડા પંજા છે કે અન્ય પ્રાણીઓના જેના આધારે નક્કી થાય દીપડો છે કે નહી જેની ચકાસણી કરવા માટે વન વિભાગ કર્મચારીઓ તેમજ એન.જી.ઓ ના સ્વયંસેવકો જીપીએસ સાથે ફોટોગ્રાફી મદદ લેવાઈ હતી.

ગત શુક્રવાર થી રવિવારના દિન સવાર સુધી દીપડાની વસ્તીગણતરી અંદાજ મેળવવાની કામગીરી સાંજે પાંચ થી સવારે છ વાગ્યા સુધી બે દિવસમાં પૂર્ણ કરવામાં આવી છે.
ગતરોજ સોમવારે તૃણભક્ષીની ગણતરી પૂર્ણ કરવામાં આવી
નવસારી જિલ્લામાં સુપા રેન્જ તથા ગણદેવી રેન્જ આવતા ગામોમાં દેખાતા એવા તૃણભક્ષી પ્રાણીઓ જેવા કે ઝરખ, ઘુવડ, જંગલ કેટ, સાહુડી,અને જંગલી ભૂંડ,હનુમાન લંગુર તેમજ મોર સહિતની અન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી હતી. ગ્રામ્ય અનેક વિસ્તારોમાં વન્યપ્રાણીઓ જોવા મળી રહ્યા છે તેવા 29 પોઈન્ટ ઉપર કરવામાં આવી હતી.
આ કામગીરીમાં નવસારી સામાજિક વનીકરણ વિભાગના ડી.સી.એફ.ભાવનાબેન દેસાઈ, ઈ.ચા એ.સી.એફ પી.બી પાટીલ ,આર.એફ.ઓ હિના બેન પટેલ તેમજ આર.એફ.ઓ છાયા બેન પટેલ અને ફોરેસ્ટર,ગાર્ડ તેમજ નવસારીની સ્વૈચ્છિક સંસ્થાઓ (એન.જી.ઓ) ટ્રસ્ટીઓ તેમજ સ્વયંસેવકો સહિત કુલ 80 થી વધુ જેટલા લોકોએ દિપડા વસ્તી અંદાજ તેમજ તૃણાહારી પ્રાણીઓ અંદાજ વર્ષ 2023-24 માટે જોડાયા હતા.
રાજ્યભરમાંથી તમામ જિલ્લાના વનવિભાગો પાસેથી આ ગણતરીઓ અંદાજ મેળવી રાજ્ય સરકારના વન વિભાગ મંત્રી તેમજ ઉચ્ચ અધિકારીઓ આગામી દિવસોમાં વન્યજીવો વધારો કે ધટાડો થયો તેની અંદાજ (સંખ્યા ) જાહેર કરવામાં આવશે.

સામાજિક વનીકરણ વિભાગ નવસારી ડી.સી.એફ ભાવનાબેન દેસાઈ સર્વકાલીન સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે :
નવસારી જિલ્લાના ગણદેવી જલાલપુર અને નવસારી તાલુકાના વિસ્તારની અંદર વન્ય પ્રાણીઓની ગણતરી ચાલી રહી હતી. છેલ્લા ત્રણ દિવસથી જેમાં અમારા 32 જેટલો ફિલ્ટર સ્ટાફ તેમજ 23 થી વધુ એનજીઓના સભ્યો સાથે જોડાયેલા હતા અને આ ગણતરી ડાયરેક્ટ અને ઈન ડાયરેક્ટર બંને પધ્ધતિથી કરવામાં કરવામાં આવી રહી હતી. જે પ્રત્યક્ષ દેખાયા હોય એને પણ ગણતરીમાં લેવામાં આવ્યા છે.
અથવા તો ગામ લોકોના કે અન્ય પુરાવાના આધારે પણ એને ગણતરીમાં લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત સાથે સાથે લોકોને દિપડા તેમજ અન્ય પ્રાણીઓ સાવચેતી શું રાખવી અને તેના સંરક્ષણ માટે શું કરી શકાય તે માટે સમજાવવામાં પણ આવી રહ્યા છે. આ ગણતરી રાતના સાંજના પાંચથી સવારે છ વાગ્યા સમયે દરમિયાન કરવામાં આવી છે.