નવસારીના ભેંસતખાડા વિસ્તારની ગેરકાયદેસર પુલ અંગે સ્થાનિકોની આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી માંગ કરી
- Local News
- May 16, 2025
- No Comment
નવસારી શહેરના ભેંસતખાડાથી વિરાવળ જતી ખાડી/કાંસ ઉપર ગેરકાયદેસર બનાવવામાં આવેલા પુલને લઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી માટે નવસારી અધિક કલેકટર,નવસારી પ્રાંત અધિકારી, નવસારી મ્યુનિસિપલ કમિશ્નર આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા અંગે રજૂઆત કરી છે.
https://youtu.be/A0pRqwmuZPc?si=OQyv_jDvQ_ip8g8F
ભેંસતખાડા વિસ્તારમાં ધરાવતી ખાડી/કાંસ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી સાફ કરી અને ઉંડી કરવામાં આવ્યું છે જેથી વરસાદી પાણી સરળતાથી નિકાસ થઈ શકે.ઝાડી ઝાંખરા દૂર કરતા અહીંના રહેવાસીઓએ જણાવ્યા અનુસાર અહિં એક નાનકડો પુલ ખાનગી માલિક દ્વારા ગેરકાયદેસર બનાવવામાં આવ્યો છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ પુલ વર્ષોથી ચોમાસા દરમ્યાન પુરની ગંભીર પરિસ્થિતિ સર્જવાનું મુખ્ય કારણ છે. અગાઉની સફાઈમાં ઝાડી-ઝંખારને કારણે આ પુલ પ્રજાના ધ્યાનમાં આવી શક્યો નહોતો. પરંતુ ખાડીની તાજેતરની સફાઈ દરમિયાન આ પુલ સ્પષ્ટ રીતે નજરે પડ્યો છે.

સ્થાનિકોએ કરી આવી માંગ
1. સરકારી તંત્ર દ્વારા આ પુલ અંગે તાત્કાલિક તપાસ કરવામાં આવે.
2. જો પુલ ગેરકાયદેસર હોવાનું સાબિત થાય, તો તાત્કાલિક તેને હટાવી ખાડીને પુનઃપહોળી કરવામાં આવે.
3. ચોમાસામાં વારંવાર પૂર જેવી પરિસ્થિતિ અટકાવવાની સુનિશ્ચિતતા કરવામાં આવે.
સ્થાનિક લોકો એ આ બાબતે કલેક્ટરને લેખિતમાં અરજી આપી, તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે.
આરોગ્ય અને સુરક્ષા પર અસર:
આ પુલના કારણે ખાડીમાં પાણી જમાવ થાય છે અને તે જમાવ ધરાવતી પુરની પરિસ્થિતિને ગંભીર બનાવે છે. આ અંગે તાત્કાલિક કાર્યવાહી પ્રજાના જીવન અને મિલકતના રક્ષણ માટે અનિવાર્ય છે.
પ્રજાજનોએ તંત્રને આ બાબતે તાકીદે કાર્યવાહી કરવા અને વિસ્તારના પર્યાવરણ તથા સુરક્ષાના હિતમાં યોગ્ય પગલાં ભરવા વિનંતી કરી છે.