ડિજિટલ તેમજ એઆઈ યુગમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવા ખૂબજ રાખવા : બીએપીએસ સંત જ્ઞાનવત્સલ સ્વામી
- Local News
- March 27, 2025
- No Comment
મહંત સ્વામી મહારાજની નવસારીને ભેટ! બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર આ વિદ્યાસંકુલમાં અનેક બાળકો સંસ્કાર યુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી જીવન સફળ બનાવશે:ડો. જ્ઞાનવત્સલ સ્વામી
વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ચાલતી ૧૬૨ થી વધારે સેવા-પ્રવૃત્તિઓ પૈકી શૈક્ષણિક સેવાઓનું સ્થાન મહત્વનું આપવામાં આવ્યું છે.સંસ્થા દ્વારા ચાલતા છાત્રાલયો તથા શાળાઓ દ્વારા લાખો વિદ્યાર્થીઓ મૂલ્યસભર ઉચ્ચ શિક્ષણ મેળવી પોતાના જીવનને સફળ બનાવી વિવિધ ક્ષેત્રોમાં તેમજ સમાજમાં પોતાની મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.
મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી નવસારી સંસ્કાર નગરીમાં બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિરનો પ્રારંભ થઈ રહ્યો છે.નવસારીની સંસ્કાર પ્રેમી જનતા માટે ગૌરવ અને આનંદની વાત છે. આ વર્ષે જૂન માસથી નર્સરી થી ધોરણ આઠ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ થકી ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમનો પ્રારંભ થશે.

નવસારી શહેરના જમાલપુર વિસ્તારમાં ઘનશ્યામ પાર્કની પાસે ગણદેવી રોડ પર નૂતન બીએપીએસ સ્વામિનારાયણ વિધામંદિરના પટાગણમાં “પેરેટીંગ ઇન ધ ડિઝીટલ એઝ” આ વિષયક વિશ્વ પ્રસિધ્ધ લાઇફ કોચ પૂજ્ય ડૉ જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું કે આજે આ ડિઝિટલ યુગમાં જો પોતાનો પરિવાર સુખી જોવો હોય તો માતા પિતા બહુજ જાગવાની જરૂર છે. આજે આઆ સોશિયલ મિડિયા આપણા કુટુંબને તોડી નાખે છે. આપણે સાચા પેરિટિંગ બનવાની જરૂર છે સાચું વાલીપણું અપનાવવું પડશે.
https://youtu.be/A3QLumGxaJM?si=olhB3FtuAEqWJuwp
ઘણા વાલીઓ પોતાના બાળકોને મોબાઈલ આપી છૂટી જતા હોય છે તે સારું નથી ઘણા લોકો ગૌરવ લે કે મારો દીકરો પાંચ એપ ખોલી શકે પણ ક્યારેય સારા પુસ્તકો આપ્યા? મારું સંતાન સારા પુસ્તકો વાંચે તેના તેનાથી સંસ્કાર આવે છે.આજે માતા પિતાએ પણ મોબાઈલમાંથી ટાઈમ કાઢવો પડશે.તમારે પોતાના બાળકોને સમય આપવો પડશે નહીંતર આ ડીજીટલ યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી દિશા વિહિન બની રહ્યાં છે. બાળકો સાથે આપણે પણ વોટ્સએપ, યુટીયુબ, ફેસબુકમાં રચ્યા પચ્યા હોય છીએ. પ્રમુખ સ્વામી મહારાજ કહતા કે જો તમે તમારા બાળકને સંસ્કાર નહીં આપો તો તમારે સંપતિ અને સંતતિ બન્ને ગુમવવાનો વારો આવશે.

બાળકોને નાનપણથી સંસ્કાર આપવા જોઈએ સન 1992માં યોગી શતાબ્દી મહોત્સવમાં ગુજરાતના ગવર્નર આવેલા ત્યારે તેઓને બાલનગરી એક નાનો નવ વર્ષનો બાળક બતાવી રહ્યો હતો.તેઓ આ જોઈ રાજી થઈ ગયા તેમના પત્નીએ કહ્યું આ બાળકો કઈ ભેટ આપીએ. ત્યારે બાળકે કહ્યું તમે રોજ સવારે ભગવાનને પ્રાર્થના કરજો એ અમારા માટે મોટી ભેટ છે.આવા સંસ્કાર બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિરથી અથવા અમારી બાલસભામાંથી મળે છે.એટલા જ માટે આવા વિદ્યાસંકુલ કરવામાં આવ્યા છે.
આપણી ભવિષ્ય પેઢી સલામત રહે તે માટે પરિવાર સાથે બેસો, બાળકો સાથે બેસો. આ ડીજીટલ યુગમાં ભણતર બહુ જરૂર છે ભણ્યા વગર નહીં ચાલે. ભણતર વગરના જે ધંધો કરે છે તેની આ છેલ્લી પેઢી છે AI નો યુગ આવી ગયો.માટે બાળકો સંસ્કાર યુક્ત શિક્ષણ અપાવો સમજ આપા અને સંયમ શીખવાડો તે ખૂબજ જરૂરી બન્યું છે.આ કાર્યક્રમને પ્રત્યક્ષ અથવા અન્ય માધ્યમ દ્વારા લાભ લેનાર અનેક વાલીઓને આ આયોજન દ્વારા સંતાન ઘડતરની નવી દિશા પ્રાપ્ત થશે.આ કાર્યક્રમમાં શહેરના બુદ્ધિજીવી વર્ગ અને શાળાના અનેક વાલીઓએ તેમજ બાળકો ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.

મહંત સ્વામી મહારાજે નવસારીને આ બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર ભેટ આપી છે તેમાં જે બાળકો સંસ્કાર યુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી જીવન સફળ બનાવશે. અંતે પરિવાર સાથે એક વાર મંદિરે જજો સત્સંગ કથામાં બેસશો જીવન બદલાઈ જશે..
આજના યુગ માં મોબાઈલની લત માટે રિહેબ સેન્ટરની જરૂર ચિંતાજનક:જ્ઞાનવત્સલ સ્વામી