નવસારીમાં એસીબીએ ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈ અને પોલીસ કર્મચારી લાંચ લેતા પકડયા: નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 40 હજાર લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ રંગે હાથે ઝડપાયો
- Local News
- May 13, 2025
- No Comment
નવસારી ગ્રામ્ય પોલીસ મથકના જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચારનો કેસ પ્રકાશમાં આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ જીઆઈડીસી પોલીસ સ્ટેશન ઈ.ચા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અમૃતભાઈ મગનભાઈ વસાવા અને પોલીસ કર્મચારી ચિરાગકુમાર સુરેશભાઈ રાઠોડને લાંચ લેતા ઝડપ્યા છે.
https://youtube.com/shorts/X-iUNGzHedQ?si=y4AvmSImNxbSSGFu
આ કેસમાં ફરિયાદી વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ નોંધાયો હતો અને તેમણે કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા હતા. જામીન મુજબ અટકની કાર્યવાહી કરી મુક્ત કરવા પીએસઆઈ અમૃત વસાવાએ રૂ. 40,000ની લાંચની માગણી કરી હતી અને લાંચની રકમ ચિરાગ રાઠોડને આપવાનું જણાવ્યું હતું.
ફરિયાદીએ લાંચ આપવાનો ઈનકાર કરી એસીબીનો સંપર્ક કર્યો હતો. આગોતરા જામીન મેળવનાર આરોપીને અટક જામીન પર મુક્ત કરવા માંગેલ રકમ લેતા એસીબીના છટકા દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ ચિરાગ રાઠોડ લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા. પીએસઆઈ અમૃત વસાવા ઘટનાસ્થળે હાજર ન હતા.

આ કાર્યવાહી એસીબી સુરત એકમના પીઆઈ કે.આર. સક્સેના અને મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના સુપરવિઝનમાં થઈ હતી. બંને આરોપીઓએ એકબીજાની મદદગારીથી ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે.