નવસારીના યુવાન હેત સોલંકીના સપના સાકાર કરવા રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના યોજનાએ કેનેડામાં શિક્ષણ લેવાની સરળતા કરી આપી

નવસારીના યુવાન હેત સોલંકીના સપના સાકાર કરવા રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના યોજનાએ કેનેડામાં શિક્ષણ લેવાની સરળતા કરી આપી

આજનો યુવા આવતીકાલનું ભવિષ્ય છે .આ ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં યુવા મહત્વનું યોગદાન આપી શકે છે .ગુજરાત સરકાર પણ ભાવી પેઢીને શિક્ષણથી સુસજ્જ કરવા અવિરત પ્રયાસો કરી શ્રેષ્ઠ ભૂમિકા ભજવી રહી છે . આજે ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાની રસ રૂચી અનુસાર જીવનની કેડી કંડારી રહ્યા છે જેમાં રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન સહાય તેમના માટે આશીર્વાદ સમાન બનેલ છે.

નવસારી જીલ્લાના જલાલપોર તાલુકાના રહેવાસી હેત સોલંકી શાળાકાળથી જ શિક્ષણમાં ખૂબ તેજસ્વી હતા. તેમણે બેચલર ઓફ સિવિલ એન્જીનિયરીંગ રાજકોટના મારવાડી યુનીવર્સિર્ટીમાંથી કર્યું હતું. હેત સોલંકીને સીવીલ એન્જીનિયરીંગના ક્ષેત્રમાં વિદેશમાં અનુસ્નાતકની ડીગ્રી મેળવવાની ઝંખના હતી અને કેનેડાના ઓન્ટોરિયો રાજ્યની યુનીવર્સીટી ઓફ વિન્ડસોરમાં પ્રવેશ પણ નિશ્ચિત થઈ ગયું હતું . આ અગત્યના સમયે રાજ્ય સરકારના અનુસસૂચિતજાતિ કલ્યાણની કચેરી દ્વ્રારા વિદ્યાર્થીઓને મળવાપાત્ર વિદેશ અભ્યાસ લોન યોજનાએ તેની વિદેશમાં શિક્ષણ મેળવવાની ઝંખના સાકાર કરવાનો માર્ગ મોકળો કર્યો.

વિદેશ અભ્યાસ માટે વિવિધ બેંકો ધિરાણ આપે છે પરંતુ તેનો વ્યાજ દર ઘણો ઉંચો હોય છે અને પ્રથમ હપ્તો ચૂકવાય તે સાથે જ વ્યાજ ચઢવા લાગે છે એવી લાગણી વ્યક્ત કરતા હેતના પિતાશ્રી પ્રકાશભાઈ સોલંકીએ જણાવ્યું કે વિદેશમાં ભણવા માટેની રાજ્ય સરકારની ધિરાણ યોજના નજીવા વ્યાજના દરે ધિરાણ આપે છે અને વિદેશમાં અભ્યાસને સરળ અને સુગમ બનાવે છે. બેન્ક ધિરાણની સરખામણીમાં આ વિકલ્પ ખૂબ જ સોંઘો છે.

હેતની માતા મનીષાબહેન લોન મેળવવા માટે તેમને કચેરી તરફથી મળેલ સહકારની વાત કરતાં કહે છે કે વિદેશ અભ્યાસ લોન મેળવવા માટે શરૂવાતમાં બેંકો તરફથી ખુબ ઉંચા વ્યાજદરે લોન મળતી હતી જે આમારા મધ્યમવર્ગી પરિવાર માટે ખુબ ચિંતાજનક બાબત હતી. વિદેશી સહાય યોજનાની માહિતી મળતા નવસારી જુનાથાણા સ્થિત અનુસસૂચિતજાતિ કલ્યાણની કચેરીનો સંપર્ક કરતા અમને ક્યાંય કોઇપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નથી પડ્યો. આ માટે કચેરીના દરેક વ્યક્તિએ અમને પૂરો સહકાર આપ્યો હતો. કચેરીમાંથી મળેલી જાણકારી મુજબ અમે તુરંત ઓનલાઈન જરૂરી તમામ દસ્તાવેજોને અપલોડ કર્યા હતા.

જેની ચકાસણી બાદ અમને દીકરાના અભ્યાસ માટે રૂપિયા ૧૫ લાખની લોન મળી ગઇ હતી. જેના કારણે આજે મારો દીકરો વિદેશમાં સીવીલ એન્જીનિયરીંગમાં અભ્યાસ કરી રહ્યો છે. ગુજરાત સરકારે અમારા પરિવારના મોભી સદસ્ય બનીને જરૂરી લોન નજીવા દરે આપીને મારા દિકરાએ જોયેલા વિદેશ અભ્યાસના સપનાને સાકાર કર્યુ છે. આ માટે રાજ્ય સરકારને અમારા પરિવાર તરફથી અંત હ્રદયથી આભાર માનીએ છે.

વિદેશ અભ્યાસ સહાય યોજનાથી ગુજરાતનાં ગરીબ-મધ્યમ વર્ગનાં વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ અભ્યાસ આસાનીથી મેળવી રહ્યા છે. વિદેશી અભ્યાસ યોજના સહાય વિદેશ અભ્યાસ ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે સાચા અર્થે આશિર્વાદરૂપ બની છે.

વિદેશ અભ્યાસ માટેની રાજ્ય સરકારની ધિરાણ યોજના ખૂબ ઓછા વ્યાજના દરે અને ખૂબ જ સરળતાથી વિદેશમાં ભણતર સરળ અને સુગમ બનાવે છે : પ્રકાશભાઈ સોલંકી (વિદ્યાર્થીના પિતા)

https://kcg.gujarat.gov.in/education_loan/

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *