SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરે છે

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરે છે

SIR અને ચૂંટણી પંચના મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, ‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ’ હોવાનો ભાજપનો આક્ષેપ

SIR (Special Intensive Revision), EVM અને ચૂંટણી પંચને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો વચ્ચે નવસારી જિલ્લા ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. નવસારીના ‘નમો કમલમ’ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ સહિતની બંધારણીય સંસ્થાઓ અંગે કરવામાં આવી રહેલી ટિપ્પણીઓ સામે સવાલો ઉઠાવ્યા હતા.

પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ અને નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા ઉપસ્થિત રહ્યા હતા. મેયર અશોક ધોરાજીયાએ મતદાર યાદીના સુધારણા કાર્યક્રમ અને ફોર્મ-6 સહિતની પ્રક્રિયાનો ઉલ્લેખ કરતાં ચૂંટણી પંચની કામગીરીનો બચાવ કર્યો હતો. તેમણે રાહુલ ગાંધીના તાજેતરના નિવેદનોની ટીકા કરી હતી.

 

અશોક ધોરાજીયાએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીમાં કોંગ્રેસને અનુકૂળ પરિણામો આવે ત્યારે ચૂંટણી પંચ અને EVM અંગે કોઈ સવાલ ઉઠાવવામાં આવતા નથી.જ્યારે વિપરીત પરિણામો આવે ત્યારે ચૂંટણી પ્રક્રિયા સામે પ્રશ્નો ઉભા કરવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ, ચૂંટણી પ્રક્રિયા અંગેના આક્ષેપો વચ્ચે ન્યાયતંત્ર અને બંધારણીય સંસ્થાઓની ભૂમિકા અંગે પણ કોંગ્રેસ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

ભાજપ નેતાઓએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીમાં સતત પરાજય બાદ કોંગ્રેસ પોતાની રાજકીય સ્થિતિને લઈને બચાવની સ્થિતિમાં છે અને તેના કારણે બંધારણીય સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી રહી છે. ભાજપે કોંગ્રેસના આક્ષેપોને રાજકીય ગણાવતાં કહ્યું હતું કે આવા નિવેદનો દ્વારા જનતામાં ભ્રમ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

પત્રકાર પરિષદમાં ભાજપના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિકાસકાર્યો અને કલ્યાણકારી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે આ નીતિઓને કારણે જનતાનો ભાજપ પ્રત્યે વિશ્વાસ યથાવત છે.

પત્રકાર પરિષદનું સંચાલન ભાજપના મીડિયા ઈન્ચાર્જ સમકિત શ્રીશ્રીમાળે કર્યું હતું. આ પ્રસંગે ભાજપના મહામંત્રીઓ જીગર દેસાઈ, શાંતિલાલ પટેલ અને લોચન શાસ્ત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

‘પરિણામ અનુકૂળ હોય ત્યારે EVM યોગ્ય,વિપરીત હોય ત્યારે સવાલ’: ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *