ડાંગ જિલ્લાનાં ભદરપાડા ગામનાં ખેડૂત ગમનભાઈ સોનુભાઈ પટેલને વૃક્ષોનાં જતન અને પર્યાવરણની જાળવણી બદલ મુખ્યમંત્રીએ સન્માનિત કરી એવોર્ડ એનાયત કર્યો.
- Local News
- March 24, 2023
- No Comment
21મી માર્ચે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં વનમંત્રી, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો હાજર રહ્યા હતા.જે કાર્યક્રમમાં ગુજરાતમાં વૃક્ષ આધારિત ખેતી કરવા પ્રગતિશીલ ખેડૂતોને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા.જેમાં ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાના ભદરપાડા ગામે રહેતા ગમનભાઈ સોનુભાઈ પટેલને પોતાના ખેતરમાં છેલ્લા 12 વર્ષથી અવનવી પ્રકારના મહાગુની, રકત ચંદન, સુખડ ચંદન, સાગ જેવા વૃક્ષોનું વાવેતર કરી ડાંગ જિલ્લામાં એક આગવી ઓળખ ઉભી કરી છે.ડાંગના ખેડૂતો માટે એક પ્રેરણાદાયી પહેલની શરૂઆત કરી પોતાના 3.85 હેકટર જમીનમાં 25 હજાર જેટલા વૃક્ષોનું ઉછેર કરી પર્યાવરણની જાળવણીના અભિયાનમાં ઉત્તમ કામગીરી કરવા બદલ મુખ્યમંત્રી દ્વારા વર્ષ-2022-23 માટે ગમનભાઇ સોનુભાઇ પટેલને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવતા પોતાનું ગામ ભદરપાડા સહિત ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.