ખેરગામ બહુચર્ચિત લવજેહાદ કેસ:નવસારી જિલ્લા પોલીસે આરોપીને ખેરગામમાં લાવતાં મુસ્લિમ સમાજે પણ ફટાકડા ફોડી તેમજ ફુલો વરસાદ કરી પોલીસની કામગીરીને બિરદાવી, આરોપીને કડક સજાની માગ પણ કરવામાં આવી છે.
- Local News
- July 5, 2023
- No Comment
નવસારી જિલ્લામાં બહુચર્ચિત લવજેહાદ મામલાનો મુખ્ય આરોપી અસીમ શેખની ધરપકડ કરતી નવસારી એલ.સી.બી પોલીસ: આરોપીને નવસારીની સ્પેશ્યલ પોસ્કો કોર્ટ રજૂ કરતા કોર્ટ ધ્વારા નવ દિવસ રિમાન્ડ અપાયા
નવસારી જિલ્લામાં દુષ્કર્મ અને ધર્મ પરિવર્તનના નિષ્ફળ પ્રયાસનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવસારી જિલ્લાના ખેરગામની યુવતી જ્યારે સગીર વયની હતી. ત્યારે એક વિધર્મી શખસે લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યારે યુવતીની સગાઇ થઇ તો અંગતપળના વીડિયો અને ફોટો મોકલાવી સગાઇ પણ તોડાવી નાંખી હતી. આટલેથી ન અટકતાં આરોપી અસીમ શેખ ધાકધમકી આપીને મર્ડરના હિન્દુ આરોપી સાથે યુવતીની લગ્ન કરાવ્યા હતા.

આ કેસમાં મુખ્ય આરોપી અસીમ નિઝામમિયા શેખને પોલીસે મંગળવારે મુંબઈ ખાતેથી ઝડપી પાડી નવસારીની સ્પેશ્યલ પોસ્કો કોર્ટ રજૂ કરતા કોર્ટ ધ્વારા 13 જુલાઇ સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે. જ્યારે આજરોજ નવસારી પોલીસે ખેરગામમાં આરોપીને લઇને આવી તો મુસ્લિમ સમાજે પણ ફટાકડા ફોડી તેમજ ફુલો વરસાદ કરી પોલીસની કામગીરીને બિરદાવી હતી અને આરોપીને કડક સજાની માગ કરી હતી.
નવસારીના ખેરગામમાં પરિણીત અને ત્રણ બાળકોના પિતા અસીમ નિઝામમિયા શેખે યુવતી જ્યારે સગીર વયની હતી. ત્યારે પ્રેમજાળમાં ફસાવીને અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું હતું અને યુવતીની સગાઇ પણ તોડાવી નાંખી હતી. ત્યારબાદ અસીમે હત્યાના આરોપી એવા એવા રોનક પટેલ સાથે તેનાં નવસારી બલ્લારેશ્વર મંદિરમાં જુનાથાણા ખાતે લગ્ન કરાવી દીધાં હતાં.આ અંગે ભોગ બનેલી યુવતીએ ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર કિસ્સો બાહર આવતા છોકરી અને તેનાં પરિવારજનોએ ગૃહ પ્રધાન મંત્રીને આ બનાવ અંગે હર્ષ સંઘવીને ફરિયાદ કરી હતી. ત્યારબાદ ગૃહ પ્રધાને આ કિસ્સામાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.
જે બાદ નવસારી એલસીબી પોલીસે એક સપ્તાહ બાદ આરોપી અસીમ શેખની મુંબઇથી ગુજરાત આવતાં ધરપકડ એલ.સી.બી પોલીસે એક સપ્તાહ બાદ આરોપી અસીમ શેખની મુંબઇથી ગુજરાત આવતાં ધરપકડ કરી નવસારી કોર્ટમાં રજૂ કરતા તેના 13 જુલાઇ 2023 સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

જ્યારે આજરોજ નવસારી પોલીસ ખેરગામ ખાતે આરોપી અસીમ શેખ લઇને પહોંચી હતી ત્યાં મુસ્લિમ સમાજના લોકોએ ફટાકડા ફોડી તેમજ ફુલો વરસાદ અને ફુલ આપી પોલીસની કામગીરીને બિરદાવી હતી. અને સાથે આરોપીને કડક સજાની માંગ પણ કરવામાં હતી.

નવસારીના ખેરગામમાં પરિણીત અને ત્રણ બાળકોના પિતા એવો અસીમ નિઝામમિયા શેખે યુવતી જ્યારે સગીર વયની હતી. ત્યારે પ્રેમજાળમાં ફસાવીને અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આટલે થી અટકતા યુવતીની સગાઇ પણ તોડાવી નાખી હતી. ત્યારબાદ શખસે હત્યાના આરોપી એવા રોનક પટેલ સાથે તેનાં લગ્ન કરાવી દીધાં હતાં.
આ અંગે ભોગ બનેલી યુવતીએ ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ નવસારી એલસીબી પોલીસે એક અઠવાડિયા પછી આરોપી અસીમ શેખ જયપુર રાજસ્થાનથી વિમાન બેસીને મુંબઇ એરપોર્ટ ઉતરી ત્યાંથી વસઈ ખાતે આવેલ ફાઉન્ટેન હોટલ પાસેથી ગુજરાત ખાતે આવનાર તેવી માહિતી મળતા છે. નવસારી એલ.સી.બી ટીમે ત્યાં પોંહોંચી હતી અને તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેના 13 જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આ સમગ્ર ધટનાની વાત કરીએ તો
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની સપના (નામ બદલ્યું છે) જ્યારે સગીર વયની હતી ત્યારે અસીમ નિઝામ શેખે સપના યેનકેન પ્રકારે મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને ત્યારબાદ છેડતી કરતો હતો. બે વર્ષ અગાઉ સપના જ્યારે વડોદરા અભ્યાસ માટે ગઈ હતી. ત્યારે અસીમ તેને મળવા માટે વડોદરા પહોંચી ગયો હતો. સપમાને લગ્નની લાલચ આપી પોતાના મિત્રને ત્યાં લઈ જવાનું કહી હોટલમાં લઈ ગયો હતો. અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. અસીમે અવારનવાર સપના ને ધમકીઓ આપી દુષ્કર્મ આચરતો હતો. પરંતુ, સમય જતા સપનાને અસીમના અન્ય યુવતીઓ સાથેના સંબંધોની જાણ થતાં અસીમ સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. તેમ છતાં અસીમે હેરાન કરવાનું ચાલુ રાખતા સપનાને તેના પરિવારજનોએ અભ્યાસ છોડાવી દીધો હતો.
પોતાની પુત્રીના ભવિષ્યને લઈ તેનાં માતાપિતા સહિત પરિવારજનો ખૂબ જ ચિંતિત હતાં. સપનાની એક છોકરા સાથે સગાઈ નક્કી કરવામાં આવી હતી. પરંતુ, અસીમે સપના સાથેના અંગતપળના ફોટો છોકરાને મોકલાવીને સપનાનો નક્કી થયેલો સંબંધ તોડાવી નાખ્યો હતો.

અસીમ શેખ તેના મિત્ર હત્યાના આરોપી સાથે
અસીમે તેના મિત્ર અને હત્યાનો આરોપી રોનક પટેલ સાથે સપના નાં લગ્ન કરાવ્યાં હતાં. સપનાને તેની નજર સામે જ રહે તે માટે અસીમ સપનાની મરજી વિરુદ્ધ તેના મિત્ર અને હત્યાના આરોપી એવા રોનક પટેલ સાથે નવસારીના જૂનાથાણા ખાતે આવેલા બલ્લારેશ્વર મંદિરમાં લગ્ન કરાવ્યાં હતાં. સમગ્ર મામલો જે તે સમયે ખેરગામ પોલીસ મથકે પહોંચ્યો હતો અને બાદમાં રોનક પટેલ તથા સપનાના કોર્ટ મારફતે રોનક અને સપના છૂટાછેડા થયા હતા. છતાં પણ અસીમ દ્વારા વારંવાર સપના અને તેના પરિવારને ધમકીઓ મળતા છેવટે સપનાએ ખેરગામ પોલીસમાં આરોપી બૂટલેગર અસીમ નિઝામ શેખ અને રોનક પટેલ વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
આ કેસ અંગે તપાસ
પ્રથમ કેસની તપાસ CPIને સોંપવામાં આવી હતી.પરંતુ આરોપીઓની ધરપકડ કરવામાં કાર્યવાહી ન થતાં આ મામલે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે ફરિયાદ પહોંચી હતી. ત્યારબાદ તપાસ એલ.સી.બી પીઆઇ દિપક કોરાટને સોંપાઇ હતી. LCBની ટીમને બાતમી મળી હતી કે, જયપુરથી વિમાનમાં બેસી મુંબઈ એરપોર્ટ ઊતર્યો છે અને ત્યાંથી વસઈ ખાડી પાસે આવેલી હોટલ ફાઉન્ટન પાસેથી ગુજરાતમાં પ્રવેશવાનો છે. ત્યારે પોલીસે પહેલાંથી વોચ ગોઠવીને મુખ્ય આરોપી એવા અસીમે નિઝામ શેખની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને કોર્ટ રજૂ કરીને 13 જુલાઇ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

