આનંદો…કેન્દ્ર સરકારની કર્મચારીઓને મોટી ભેટ આપી DAમાં કર્યો 4%નો વધારો કર્યો
- Finance
- March 24, 2023
- No Comment
આજરોજ કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને મોંઘવારી રાહતનો વધારાનો હપ્તો જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજરોજ કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને મોંઘવારી રાહતનો વધારાનો હપ્તો જાહેર કરવાની મંજૂરી આપી છે. વધારાના હપ્તા ભાવ વધારા સામે વળતર આપવા માટે, મૂળભૂત પગાર,પેન્શનના 38% ના વર્તમાન દર કરતાં 4% નો વધારો દર્શાવે છે.મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંનેના કારણે તિજોરી પર સંયુક્ત અસર વાર્ષિક રૂ. 12,815.60 કરોડ થશે.તેનાથી કેન્દ્ર સરકારના લગભગ 47.58 લાખ કર્મચારીઓ અને 69.76 લાખ પેન્શનરોને ફાયદો થશે.આ વધારો સ્વીકૃત ફોર્મ્યુલર અનુસાર છે જે 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની આ જાહેરાતને પગલે પર દર વર્ષે 12,815 કરોડ રૂપિયાનો જેટલુ નાણા ભારણ વધશે. જોકે સરકારના આ નિર્ણયને પગલે કેન્દ્ર સરકારના લગભગ 47.58 લાખ કર્મચારીઓને સીધો ફાયદો થશે ઉપરાંત 59.76 લાખ પેન્શનરોને પણ લાભ થશે. મોંઘવારી ભથ્થામાં કરવામાં આવેલા આ વધારો સાતમાં કેન્દ્રીય પગાર પંચની ભલામણને લઈને કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
નોંધનીય છે કે વધારાના હપ્તા ભાવ વધારા સામે વળતર કેન્દ્ર સરકાર આપવા માટે, મૂળભૂત પગાર અને પેન્શનના 38% ના વર્તમાન દર કરતાં 4% નો વધારો દર્શાવે છે.મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંનેના કારણે તિજોરી પર સંયુક્ત અસર વાર્ષિક રૂ. 12,815.60 કરોડ થશે