હીટ વેવની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈ વન વિભાગ દ્વારા પાણીની વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરાઇ ઉત્તર વન વિભાગના જંગલમાં કુલ ૮૮ જેટલાં કુદરતી પાણીના સ્ત્રોત ની સાથે ૧૫૩ જેટલાં કૃત્રિમ પાણીના સ્ત્રોત ઉપલબ્ધ કરાયાં 

હીટ વેવની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈ વન વિભાગ દ્વારા પાણીની વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરાઇ ઉત્તર વન વિભાગના જંગલમાં કુલ ૮૮ જેટલાં કુદરતી પાણીના સ્ત્રોત ની સાથે ૧૫૩ જેટલાં કૃત્રિમ પાણીના સ્ત્રોત ઉપલબ્ધ કરાયાં 

ઉત્તર ડાંગ વન વિભાગનો વન્યજીવો પ્રત્યે સંવેદનશીલ અભિગમ ધોમધખતા ઉનાળામાં વન્યજીવોને પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઇ

ગુજરાતના ઘરેણાં સમાન ડાંગ જિલ્લાના ઘનિષ્ઠ વન વિસ્તારમાં રહેતા વન્યજીવો માટે, વન વિભાગે આ ધોમધખતા ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સાથે ફોરેસ્ટ ફોર્સના જવાનોને સરકારી ફરજોની સાથે સાથે પુણ્ય કાર્યની પણ તક ઉપલબ્ધ કરાવી છે.

ડાંગ જિલ્લાનો વન વિસ્તાર બે ભાગોમાં વહેંચાયેલો છે. ઉત્તર ડાંગ, અને દક્ષિણ ડાંગ. જે પૈકી ઉત્તર ડાંગ વન વિભાગ ૫૬૦૦૬.૯૪ હેક્ટર વિસ્તારમાં ફેલાયલો છે. જેમાં કુલ ૮ રેન્જ કાર્યરત છે. જેમાં આહવા (પશ્ચિમ) , સુબીર, લવચાલી, કાલીબેલ, શિંગાણા, પિપલાઇદેવી, ભેંસકાત્રી અને બરડીપાડા રેંન્જ કાર્યરત છે. ઉત્તર વન વિભાગના કાર્યક્ષેત્રમાં ગુજરાતના ઘરેણાં સમાન ‘પૂર્ણા વન્ય જીવ અભ્યારણ્ય’નો પણ સમાવેશ થાય છે. જેનો કુલ વિસ્તાર ૧૬૦.૮૪ કિ.મી.વર્ગમાં વિસ્તરેલ છે.

વન્ય જીવ અને વનસંપદાની દ્રષ્ટિએ, પુર્ણા વન્ય જીવ અભ્યારણ્ય એક સમૃદ્ધ બાયોડાયર્વસિટી હોટસ્પોટ તરીકે અગત્યનું મહત્વ ધરાવતા, ભારતના પશ્ચિમ ઘાટનો ઉત્તરીય ભાગ છે. આ વન્યજીવ અભ્યારણ્યના તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓ તથા પક્ષીઓના સંરક્ષણ, સંવર્ઘન માટે પ્રતિબદ્ધ ફોટેસ્ટ ફોર્સ દ્વારા, ચાલુ ઉનાળાની ધોમધખતી ઋતુમાં, હીટવેવની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ, આ વનિલ જીવો માટે વિશેષ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક દિનેશ રબારીના માર્ગદર્શન હેઠળ, તમામ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારીઓ, તેમના ચુનંદા લાશ્કરો સાથે, આ પુણ્યકાર્યમાં જોતરાયા છે.

વનોમાં વસતા વન્યપ્રાણીઓને ખાસ કરીને પીવાના પાણીની અછતનો સામનો ન કરવો પડે તે હેતુસર, પુર્ણા વન્ય જીવ અભયારણ્ય સહિતના જંગલ વિસ્તારમાં, કુદરતી પાણીના સ્ત્રોતની સાથે સાથે પાણીના કૃત્રિમ સ્ત્રોતનું પણ નિર્માણ કરાયું છે. જેમાં ટેન્કરની મદદથી પાણી ભરવામાં આવે છે, અને ક્ષેત્રિય વનકર્મીઓ દ્વારા તેનું સતત નિરીક્ષણ કરી ખૂટતી કડી જોડવામાં આવે છે. આવા કૃત્રિમ સ્ત્રોત પાસે ટ્રે૫ કેમેરા ગોઠવીને, વન્યપ્રાણીઓની હિલચાલનું પણ સુપેરે ધ્યાન રાખવામાં આવે છે.

ઉત્તર વન વિભાગના જંગલમાં આવા કુલ ૮૮ જેટલાં કુદરતી પાણીના સ્ત્રોતની સાથે સાથે, બીજા ૧૫૩ જેટલા કૃત્રિમ સ્ત્રોત ઉપલબ્ધ કરાવી, વન્યજીવો માટે પાણીની કોઈ અછત ના રહે તેનું સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

આગામી વર્ષમાં સમગ્ર ઉત્તર ડાંગ વન વિભાગમાં બીજા નવા પ૦ જેટલા પાણીના કૃત્રિમ સ્ત્રોતનું નિર્માણ કરવાનું પણ આયોજન વિચારાધીન છે.પૂર્ણા અભ્યારણ્યમાં માંસહારી વન્યજીવોમાં મુખ્યત્વે દિપડા, ઝરખ, જંગલી બિલાડી જેવા વન્ય પ્રાણી જોવા મળે છે તથા તૃણાહારી પ્રાણીઓમાં મુખ્યત્વે ચિત્તલ(હરણ) ભેકર, ચૌશિંગા, માંકડા, જંગલી ભુંડ વગેરે જોવા મળે છે. આ વિસ્તારમાં ઉડતી ખિસકોલી પણ જોવા મળે છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *