મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષા તકેદારી અંતર્ગત જલાલપોર તાલુકાના દાંડીથી સામાપોર સુધી સઘન કોસ્ટલ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું

મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષા તકેદારી અંતર્ગત જલાલપોર તાલુકાના દાંડીથી સામાપોર સુધી સઘન કોસ્ટલ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું

નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તથા સંભવિત આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવાના હેતુથી મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.દરિયાકાંઠા વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ પર નજર રાખવા તેમજ દરિયાકાંઠેથી મળી આવતી શંકાસ્પદ બોટો, ડ્રોન, ડ્રગ્સ પેકેટ્સ, બેગ્સ તથા અન્ય કેફી પદાર્થોની ગેરકાયદે હેરાફેરી રોકવાના ઉદ્દેશ સાથે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સઘન કોસ્ટલ પેટ્રોલીંગનું આયોજન અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા (દરિયાઈ સુરક્ષા),મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પી.એલ. માલ તથા નવસારીના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. નવસારી સેક્ટરના અધિકારીઓ તેમજ મરીન કમાન્ડોની વિશેષ ટીમો આ કામગીરીમાં જોડાઈ હતી.

આ કાર્યવાહી અંતર્ગત નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દરિયાઈ વિસ્તાર દાંડીથી સામાપોર સુધી પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમો દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો, બોટો તેમજ અવાવરૂ સ્થળોની સૂક્ષ્મ તપાસ કરવામાં આવી હતી.

દરિયાકાંઠાની સુરક્ષા સુનિશ્ચિત કરવા તથા કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ પર કડક નજર રાખવા માટે આવી કામગીરી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *