વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ધ્વારા નવસારીમાં ટેક્સ્ટાઇલ પાર્ક મંજૂરી અપાઈ
- Local News
- March 17, 2023
- No Comment
PM – MITRA યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાતના અગ્રણી જિલ્લા નવસારીમાં ટેક્સટાઇલ પાર્ક બનાવવાની મંજૂરી અપાઈ.
PM MITRA mega textile parks will boost the textiles sector in line with 5F (Farm to Fibre to Factory to Fashion to Foreign) vision. Glad to share that PM MITRA mega textile parks would be set up in Tamil Nadu, Telangana, Karnataka, Maharashtra, Gujarat, MP and UP.
— Narendra Modi (@narendramodi) March 17, 2023
દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ ઉદ્યોગ માટે દેશભરમાં જાણીતું છે. ક્ષેત્રના વિકાસ માટે એકજ સ્થળે કાપડના દોરાથી લઈ કાપડ બનાવવાની કામગીરી થાય અને સુવિધાઓ ઉપલબ્ધ થવાથી ઉત્પાદકોને બજાર અને સપોર્ટ એકજ સ્થળે ઉપલબ્ધ રહે તે માટે નવસારી(Navsari)માં ટેક્સટાઇલ પાર્ક બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રીએ પિયુષભાઈ ગોયલ ધ્વારા મંજૂરી આપવામાં આવી છે .
નવસારીમાં મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ રિજીયન એન્ડ એપરલ પાર્કને મંજૂરી મળી, જે ખૂબ આનંદની વાત છે. આ નિર્ણય બદલ હું માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ અને કેન્દ્રીય કાપડ મંત્રાલયનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરું છું. pic.twitter.com/FKVREWJC7g
— C R Paatil (@CRPaatil) March 17, 2023
આ પાર્કનાં નિર્માણથી નવસારીનો વિકાસ ફરી રોકેટગતિએ આગળ વધશે. વૈશ્વિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્સટાઇલ ક્ષેત્રનાં વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. નવસારી અને એની આજુબાજુનાં જીલ્લાનાં નાગરિકો માટે રોજગારી અને બિઝનેસની વિપુલ તકો સર્જાશે. નવસારીનાં ડેવલપમેન્ટમાં આ પાર્ક મહત્વની ભૂમિકા ભજવશે. ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન-આ માનનીય પ્રધાનમંત્રીનું વિઝન હતું, આ પાર્કની મદદથી આ વિઝન સાકાર થશે. વૈશ્વિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્સટાઇલ ક્ષેત્રનાં વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.
નવસારીમાં ટેક્સ્ટાઇલ પાર્ક મંજૂરી આપવા બદલ નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો.

નવસારી જિલ્લામાં ટેક્સ્ટાઇલ પાર્ક મંજૂરી બાબતે નવસારીના સાંસદ સી.આર.પાટીલ ટ્વીટ થી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ટ્વીટ ધ્વારા માહિતી આપી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ આભાર પણ માન્યો હતો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘5F વિઝન’ અંતર્ગત કેન્દ્ર સરકારના કાપડ મંત્રાલય દ્વારા ગુજરાતના નવસારી ખાતે અત્યાધુનિક મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ રિજીયન એન્ડ એપરલ પાર્ક (PM MITRA) ની સ્થાપનાને મંજૂરી ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર માટે સાબિત થશે વિકાસનું અમૃત.#PragatiKaPMMitra pic.twitter.com/n47EHfrNGH
— CMO Gujarat (@CMOGuj) March 17, 2023