આરોપીને કડકમાં કડક સજા થાય એવી મુસ્લિમ સમાજની માંગ છે
આ ધટના અંગે મુસ્લિમ અગ્રણીએ જણાવ્યું હતું કે, આ ગુનામાં આરોપીને ઝડપવામાં પોલીસે જે કામગીરી કરી છે, એને અમે બિરદાવીએ છીએ. ખેરગામમાં હિન્દુ-મુસ્લિમ હળીમળીને રહીએ છીએ. એ સારો માહોલ બગાડવાની કોશિશ છે, પણ અમે બગડવા નહીં દઇએ. આ મુસ્લિમ સમાજ માટે કલંકિત ઘટના છે.યુવતી એકદમ નિર્દોષ છે, એને ફસાવવામાં આવી છે.આરોપીને કડકમાં કડક સજા થાય એવી ખેરગામના મુસ્લિમ સમાજની માંગ છે.તેમજ નવસારી પોલીસ આરોપી અસીમ શેખનું સરઘસ કાઢતા મુસ્લિમ સમાજ મહિલાઓએ થાળી વગાડી આરોપીને કડક કડક સજા થાય તેવી માંગ પણ કરી હતી.
આરોપી સામે ગુના નોંધાયેલા
નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયે આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે અસીમના ગુના અંગે વિગતવાર માહિતી આપી હતી. આરોપી અસીમ નિઝામમિયા શેખ જે ખેરગામમાં લિસ્ટેડ બૂટલેગર તરીકે પોલીસે ચોપડે નોંધાયેલો છે. આ ઉપરાંત આરોપી સામે ખેરગામમાં આઠ, ચીખલીમાં બે, વલસાડમાં પાંચ અને સુરત બે મળીને કુલ 14 પ્રોહિબિશનના ગુના નોંધાયેલ છે તેમજ 3 મારામારીના ગુના, 1 રાયોટિંગ ગુનો અને એક વ્યાજખોરી મળીને કુલ 20 ગુના નોંધાયેલા છે.
આરોપીનું ખેરગામ ખાતે પોલીસે સરધસ કાઢ્યું
નવસારી ના ખેરગામ ખાતે આજે બપોરે નવસારી જિલ્લા પોલીસ ધ્વારા ચુસ્ત બંદોબસ્ત આરોપી અસીમ શેખ નું ખેરગામના જુદા જુદા વિસ્તારમાં સરધસ કાઢવામાં આવ્યું હતું.આરોપી સરધસ દરમિયાન સારી કામગીરી બદલ પોલીસ માટે તેમજ ગૃહ પ્રધાન હર્ષ સંઘવી માટે સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
ડી.વાય.એસ.પી એસ.કે રાય સર્વકાલીન સાથે વાતચીત જણાવ્યું હતું કે આ આરોપી અસીમ શેખ તથા તેના પરિવારજનોએ ખેરગામ ખાતે હાક અને ધાક હોવાને કારણે તેના કે તેના પરિવાર વિરુદ્ધ કે ફરિયાદ આપવા ગભરાતા હતા.
આ દિકરીએ હિંમત કરી ફરિયાદ દાખલ કરાવી છે. તેમજ આ આરોપી કે તેના પરિવાર થી ભોગ બન્યા હોય તો ખેરગામ પોલીસ સ્ટેશન અથવા તેમની એસ.પી કચેરી નવસારી આવી એમને ફરિયાદ આપી શકે છે.
આવા કિસ્સાઓ આપની સાથે અન્ય લોકો થકી થયા હોય તો પણ જે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી શકો છો ભોગ બનનાર યુવતીએ ઓળખ ન થાય તેની તકેદારી રાખવા તેમણે ખાતરી આપી હતી.
આ બહુચર્ચિત ખેરગામ પોલીસ નોંધાયેલ લવજેહાદ કેસ માં આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ 376(2) (એન), 323, 504, 506(2),114 તેમજ પોસ્કો એક્ટ 2012 ની કલમ 8,12 અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી 2000ની કલમ 66(ઈ) મુજબ ગુનો નોંધી એલ.સી.બી પીઆઇ ડી.એસ કોરાટ વધુ તપાસ હાથ ધરી છે