
શ્રી રામકથાના ચોથા દિવસે પૂજ્ય મોરારીબાપુ કહે છે ભારતમાં અવશ્ય રામરાજ આવી રહ્યું છે
- Local News
- March 25, 2023
- No Comment
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત હજારો ભાવિકોને બાપુએ હાસ્ય રસ ના સાગરમાં ખડખડાટ હસાવ્યા
જય જય ગિરિવર કિશો રી જય મહેશ મુખ ચંદ્ર ચકો રી આ પંક્તિઓને કેન્દ્રમાં રાખીને ચાલતી ચૈત્રી નવરાત્રી ચોથા દિવસે રામ કથા મંડપ 1 લાખ ચોરસ ફૂટ થી વધારીને સવા લાખ ચોરસ ફૂટનો કરવા છતાં હજારો ભાવિકોનો માનવ મહેરામણ મોરારીબાપુને સાંભળવા હરખ ઘેલો બન્યો હતો પૂજ્ય બાપુએ મા ભગવતી ની ઉપાસના સાથે શિવ શક્તિને જોડીને કથાનું રસપાન કરતા જણાવ્યું કે જીવ માત્રને મિત્ર ભાવે જોવું એ આપણો ધર્મ છે આપણે તમામને મૈત્રી દ્રષ્ટિ દૂરદ્રષ્ટિ સૂક્ષ્મ દૃષ્ટિ અને વિવેક દ્રષ્ટિથી જોવા રહ્યા તો જ આપણે સ્વ થી સર્વ સુધી અને ગુજરાતથી રાષ્ટ્ર અને વિશ્વ થી બ્રહ્માંડ સુધી કલ્યાણની ભાવના એ પહોંચી શકીશું આપણે પ્રિય કર અને શ્રેયકર બંને બનવું રહ્યું.
ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જ્યારે જ્યારે વિહાર કરતા ત્યારે ચોપાસના પરિઘમાં વ્યાસમાં વિશાળ વિસ્તારમાં આપમેળે એમની દિવ્ય હાજરીને કારણે હિંસા અટકીને અહિંસામાં પરિવર્તન પામતી આપણું દિવ્ય સ્વરૂપ સાગર નું બિંદુ છે અહિંસા પ્રતિષ્ઠિત થવાથી વેરી પણ અહિંસક બની જાય છે નિંદા કરનારા વર્ગને ઉદ્દેશીને કહ્યું હતું કે આપણે મૌન રાખવું અને વિચલિત ન થવું અપમાનમાં પણ રહીને જીવન જીવવાની કળા શીખવી નિંદા કરનાર પોતાની ખાનદાની નો પરિચય આપતો હોય છે.
આજના ચોથા દીને પૂજ્ય મોરારીબાપુએ જણાવ્યું કે આ કથામાં વિધાનસભાના ઉમદા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત છે અને એમના અધ્યક્ષ પદે ગુજરાત વિધાનસભા વિવાદ સભા નહીં પરંતુ વિવેક સભા બની રહે એવો સાધુવાદ આપું છું ખડખડા ટ હાસ્ય વચ્ચે બાપુએ જણાવ્યું કે આ રામ કથા મારા નવ દિવસના સત્રની વિધાનસભા જ છે અને એનો સ્પીકર હું છું.
પૂજ્ય મોરારીબાપુએ ફરીથી દોહરાવ્યું કે વર્ષમાં એક કથા તો આદિવાસીઓ અને વંચિતોની વચ્ચે થવી જ જોઈએ એવો આપણી પાસે આવી શકતા નથી પણ આપણે એમની પાસે જવું રહ્યું છે વાળા ના માનવી સુધી પહોંચીએ ત્યારે જ પરમાત્માનો રાજીપો રહે છે માનવીનું વ્યક્તિત્વ વક્તવ્ય વાસ્તવિક સત્ય હકીકત અને જરૂરી જ બોલવું અને વિનોદવૃત્તિથી બોલવું એ સમગ્ર થયા આકર્ષક વ્યક્તિત્વ નું પ્રતિબિંબ છે
તમે શ્રોતાજનો તો હાથ પગ લંબાવી શકો પાણી પી શકો લઘુ શંકાએ જઈ શકો પરંતુ મારે તો પલાઠી વાળી સીસ્ટ તો બધા બેસવા સાથે એક એક શબ્દ સમજી વિચારી સાવધાનીપૂર્વક આ વ્યાસ પર પીઠ પરથી બોલવો પડે હું ઉપર બેઠેલો છું એટલે ચોપાટ ચોકી વ્યાસપીઠ પર છું એટલે ચોકીદાર છું પણ આપ સૌ તો જમીન પર બેઠેલા જમીનદાર છો