પર્યાવરણના સંરક્ષણમાં યોગદાન સાથે સ્વચ્છ ઉર્જાનો નવો વિકલ્પ મેળવતો નવસારી જિલ્લો

પર્યાવરણના સંરક્ષણમાં યોગદાન સાથે સ્વચ્છ ઉર્જાનો નવો વિકલ્પ મેળવતો નવસારી જિલ્લો

“પશુધનથી ગોબરધન અને ગોબરધનથી સ્વચ્છ ઇંધણની શૃંખલા પર્યાવરણીય જીવનમૂલ્યોનું નિર્માણ કરે છે” વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આ સંકલ્પને ગુજરાત સરકારે જનમંત્ર બનાવ્યો છે. ગોબર ગેસની આવી ઉપયોગિતાને પારખીને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ-NDDB અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-નવસારીના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લામાં પશુધન ધરાવતા ૨૦૦ કુટુંબોના ઘરઆંગણે ફ્લેક્ષી બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ૭૦, ગણદેવીમાં ૧૬, જલાલપોરમાં ૨૦, ખેરગામમાં ૨૩ અને ચિખલી તાલુકામાં ૭૧ મળી કુલ ૨૦૦ કુટુંબોના ઘરે  ફ્લેક્ષી ગોબર ગેસ પ્લાન્ટ શરૂ થતા સ્વચ્છ ઉર્જાનો નવો વિકલ્પ મળ્યો છે. આ ૨૦૦ લાભાર્થીઓએ ફ્લેક્ષી ગોબર પ્લાન્ટની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને ઉપલબ્ધ કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીને આર્થિક સમૃદ્ધિ મેળવી શકાય છે તે સાબિત કર્યું છે.

 

ફ્લેક્ષી ગોબર પ્લાન્ટનું પ્રત્યેક યુનિટ રૂ.૫૪૦૦૦ ના ખર્ચે નિર્માણ પામ્યું છે, જેમાં રૂ.૫૦૦૦ લાભાર્થીનો લોકફાળો, મનરેગા હેઠળ બાયોગેસ પ્લાન્ટ માટે સ્લરી ટાંકી અને ખાડા માટેના ચણતર કામના રૂ.૧૨૦૦૦ અને ગોબર પ્લાન્ટના રૂ.૩૭,૦૦૦ સ્વચ્છ ભારત મિશનમાંથી ફાળવવામાં આવ્યા છે.

ગોબરગેસ પ્લાન્ટનું નિર્માણ કરનાર વાંસદા તાલુકાના કામળઝરી ગામના રહેવાસી નાનકભાઈ રતનભાઈ ભોયા જણાવે છે કે, ‘મારે ત્યાં ચાર જેટલા પશુ છે, અને દિવસમાં અંદાજે ગોબર ગેસના પ્લાન્ટમાં ૪૦ કિલો જેટલું પશુઓનું ગોબર પાણી સાથે મિક્ષ કરીએ છીએ, જેનાથી બે દિવસ સુધી ત્રણ ટાઇમ ફૂલ ફોર્સથી રાંધણ ગેસ મળી રહે છે, હવે રસોઈના બળતણ ખર્ચમાં ખૂબ બચત થાય છે અને વારંવાર એલ.પી.જી સિલીન્ડર રિફિલ નથી કરાવવું પડતું. ઉપરાંત, પ્લાન્ટમાંથી નીકળેલી  છાણની સ્લરીને અમે પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ કરીએ છીએ.

વધુમાં તેમણે જણાવ્યું કે, ફ્લેક્ષી ગોબર પ્લાન્ટ માટે શરૂઆતમાં રૂપિયા પાંચ હજારનો લોકફાળો ભરવા માટે પરિવારની સહમતિ ન હતી, પરંતુ સ્વચ્છ ભારત મિશનના કર્મચારી દ્વારા યોગ્ય સમજણ આપી ગોબર ગેસના ફાયદા સમજાવતા અમે લોકફાળો ભર્યો હતો. પરિણામે ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ મળતા અમારો પરિવાર ખુશખુશાલ છે. સાથોસાથ આમારા આર્થિક અને સામાજિક પ્રવૃતિઓ માટે ફુરસદનો સમય મળી રહે છે.

બાયોગેસમાં મુખ્ય ત્રણ ઘટક છે ફિલ્ટર, ડોમ ડાયજેસ્ટર અને સ્લરી ટેન્ક. પ્રથમ ઘટક બકેટ પીવીસી પાઇપ ડોમ ડાયજેસ્ટર સાથે જોડાયેલ હોય છે, જ્યાં પશુઓનું છાણ, પાણી અને રસોડાનો કચરો સાથે ભળવા માટે નિયમિતપણે રેડવામાં આવે છે. તે ડાયજેસ્ટરમાં ગુરૂત્વાકર્ષણ દ્વારા એકત્રિત થાય છે. આ ઘટક પશુઓનું છાણ અને રસોડાના કચરામાંથી અનિચ્છનીય પદાર્થોને દૂર કરે છે.

બીજા ઘટક ડોમ ડાયજેસ્ટરમાં, પશુના છાણની રાસાયણિક પ્રક્રિયા થાય છે. જે બદલામાં બાયોગેસનું ઉત્પાદન કરે છે. તેનો ઉપયોગ રસોઈ ગેસ તરીકે થાય છે. આ ઘટક DOM આકારનું માળખું છે. જે બાયોગેસના વહન માટે નળી દ્વારા ઇન્ડક્શન સ્ટવ સાથે જોડાયેલ હોય છે.

બાયોગેસના ઉત્પાદન પછી, બાકીની નક્કર સામગ્રી ડાયજેસ્ટરમાંથી ચોરસ સ્લરી ટેન્કમાં પડે છે. જે વધેલ સામગ્રીને બહાર કાઢીને ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે.

ફ્લેક્ષી ગોબર ગેસ પ્લાન્ટ ગ્રામજનો માટે આશીર્વાદરૂપ

ફ્લેક્ષી ગોબર ગેસ પ્લાન્ટ થકી લાભાર્થીઓને રસોડાની જરૂરિયાતો માટે શુદ્ધ અને સસ્તું ઈંધણ સરળતાથી ઉપલબ્ધ થઈ રહે છે. બળતણ માટે લાકડા એકત્ર કરવા જંગલમાં જવું પડતું નથી. મહિલાઓને રસોડામાં લાકડાના ધુમાડાથી છુટકારો મળે છે. પર્યાવરણ સંરક્ષણમાં મદદરૂપ થવા સાથે પશુઓના છાણ દ્વારા શ્રેષ્ઠ ફળદ્રુપ ખાતર બને છે. મોંઘા રાસાયણિક ખાતર ખરીદવાની જરૂર નથી. પર્યાપ્ત ખાતર ઉત્પાદનની માત્રામાં વધારો કરે છે, જેનાથી આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય છે.

નવસારી  જિલ્લામાં ૨૦૦ કુટુંબોએ અપનાવેલ ફ્લેક્ષી ગોબરગેસ થકી નવીનીકરણ અને સમૃદ્ધિની નવી પરિભાષા ચરિતાર્થ થઈ છે, સાથે પશુધન પર નિર્ભર ખેડૂતોની વસ્તી ધરાવતા ગામોમાં સમૃદ્ધ થવાની ક્ષમતા પણ છે, તેનું ઉતમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

 

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *