રાહુલ ગાંધીનું લોકસભાના સાંસદ તરીકેનું સભ્યપદ થયુ રદ:હવે સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે રાહુલ ગાંધી

રાહુલ ગાંધીનું લોકસભાના સાંસદ તરીકેનું સભ્યપદ થયુ રદ:હવે સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે રાહુલ ગાંધી

• સુરત કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા

•માનહાની કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થયા બાદ

• લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરી દીધી 

રાહુલ ગાંધીને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે. માનહાની કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થયા બાદ હવે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થયુ છે. 2019ના મોદી સરનેમ કેસમાં ગુરુવારે સુરત સેશન્સ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. જે પછી હવે રાહુલ ગાંધીએ તેમનું લોકસભાનું સંસદ પદ ગુમાવ્યુ છે. કોર્ટના નિર્ણય પર જલ્દી સ્ટે નહીં મુકાતા તેમનું સભ્ય પદ રદ થયુ છે. ત્યારે હવે સજા પર પ્રતિબંધ મુકવાની માગ સાથે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે. તેઓ દોષ સિદ્ધિ પર રોક લગાવવાની માગ સાથે પણ સુપ્રીમમાં જઇ શકે છે.

તો રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાંજે 5 કલાકે દિલ્હીમાં બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ હાજર રહેશે.

કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે રોષ

બીજી તરફ રાહુલ ગાંધીનું લોકસભામાં સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થતા કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે. એક પછી એક કોંગ્રેસ નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નિવેદન આપ્યુ છે કે,  તેઓએ (ભાજપ) રાહુલ ગાંધીને અયોગ્ય ઠેરવવાના તમામ પ્રયાસો કર્યા. જે  સત્ય બોલે છે તેમને તેઓ રાખવા નથી માંગતા, પરંતુ અમે સત્ય બોલતા રહીશું. અમે જેપીસીની માંગણી કરવાનું ચાલુ રાખીશું, જો જરૂર પડશે તો લોકશાહી બચાવવા અમે જેલમાં જઈશું.

રાહુલ ગાંધીનું પદ કયા અધિનિયમ હેઠળ રદ થયુ ?

રાહુલ ગાંધી હવેથી લોકસભામાં બેસી નહીં શકે. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ છે. જો કે હવે તેમનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થયુ છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 8(3) મુજબ, જો કોઈ નેતાને બે વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તેને દોષિત ઠેરવ્યાની તારીખથી વધુ છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે. જોગવાઈ છે કે જો કોઈ ધારાસભ્ય કે સાંસદ હોય તો તે દોષિત ઠરે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવે છે, તેણે પોતાના ધારાસભ્ય કે સાંસદ પદ છોડવું પડે.

રાહુલ ગાંધીને થઇ છે બે વર્ષની સજા

માનહાની કેસમાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે. ત્યારબાદ હવે તેમનું લોકસભાનું સભ્યપદ રદ થયુ છે. ગઇકાલે  IPCની કલમ હેઠળ મુજબ રાહુલ ગાંધી દોષિત જાહેર થયા હતા. ગઇકાલે સુરત સેશન્સ કોર્ટ દ્વારા તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. 2019 માં લોકસભા ચૂંટણી દરમિયાન  એક વિવાદિત નિવેદન આપવાના મામલે સુરતમાં માનહાનિનો કેસ નોંધાયો હતો. ત્યાં બીજી તરફ રાહુલ ગાંધીના જામીન મંજૂર થઇ ગયા હતા.  બોન્ડ પર રાહુલ ગાંધીને જામીન મળ્યા હતા. રાહુલ ગાંધીને અપીલ કરવા માટે 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

કયા કેસમાં રાહુલ ગાંધીને સજા થઇ ?

જો મામલા અંગે વિગતે વાત કરીએ તો કર્ણાટક ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો.

72વર્ષ જૂનો કાયદો, રાહુલ ગાંધી 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકે?!

રાહુલ ગાંધી હવે લોકસભાના સાંસદ નથી. માનહાનિના કેસમાં દોષિત જાહેર થયા બાદ તેમણે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું છે. લોકસભા સચિવાલયે તેનું જાહેરનામું બહાર પાડ્યું છે.

એક દિવસ પહેલા સુરત કોર્ટે રાહુલને ચાર વર્ષ જૂના માનહાનિના કેસમાં દોષિત ગણાવ્યા હતા. તેમને બે વર્ષની સજા થઈ હતી. જો કે તેમને તરત જ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. ‘મોદી સરનેમ’ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

રાહુલને સજા મળ્યા બાદ જ તેમનું સાંસદ પદ મુશ્કેલીમાં દેખાયુ હતું. શુક્રવારે લોકસભા સચિવાલય દ્વારા રજૂ કરવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે બંધારણની કલમ 102 (1) (e) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે.

રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી સંસદસભ્ય હતા. 2019ની ચૂંટણીમાં રાહુલ અમેઠી અને વાયનાડ સીટ પરથી ઉભા હતા. અમેઠીમાં તેમનો પરાજય થયો, પરંતુ વાયનાડમાં મોટી જીત થઈ. વાયનાડમાં રાહુલ ગાંધીએ 2019માં 65 ટકા મત મેળવ્યા હતા.

શું કહે છે જનપ્રતિનિધિ કાયદો?

– 1951માં પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ ​​એક્ટ આવ્યો. આ કાયદાની કલમ 8માં લખવામાં આવ્યું છે કે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્ય ગુનાહિત કેસમાં દોષિત ઠરે છે, તો તે દોષિત ઠરેલા દિવસથી આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.

– કલમ 8(1) એ એવા અપરાધોનો ઉલ્લેખ કરે છે કે જેના હેઠળ દોષિત ગણાવવામાં આવતા ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે. આ અંતર્ગત બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવવા, ભ્રષ્ટાચાર, બળાત્કાર જેવા ગુનાઓમાં દોષિત ઠરેલા લોકો ચૂંટણી લડી શકશે નહીં. જોકે તેમાં બદનક્ષીનો કોઈ ઉલ્લેખ નથી.

– ગયા વર્ષે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને તેમની વિધાનસભા ગુમાવી હતી. કારણ કે તેને હેટ સ્પીચના કેસમાં દોષિત ગણાવવામાં આવ્યા હતા.

– આ કાયદાની કલમ 8(3)માં લખવામાં આવ્યું છે કે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્યને બે વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તેની સદસ્યતા તરત જ જતી રહે છે અને આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે.

લિલી થોમસવાળો નિર્ણય, જેના કારણે સદસ્યતા તરત જ પાછી ખેંચી લેવામાં આવી

– 2005માં કેરળની વકીલ લિલી થોમસ અને લોકપ્રહરી નામની એનજીઓના જનરલ સેક્રેટરી એસએન શુક્લા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

– આ અરજીમાં જનપ્રતિનિધિ અધિનિયમની કલમ 8(4)ને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. તેમણે દલીલ કરી હતી કે આ કલમ દોષિત સાંસદો-ધારાસભ્યોની સદસ્યતાને બચાવે છે, કારણ કે તેના અંતર્ગત જો કેસ ઉપલી કોર્ટમાં પડતર હોય તો તેમને ગેરલાયક ગણાવી શકાય નહીં.

આ અરજીમાં તેમણે બંધારણની કલમ 102(1) અને 191(1)નો પણ ઉલ્લેખ કર્યો છે. કલમ 102(1)માં સાંસદને ગેરલાયક ગણાવવાની જોગવાઈ છે અને 191(1)માં વિધાનસભા અથવા વિધાન પરિષદને ગેરલાયક ઠેરવવાની જોગવાઈ છે.

– 10 જુલાઈ, 2010ના રોજ સુપ્રીમ કોર્ટની જસ્ટિસ એકે પટનાયક અને જસ્ટિસ એસજે મુખોપાધ્યાયની બેન્ચે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે કેન્દ્રની પાસે કલમ 8(4) લાગુ કરવાનો અધિકાર નથી.

– સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો કોઈ વર્તમાન સાંસદ કે ધારાસભ્ય દોષિત ઠરે છે, તો તેને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(1), 8(2) અને 8(3) હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવશે.

 

Related post

શેરબજારમાં હોળીની ઉજવણીમાં ઘટાડો જોવા મળ્યો, મધ્ય પૂર્વના તણાવને કારણે સેન્સેક્સ 1,539 પોઈન્ટ ઘટ્યો અને નિફ્ટી પણ તૂટી પડ્યો

શેરબજારમાં હોળીની ઉજવણીમાં ઘટાડો જોવા મળ્યો, મધ્ય પૂર્વના તણાવને…

ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓએ સમગ્ર મધ્ય પૂર્વને સંપૂર્ણ યુદ્ધમાં ધકેલી દીધું છે. મોટા હુમલાઓએ રોકાણકારોને ચિંતામાં મૂકી દીધા છે.…
“ટોક્સિક” ના નિર્માતાઓ ધુરંધર 2 ની બોક્સ ઓફિસ સ્પર્ધાથી ચિંતિત છે? રિલીઝ તારીખ એક મહિનો આગળ ધપાવવામાં આવી

“ટોક્સિક” ના નિર્માતાઓ ધુરંધર 2 ની બોક્સ ઓફિસ સ્પર્ધાથી…

યશની ફિલ્મ “ટોક્સિક” ની રિલીઝ તારીખ એક મહિના આગળ વધારવામાં આવી છે. “ટોક્સિક” હવે 4 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે, જે “ધુરંધર…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *