કલા મહાકુંભમાં રાજય કક્ષાએ બાઈ નવાજબાઈ તાતા ગર્લ્સ હાઈસ્કુલની ઝળહળતી સિધ્ધિ
- Local News
- March 16, 2023
- No Comment
નવસારીની બાઈ નવાજબાઈ તાતા ગર્લ્સ હાઈસ્કુલની ધો.૧૧ની વિદ્યાર્થીની માધવી રાજેશભાઈ ટંડેલે કલામહાકુંભ અંતર્ગત રાજય કક્ષાએ વકતૃત્વ સ્પર્ધામાં અમરેલી મુકામે ભાગ લીધેલ હતો. જેમાં માધવીએ નવસારી જીલ્લાનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. જેમાં તેણે તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાને અને સમગ્ર નવસારી જીલ્લાને ગૌરવ અપાવ્યું છે. વિજેતા વિદ્યાર્થીનીને તથા તેને તૈયારી કરાવનાર શિક્ષિકા કૃપાબેન પટેલને શાળાનાં આચાર્યા યાસ્મીન પટેલ તેમજ સમગ્ર શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ સતત આવી સિધ્ધિઓ પ્રાપ્ત કરતાં રહે એવી હાર્દિક શુભકામના પાઠવી હતી.