નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો

​નવસારી મહાનગરપાલિકા વિસ્તારના રહીશો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારના ‘ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ’ અંતર્ગત નવસારી મહાનગરપાલિકા અને મહેસૂલ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ‘નકશા’ (NAKSHA) પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના બીજા તબક્કાની એટલે કે **’ગ્રાઉન્ડ ટ્રુથિંગ’**ની કામગીરી આગામી સોમવાર, 4 મે 2026 થી શરૂ થવા જઈ રહી છે.

​📍 કામગીરીની શરૂઆત ક્યાંથી થશે?

​મળતી માહિતી મુજબ ગ્રાઉન્ડ ટ્રુથિંગની કામગીરીનો પ્રારંભ સૌપ્રથમ હાંસાપોર વિસ્તારથી કરવામાં આવશે.ત્યારબાદ તબક્કાવાર સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારને આવરી લેવામાં આવશે.

​શું છે ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’?

​ગ્રાઉન્ડ ટ્રુથિંગ એટલે સેટેલાઇટ અથવા ડ્રોન દ્વારા લેવાયેલી તસવીરોની જમીન પર જઈને પ્રત્યક્ષ ચકાસણી કરવાની પ્રક્રિયા. આ માટે સરકાર માન્ય ટીમ તમારી મિલકતની મુલાકાત લેશે અને નકશાની સચોટતા તપાસશે.

​ગ્રાઉન્ડ ટ્રુથિંગ દરમિયાન થનારી પ્રવૃત્તિઓ:

​સ્થળ તપાસ: સિટી સર્વે અને મહાનગરપાલિકાના કર્મચારીઓની બનેલી ટીમ દરેક મિલકતની રૂબરૂ મુલાકાત લેશે.

​માપણી: દરેક મિલકતનું સચોટ માપ લેવામાં આવશે.

​નિવેદન: મિલકત ધારક કે કબજેદારનો જવાબ સ્થળ પર લેવામાં આવશે.

​નોટિસ: પુરાવા રજૂ કરવા માટે નમૂના નંબર (2) હેઠળ સ્થળ પર જ નોટિસ આપવામાં આવશે.

​આ દસ્તાવેજો તૈયાર રાખવા વિનંતી

​મિલકત ધારકોએ પોતાની માલિકીના પુરાવા તરીકે નીચે મુજબના દસ્તાવેજોની નકલ રજૂ કરવાની રહેશે:

​બિનખેતી (NA) હુકમ

​મંજૂર થયેલ લે-આઉટ પ્લાન અને બાંધકામ રજાચિઠ્ઠી

​બી.યુ. પરમિશન (B.U. Permission)

​ગામ નમૂના નંબર 7 અને 6 (હક્કપત્રક)

​રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ અથવા અન્ય રજિસ્ટર્ડ દસ્તાવેજો

​ઇન્ડેક્સ-2 ની નકલ

​જમીન ફાળવણીનો હુકમ

​આકારણી પત્રક (ટેક્સ બિલ)

​આ પ્રોજેક્ટથી નાગરિકોને શું ફાયદો થશે?

​પારદર્શિતા: મિલકતની માલિકી અને સીમાઓ અંગે સ્પષ્ટતા આવશે, જેથી ભવિષ્યમાં જમીન વિવાદો ઘટશે.

​ચોક્કસ ટેક્સ: મિલકતના સાચા ક્ષેત્રફળ મુજબ ટેક્સની આકારણી થશે.

​ઝડપી સુવિધા: ગટર કે પાણીની લાઇનમાં ફોલ્ટ સર્જાય ત્યારે GIS મેપિંગની મદદથી તેને ત્વરિત શોધી શકાશે.

​વિકાસનું આયોજન: નવા રસ્તા, બગીચા અને માળખાગત સુવિધાઓના પ્લાનિંગમાં સચોટ નકશા આશીર્વાદરૂપ બનશે.

​નવસારી મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકોને આ કામગીરીમાં સહકાર આપવા અને જરૂરી દસ્તાવેજો સાથે તૈયાર રહેવા અપીલ કરવામાં આવી છે.

GIS મેપિંગથી સજ્જ થશે નવસારી: મિલકત ધારકો માટે 4 મેથી શરૂ થઈ રહ્યો છે આ મહત્વનો પ્રોજેક્ટ,નવસારીના હાંસાપોરથી થશે મિલકત માપણીના શ્રીગણેશ!

Related post

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરે છે

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી…

SIR અને ચૂંટણી પંચના મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, ‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ’ હોવાનો ભાજપનો આક્ષેપ SIR…
૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *