આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ નવસારી જિલ્લાના છ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ નવસારી જિલ્લાના છ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

ભારત દેશની આઝાદીની લડત દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા અમૂલ્ય યોગદાનને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ સ્વતંત્રતાની લડાઇના લડવૈયાઓનું જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓની હસ્તે પરિવારજનોને સન્માન કરવામાં આવ્યું હતું.

જે અન્વયે નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે આજે નવસારી જિલ્લાના સરપોર ગામના સ્વાતંત્ર્ય સેનાની સ્વ.ગોવિંદભાઇ પટેલના પત્ની પુષ્પાબેન પટેલને શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. સાથે ચરખો પણ અર્પણ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશને આઝાદી અપાવવામાં આપેલું યોગદાન અમુલ્ય છે. અને તેમણે કરેલો સંઘર્ષ અને દાખવેલી બહાદુરીને આજે યાદ કરી બિરદાવીએ છીએ. સાથે, તેમના પરિવારજનો આજે આપણી સાથે છે તે પણ એક ભાગ્યશાળી ક્ષણ છે. વધુમાં, કલેકટરે સ્વાતંત્ર્ય સેનાનીઓને નવસારી જિલ્લાનું ગૌરવ ગણાવી આ અવસરે શુભેચ્છા પાઠવી હતી.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ અગાઉ નવસારી જિલ્લાના પાંચ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો/ આશ્રિતોને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. જે અંતર્ગત ગણદેવીના ઇન્દિરાબહેન એમ દેસાઈનું સન્માન જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, કરાડીના લક્ષ્મીબેન એમ પટેલનું સન્માન જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, કરાડીના રામીબેન જે. પટેલનું સન્માન નવસારીના નિવાસી અધિક કલેકટર કેતન પી જોષી, કરાડી ગામના પાર્વતીબેન એમ પટેલનું સન્માન પ્રાંત અધિકારી આર.આર.બોરડ અને કરાડી ગામના રમાબેન એમ પટેલનું સન્માન નવસારીના નાયબ કલેકટર કે.જી.વાઘેલાએ કરેલ હતું.

આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનો/આશ્રિતોએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *