ઉતરાયણ પર્વ દરમિયાન અબોલા પક્ષીઓની સુરક્ષા સંદેશ સાથે નવસારીમાં ‘કરુણા અભિયાન ૨૦૨૬’ અંતર્ગત કાર્યશાળા યોજાઈ

ઉતરાયણ પર્વ દરમિયાન અબોલા પક્ષીઓની સુરક્ષા સંદેશ સાથે નવસારીમાં ‘કરુણા અભિયાન ૨૦૨૬’ અંતર્ગત કાર્યશાળા યોજાઈ

નવસારી શહેરમાં આજ રોજ મહાનગરપાલિકા ટાઉનહોલ ખાતે નવસારી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરુણા અભિયાન ૨૦૨૬ અંતર્ગત એક મહત્વપૂર્ણ માર્ગદર્શક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યશાળામાં ઉતરાયણ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને સુરક્ષિત રીતે કેવી રીતે બચાવવા, રેસ્ક્યુ સમયે કઈ સાવચેતી રાખવી, શું કરવું અને શું ન કરવું તેમજ ઘાયલ પક્ષીઓને આપવાની પ્રાથમિક સારવાર અંગે વેટનરી કોલેજ નવસારીના ડો. સૌરભ પરમારે વિસ્તૃત અને વ્યવહારૂ માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે ઘાયલ પક્ષીઓ માટે વન વિભાગ દ્વારા ઉપલબ્ધ તાત્કાલિક સંપર્ક વ્યવસ્થા, હેલ્પલાઇન નંબરો તથા સારવાર કેન્દ્રોના સરનામાની માહિતી પણ ઉપસ્થિતોને આપવામાં આવી હતી.

આ અવસર પર નાયબ વન સંરક્ષક નવસારી ઉર્વશી આઈ. પ્રજાપતિ તથા મદદનીશ વન સંરક્ષક કેયુર પટેલ દ્વારા કરુણા અભિયાન સંદર્ભે વિગતવાર માહિતી આપી હતી તથા વનવિભાગ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે કૃષિ યુનિવર્સિટી નવસારીના એસોસિયેટ પ્રોફેસર ડો. જયેશ જેંદેએ માર્ગદર્શન આપ્યું હતું, જેથી નાગરિકો કાયદાની સમજ સાથે જવાબદારીપૂર્વક અને માનવતાભાવથી પક્ષીઓની મદદ કરી શકે છે

કાર્યશાળામાં નવસારી જિલ્લાના વિવિધ કોલેજો, શાળાઓ, એનજીઓ,સ્વયંસેવકો તેમજ જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કરુણા અભિયાન ૨૦૨૬ તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૬થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ સુધી અમલમાં રહેશે અને આ સમયગાળા દરમિયાન ઘાયલ પક્ષીઓની સુરક્ષા અને સારવાર માટે વિશેષ વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવશે.

વન વિભાગે નાગરિકોને અપીલ કરી હતી કે કોઈ પણ ઘાયલ પક્ષી જોવા મળે તો તરત જ ટોલ ફ્રી નંબરો ૧૯૨૬ અને ૧૯૬૨ પર સંપર્ક કરવો, તેમજ ૮૩૨૦૦૦૨૦૦૦ પર ‘Hi’ ટેક્સ્ટ અથવા મિસ્ડ કોલ આપી નજીકના સારવાર કેન્દ્રની માહિતી મેળવી શકાશે. ઉતરાયણના તહેવાર દરમિયાન માનવતા અને કરુણાભાવ સાથે પક્ષીઓની સુરક્ષા માટે સૌ નાગરિકો સહયોગ આપે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *