નવસારીનું ગૌરવ: 170 કિ.મી.ની ભારતની સૌથી કઠિન સાયકલ રેસમાં નવસારીના પરસી સુરતી સિલ્વર મેડલ સાથે શહેરનું ગૌરવ વધાર્યું

નવસારીનું ગૌરવ: 170 કિ.મી.ની ભારતની સૌથી કઠિન સાયકલ રેસમાં નવસારીના પરસી સુરતી સિલ્વર મેડલ સાથે શહેરનું ગૌરવ વધાર્યું

  • Sports
  • January 9, 2026
  • No Comment

નવસારીના સ્ટેલોન જીમના માલિક અને ઉત્સાહી સાયકલિસ્ટ પરસી સુરતી એ સમગ્ર ભારત સ્તરે નવસારીનું નામ રોશન કર્યું છે. તારીખ 4 જાન્યુઆરી 2026, રવિવારના રોજ મહેસાણા સાયકલિંગ ક્લબ દ્વારા આયોજિત મહેસાણા થી આબુ ગુરુ શિખર (170 કિ.મી.)ની કઠિન સાયકલ રેસમાં પરસી સુરતીએ શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ મેળવી ભારતભરમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સાથે તેમને રોકડ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટમાં દેશભરના અનુભવી અને વ્યાવસાયિક સાયકલિસ્ટો ભાગ લે છે. મહેસાણા થી આબુ ગુરુ શિખર સાયકલ રેસને ભારતની સૌથી કઠિન સાયકલ રેસોમાંથી એક માનવામાં આવે છે. રેસ દરમિયાન પ્રથમ 130 કિલોમીટર ફ્લેટ રોડ પર સાયકલિંગ બાદ આબુનું લગભગ 40 કિલોમીટર લાંબું કઠિન ચઢાણ (ક્લાઈમ્બિંગ) પાર કરવું પડે છે.

આબુનું ગુરુ શિખર અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે, જેની ઊંચાઈ 1722 મીટર (આશરે 5650 ફૂટ) દરિયાઈ સપાટીથી ઉપર આવેલી છે. આવી વિકટ પરિસ્થિતિમાં સિલ્વર મેડલ જીતવું નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે.આ સફળતા પાછળ પરસી સુરતીની સખત મહેનત મુખ્ય કારણ રહી છે. તેમણે છેલ્લા બે મહિનાથી રોજના 100 થી 150 તેમજ ક્યારેક 200 કિલોમીટર સુધીની સતત પ્રેક્ટિસ કરી હતી. સાથે જ તેઓ સપ્તાહમાં ત્રણ વખત નવસારી થી આહવા-સાપુતારા રૂટ પર જઈ કઠોર અભ્યાસ કરતા હતા.

પરસી સુરતીને આ સફરમાં નવસારીના સાયકલિસ્ટ વીરાફ પીઠાવાલા,હરિશ ટંડેલ, તેમજ ડો.અજય મોદી,ડો.દેવાંગ વૈધ અને ડો.પિયુષ વૈધનો મહત્વપૂર્ણ સહકાર અને માર્ગદર્શન મળ્યું હતું.ઉપરાંત સાયક્લોપીડિયા સાયકલ શોપના માંથરચ જાગીરદાર દ્વારા સાયકલની તમામ સર્વિસની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે બોમી જાગીરદારએ માર્ગદર્શક તરીકે સતત પ્રોત્સાહન આપ્યું હતું.

આ સિદ્ધિ બદલ નવસારી સાયકલિંગ એસોસિયેશનના સભ્યો, રમતપ્રેમીઓ તથા શહેરીજનોએ પરસી સુરતીને શુભેચ્છાઓ પાઠવી અભિનંદન વ્યક્ત કર્યા છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *