નવસારીમાં નિવાસી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા એવા રિટાયર્ડ આઈએએસ અધિકારી જે.બી. પટેલનું દુઃખદ અવસાન થયું
- Local News
- May 15, 2025
- No Comment
ગુજરાતના રિટાયર્ડ આઈએએસ અધિકારી જયંતિભાઈ ભીખાભાઈ પટેલ (જે.બી. પટેલ)નું આજ રોજ દુઃખદ અવસાન થયું છે. તેઓએ ભારતીય વહીવટી સેવામાં ગુજરાત કેડર અંતર્ગત 2008ની બેચના અધિકારી અને વર્ષ 2021માં પસંદગી ગ્રેડમાં બઢતી પ્રાપ્ત કરી હતી.

જે.બી. પટેલે નવસારી જિલ્લામાં વર્ષ 2001થી સાડા ચાર વર્ષ સુધી નિવાસી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવેલી હતી. તેઓ મોરબીના કલેક્ટર તરીકે તેમજ રાજ્ય સરકારના વહીવટીતંત્રમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા હતા.
થોડા દિવસો પૂર્વે તેઓ ચાલવા નીકળ્યા હતા તે દરમિયાન તેઓ પડી જતા માથા પર ગંભીર ઈજા થઈ હતી. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓની 10 દિવસથી હોસ્પિટલ સારવાર ચાલી રહી હતી. જ્યાં આજે તેમનું અવસાન થયું છે.
અંતિમ યાત્રા આજે સાંજે 05:00 કલાકે તેમના નિવાસસ્થાન ઓપેરા બંગલો,ઉમરીગર સ્કૂલ પાસે, ઉમરાથી રામનાથ ઘેલા સ્મશાન ભૂમિ, ઉમરા,સુરત ખાતે નીકળશે.
સર્વકાલીન ન્યૂઝ પરિવાર તેમના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના અને પરિવારજનો માટે આ દુઃખદ ઘડીઓમાં સહન કરવાની તાકાત આપે એજ પ્રાર્થના