કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ ધ્વારા વાંસદાના કાવડેજ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ
- Local News
- March 16, 2023
- No Comment
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનાં કાવડેજ ખાતે તા.૧૫ માર્ચ ૨૦૨૩નાં રોજ મહિલા દિવસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કોહેઝન ફોઉન્ડેશન ટ્રસ્ટનાં અનિક્ષા ગામીત અને ટીમ તેમજ આજ સંસ્થાનાં પ્રોત્સાહનથી બનેલ ઉજાસ મહિલા ખેડૂત સંગઠન દ્વારા કરવામાં આવેલ હતું.
જેમાં અલગ અલગ સરકારી વિભાગો અધિકારીઓ તેમજ સંસ્થાઓનાં પ્રતિનિધિઓએ હાજર રહી મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો. જેમાં મુખ્ય મહેમાન જેમ કે વાંસદા પોલીસ સ્ટેશન તરફથી મંગીબેન પટેલ, ફાલ્ગુનીબેન પટેલ મહિલા સુરક્ષા માટે લેવામાં આવતા પગલાઓ તેમજ પ્રાવધાનો અંગે બહેનો સાથે વાત કરી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.નીકુલસિહ ચૌહાણ તથા ડો.કે.એ.શાહ દ્વારા ટકાઉ ખેતી અને મહિલા એક ખેડૂત તરીકેનાં યોગદાન દ્વારા બહેનોને પ્રોત્સાહન આપ્યું હતું.
મહિલા સુરક્ષા સમિતિ પ્રમુખ બીનાબેન પુરોહિત કે જેમણે મહિલા સુરક્ષા અને બાળ સુરક્ષા માટે સુરક્ષા સમિતિ ગામનાં મહિલા અને બાળકોને કેવી રીતે ટેકો પૂરો પડી શકશે તે બાબતે જણાવ્યું હતું. ડાંગી આદિવાસી મહિલા ખેડૂત ઉત્પાદક કંપનીનાં પ્રમુખ સીતાબેન તેમજ સભ્ય હીરાબેન, મહિલાઓની ખેતી, ખેત પેદાશો થકી આજીવિકામાં કેવી રીતે વધારો કરી રહયા છે, તે અંગે અનુભવી દ્વારા બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો.
જાગૃતિ મહિલા ફેડરેશન વઘઈનાં પ્રમુખ મનીષાબેને સંગઠનમાં રહી અન્ય મહિલાઓને કંઈને કંઈ ઉપયોગી થઈ શકે છે. તેના ઉદાહરણ સાથે તેમના અનુભવો દ્વારા ઉપસ્થિત મહિલા ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આમ ઉજાસ મહિલા ખેડૂત સંગઠનનાં આસરે ૫૦૦થી પણ વધુ બહેનોએ મહિલાઓએ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે પરંપરા ગીતો અને નૃત્ય સાથે પોતાના એક મહિલા હોવાના અસ્તિવને ગૌરવ સાથે આ દિવસની ઉજવણી કરી હતી.