સ્તુતિ ના એક છેડે નિંદા છે પરંતુ અસ્તુ માત્ર તથાસ્તુ હોય છે:મોરારીબાપુ

સ્તુતિ ના એક છેડે નિંદા છે પરંતુ અસ્તુ માત્ર તથાસ્તુ હોય છે:મોરારીબાપુ

નવસારીમાં શ્રી રામકથાના ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટતા એક લાખ ચોરસ ફૂટનો કથા મંડપ પણ નાનો પડી રહ્યો છે

નવસારી ખાતે વિશ્વ વંદનીય કથાકાર અને તત્વચિંતક મોરારીબાપુની રામકથાનો આજે ત્રીજો દિવસ રહ્યો હતો પૂજ્ય બાપુએ રામકથામાં આજે શિવ વિવાહનો પ્રસંગ વણી લેવા સાથે સતી માતા સતી માતા અને ત્યારબાદ નાગાધીરાજ હિમાલય ની પુત્રી એટલે પાર્વતી એમ બંને જન્મો સાથે પાર્વતી ની માત્ર જન્મો જન્મ ઝંખના એટલે શિવજી અને ત્રિલોકનાથ શિવજી અને શક્તિ સ્વરૂપ સતી માતા પાર્વતીના મહિમાને બળવત્તર બનાવી પૂજ્ય મોરારીબાપુએ પોતાની ભાવ શૈલીમાં સેકડો ભાવિકોને નવધા ભક્તિ માં નવ પલ્લવીત કર્યા હતા પૂજ્ય બાપુએ જણાવ્યું હતું કે સાધુના મૂળ અને કુળને કદી પૂછવું નહીં સાધુ વેશ ની કદી પણ નિંદા કરવી નહીં અને નિંદા કરનાર ધિક્કાને પાત્ર છે

પૂજ્ય બાપુએ જણાવ્યું કે આ કથા માનસ ગૌરીની કથા છે તેના દ્વારા આપણે સત્ય દેવો ભવ પ્રેમ દેવો ભવો કરુણા દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવો અને જય જગતની વિનોબા ની ભાવના સુધી પહોંચવાનું છે તમામ કથાઓ પ્રેમની કથા છે પ્રેમનો યજ્ઞ છે જોગા નું જોગ અહીં પ્રેમ મુખ્ય યજમાન છે એ સંયોગ છે તમામ કથાઓ પ્રેમનો યજ્ઞ છે.

સજ્જનો સંગ થાય છે અને દૂષણ આપણા દૂર થાય છે તેમણે ભોલેનાથ મહાદેવ અને પાર્વતીના મહિમાને ગુણવત્તર બનાવવા સાથે ગણેશજીના મોટા કાન એટલે નાનામાં નાના માણસને સાંભળવું લાંબી સૂંઢ એટલે સદાચાર અને આબરૂ મોટું મસ્તક એટલે બુદ્ધિનો વ્યાપ અને ઝીણી આંખો એટલે સૂક્ષ્મ દર્શન આરપાર જોવું દિવ્ય દર્શન આ ગણેશ નો મહિમા છે પૂનમનો ચાંદ જેમ પૂર્ણ ખીલે એવા શિવજી છે.

પૂજ્ય મોરારીબાપુએ સૌ ભાવિકોને નૃત્ય કરવાની પરવાનગી આપતા સંગીતની દુનિયાના સંગીતકારો સાથે સૂર લઈ તાલ મિલાવી આખો કથા મંડપ ઠૂમકે ચડ્યો હતો મોરારીબાપુએ પ્રસન્નતાપૂર્વક યજમાન પ્રેમચંદભાઈ પરિવારને પણ મંચસ્થ કરી ગરબે અને પોથી પ્રદિક્ષણાએ નૃત્યના ઠૂમકે ચડાવ્યા હતા. આજનો દિવસ ક્રમશઃ કથા ઉચ્ચ શિખર જઈ રહી છે એનો આ હ લાદક અનુભવ થયા હતા સમગ્ર નવસારી પ્રદેશ અને દક્ષિણ ગુજરાત રામમય અને મોરારીમય બની રહ્યું છે

દુનિયાભરમાં સભા થાય પરંતુ સતત નવ દિવસ ધોળા દિવસે સભા થાય અને હજારો ભાવિકો ઉમટે એ પોથી નો પ્રતાપ છે

 

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *