
નવસારી હાઈવે ઉપર બનેલ ચેન સ્નેચિંગ ગુનો હત્યામાં પલટાયો
- Local News
- March 24, 2023
- No Comment
નવસારી નેશનલ હાઈવે ઉપર ગત શનિવારે ધોળાપીપળા ગામે ચેન સ્નેચિંગ ધટના બની હતી.જલાલપુર ખાતે આવેલી શિવગંગા સોસાયટીમાં રહેતા 50 વર્ષીય રંજનબેન મનસુખભાઈ પાઘડાળ એમના પતિ સાથે બાઈક પર બેસીને સુરત ખાતે પોતાના ભાઈના ઘરે ગયા હતા ત્યાંથી આ દંપતિ પરત પોતાના ઘરે નવસારી આવવા સવારે નીકળ્યા હતા. દંપતિ વાતચીત કરતા બાઈક પર નવસારી નજીક નેશનલ હાઈવે નંબર 48 સ્થિત ધોળાપીપળા ગામ પસાર થઈ રહ્યા હતા, ત્યારેગત શનિવારે સવારે 9 વાગ્યે અચાનક એક બાઈક પર સવાર 3 અજાણ્યા શખ્સો ધુમ સ્ટાઇલમાં તેમની નજીક આવ્યા હતા અને પાછળની સીટ પર બેઠેલા રંજનબેનના ગળામાંથી સોનાની ચેન આંચકી લઈને ફરાર થયા હતા

જોકે, અચાનક જોરદાર આંચકો લગતા પતિની પાછળ બેઠેલા રંજનભાઇને પોતાનું બેલેન્સ ગુમાવતા હાઈવે ઉપર પટકાયા હતા. તેમને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેમને તુરંત હાઇવે પર આવેલી નિરાલી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં ડોક્ટરોએ તેમને કોમામાં હોવાનું જણાવ્યું હતું, છેલ્લા પાંચ દિવસથી રંજનબેન ICU માં દાખલ કરવામાં આવ્યા હતા.
જોકે મહિલા કોમામાં સરી પડ્યાંની જાણ થતા જ હરકતમાં આવેલી નવસારી ગ્રામ્ય પોલીસ સાથે LCB, SOG સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસને વેગ આપ્યો હતો. જેની સાથે પોલીસની અલગ અલગ ટીમોબનાવી, આસપાસના જિલ્લાઓની પોલીસની પણ મદદ લેવામાં આવી છે. સાથે જ સુરતથી નીકળેલા દંપતિના રૂટ ઉપરના સીસીટીવી ફૂટેજ મેળવી,શહેરમાં લાગેલા નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવીફૂટેજનુ એનાલિસિસ કરી, એક વિશેષ ટીમ બનાવીને આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે.જેની સાથે જ પોલીસે આરોપીઓ વિરૂદ્ધ લૂંટ સહિત માનવવધ હેઠળની કલમ 308 હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો હતો
છેલ્લા પાંચ દિવસથી રંજનબેન ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે બપોરે તેમનું વેન્ટિલેટર દૂર કર્યા બાદ આજે વહેલી સવારે તેમનું મોત થયાના સમાચાર સામે આવ્યા હતા
નવસારી રહેલા દંપતી સાથે ધોળા પીપળા હાઈવે ઉપર ચેઈન સ્નેચીંગનો બનાવ પોલીસ ગુનો નોંઘી ચેઈન સ્નેચરની શોધખોળ હાથ ધરી હતી.છેલ્લા પાંચ દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા રંજનબેન જિંદગીની બાજી હારી ગયા છે.વહેલી સવારે 3 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લેતા પરિવાર પર આભ તુટી પડયો છે.
નવસારીના ધોળાપીપળા હાઇવે પાસે ગત શનિવારે ચેન સ્નેચિંગ કરી નાસી છૂટેલા આરોપીઓને 7 માં દિવસે નવસારી પોલીસે ઝડપી પાડી કેસને ઉકેલી કાઢ્યો છે. જોકે, ચેન સ્નેચિંગનો ભોગ બનેલી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. ડાભેલમાં રહેતા બે ભાઈ જુબેર મુસા એકલવાયા ઇમરાન મુસા એકલવાયા ગામમાં વેલ્ડીંગનો વ્યવસાય કરતા હતા.
બીજી તરફ લાંબા સમયથી તેઓ ચેન સ્નેચિંગ સહિત અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સક્રિય હતા. શનિવારે ચેઇન સ્નેચિંગ કરવાના ઇરાદે વેસ્મામાંથી ધોળાપીપળા રોડ ઉપર ઘાત લગાવીને 2 બાઈક પર ફરતા આરોપીઓએ મનસુખભાઈ અને રંજનબેન પાઘડાળને જોતા જ નજીક જઈને રંજનબેનના ગાળામાંથી ચેન ખેંચી હતી.
આ દરમ્યાન હારૂન ઉર્ફે ચાઉસ હસન રાજા એ ગફલત ભરી રીતે ચેન આચકવાનો પ્રયાસ કરતા મહિલા નીચે પટકાઈ હતી. જે બાદ ચેન લઈને આરોપીઓ વેસ્મા રોડ થઈને કોસંબા તરફ ભાગ્યા હતા. બાદમાં આરોપીઓ કોસંબા જઈને બીજી લૂંટ ચલાવી હતી. જેમાં ચાલુ ગાડીએ મહિલાના ગળામાંથી સોનાની ચેન આચકી હતી. પરંતુ સદનસીબે કોસંબાની મહિલા પટકાતા બચી હતી.
કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યાં
આરોપીને ઝડપી પાડવા માટે નવસારી LCB, SOG સહિતની ટીમે હાઇવેના 50 થી વધુ CCTV તપાસ્યા હતા. જેમાંથી આરોપીઓ આઈડેન્ટીફાય થતા ડાભેલ ખાતે ઘાત લગાવીને બેસેલી ટીમે ફરીવાર ચેન સ્નેચિંગ કરવા જતા ત્રણ આરોપીઓ સહિત સોનું ખરીદનાર એક સોની સાથે કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યાં હતા.
રંજનબેન મનસુખભાઈ પાઘડાળનું સારવાર દરમ્યાન મોત થતા ચેન સ્નેચિંગ ગુનો હવે હત્યામાં બદલાયો છે. આ ગુના અંગે નવસારી ગ્રામ્ય પોલીસ 4 આરોપીઓ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે