નવસારીમાં ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવનારાઓ સાવધાન: નવસારી જિલ્લા પોલીસ લાવી સ્પીડ ગન

નવસારીમાં ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવનારાઓ સાવધાન: નવસારી જિલ્લા પોલીસ લાવી સ્પીડ ગન

નવસારી શહેરમાં ઝડપી તેમજ ગફલત ભરી રીતે વાહન હાકવું કે સાઈલેન્સર અવાજ કરવું કે કરાવવું  હવે યુવાનોને ભારી પડી શકે તેમ છે કારણકે જિલ્લા પોલીસને ટેકનોલોજીની મદદ મેળવી ત્રણ જેટલી સ્પીડ ગન મળી છે જે તમારા વાહનની સ્પીડને આંખના પલકારામાં માપીને તેનો ડેટા એકત્ર કરી ઘરે મેમો મોકલશે એટલે ધૂમ સ્ટાઇલ થી બાઇક હાકતા વાહન ચાલકો તેમજ વાહનોની સ્પીડ લિમિટ નું ધ્યાન રાખવું હવે ફરજિયાત બનશે.


નવસારી શહેરમાં કેટલાક સમયથી રઈશઝાદા યુવાનો સ્પીડમાં બાઈક હાકીને તેમજ અવાજ પ્રદુષણ અને અન્ય રીતે અવાજ કરતા સાઈલેન્સર થકીઅન્ય રાહદારીઓ માટે જોખમ ઊભું કરે છે. અનેક વખત આ મામલે જિલ્લા પોલીસને ફરિયાદ મળી છે.શહેરમાં ધૂમ સ્ટાઇલ મારતા બાઇકર્સને ટેકનોલોજી ની મદદથી ઝડપી પાડવા માટે રાજ્ય સરકારે દરેક જિલ્લામાં સ્પીડ ગન દ્વારા આપવાની શરૂઆત કરી છે. ટ્રાફિક નિયમનો ભંગ કરતા બાઇક ચાલકને શાન ઠેકાણે લાવવા એક નવતર અભિયાનની શરૂઆત નવસારી જિલ્લામાં થઈ છે.


અત્યાર સુધી નવસારી જિલ્લા પોલીસ પાસે હાઇવે ઉપર ઝડપી વાહન હાકનારા વાહન ચાલકોને દંડનીય કાર્યવાહી માટે માત્ર ઇન્ટરસેપ્ટર વાહનની વ્યવસ્થા હતી પરંતુ હવે જિલ્લા પોલીસને રાજ્ય સરકાર તરફથી નવસારી જિલ્લા પોલીસને ત્રણ જેટલી સ્પીડ ગન આપવામાં આવી છે જે શહેરી વિસ્તારોમાં પણ બાઇકર ગેંગને કાબુ રાખવામાં પોલીસને મદદરૂપ કરશે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્પીડ ગન મૂકીને પોલીસ દંડ વસુલાત અંગે માહિતી મેળવી રહી છે.


સ્પીડગનમાં લાગેલા સેન્સર વાહનની સ્પીડ માપીને ડેટાને મોબાઇલમાં મોકલે છે અને મોબાઈલ વાહન ચાલકની ફોટો પાડીને તે ફોટો નેત્રમ ડિપાર્ટમેન્ટ ને પેન ડ્રાઈવ દ્વારા મોકલવામાં આવે છે અને નેત્રંગ ડિપાર્ટમેન્ટ તે ફોટો સીધો જ વહનચાલકના ઘરે મેમો રૂપે મોકલી દંડની વસુલાત કરશે


નવસારી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એસ.કે.રાય ના જણાવ્યાનુસાર નવસારી શહેર ઓવર સ્પીડ તેમજ ધૂમ સ્ટાઇલ ચલાવનારાઓ ધ્વારા મહિલાઓ,વૃદ્ધો તેમજ બાળકો અડફટે લઇ સંબંધિત ગુનાઓ ઉકેલ લાવવા તેમજ આવા ગુનાઓ થતા રોકવા ત્રણ નવી સ્પીડ ગન થકી નવસારી જિલ્લા ટ્રાફિક શાખા તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન જરૂરી માહિતીઓ નેત્રમ શાખા જરૂરી કાર્યવાહી કરી ઈમેમો જે તે વાહન ચાલક ઘરે મોકલવામાં આવશે આનાથી ધૂમ સ્ટાઇલ બાઈક ચલાવનારાઓ અને સામાન્ય જનતા વચ્ચે ઘર્ષણ ધટાડો કરવામાં મદદરૂપ સાબિત થશે.

નવસારી શહેરમાં ધૂમ સ્ટાઈલ બાઈક ચલાવનારાઓની હવે ખેર નહીં: પોલીસ કરશે હવે દંડનીય કાર્યવાહી

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *