નવસારીના વાંસદામાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ,એસઓજીએ 59 લાયસન્સ સાથે આરોપીની ધરપકડ કરી

નવસારીના વાંસદામાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ,એસઓજીએ 59 લાયસન્સ સાથે આરોપીની ધરપકડ કરી

નવસારીમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ:SOGએ મોબાઈલ એપથી નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતો એક આરોપીને 59 નકલી લાયસન્સ સાથે ધરપકડ કરી

નવસારી જિલ્લામાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી લોકો સાથે છેતરપિંડી કરનાર એક શખ્સને નવસારી એસ.ઓ.જી. પોલીસે ઝડપી લઈ મોટો કૌભાંડ પર્દાફાશ કર્યો છે. વાંસદા વિસ્તારમાંથી ધરપકડ કરાયેલા આરોપી પાસેથી કુલ 59 નકલી ડ્રાઇવિંગ લાયસન્સ અને એક મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે.

નવસારી જિલ્લામાં નકલી દસ્તાવેજો બનાવી લોકો સાથે છેતરપિંડી કરનાર તત્વો સામે નવસારી પોલીસ એક્શન મોડમાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે નવસારી એસ.ઓ.જી. (SOG) ટીમે વાંસદા વિસ્તારમાં દરોડો પાડીને ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતા એક શખ્સને ઝડપી લીધો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચીખલી તાલુકાના વેલણપુર ગામનો રહેવાસી 31 વર્ષીય જીગરકુમાર ભીખુભાઈ પટેલ આ નકલી લાયસન્સ કૌભાંડમાં સંડોવાયેલો છે. પોલીસે વાંસદાના મહારાજા ગેસ્ટ હાઉસ સામે જાહેર રોડ પરથી આરોપીને દબોચી લીધો હતો.

તપાસ દરમિયાન આરોપી પાસેથી ચીપ વગરના 32 ડ્રાઇવિંગ લાયસન્સ, ચીપવાળા 21 ડ્રાઇવિંગ લાયસન્સ અને 6 લર્નિંગ લાયસન્સ સહિત કુલ 59 નકલી લાયસન્સ તેમજ એક મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી પોતાના મોબાઈલ ફોનમાં ‘પિક્સ આર્ટ’ (PicsArt) એપ્લિકેશનનો ઉપયોગ કરીને નકલી ડ્રાઇવિંગ લાયસન્સ તૈયાર કરતો હતો. તે ગ્રાહકો પાસેથી વોટ્સએપ મારફતે આધારકાર્ડ, ફોટો સહિતના જરૂરી દસ્તાવેજો મંગાવી એડિટિંગ કરીને અસલ જેવા દેખાતા નકલી લાયસન્સ બનાવતો હતો.

આ નકલી લાયસન્સની પીવીસી પ્રિન્ટ કાઢીને આરોપી દરેક ગ્રાહક પાસેથી રૂ. 4000 થી 4500 રૂપિયા સુધીની રકમ વસૂલતો હોવાનું પણ સામે આવ્યું છે.

હાલ નવસારી એસ.ઓ.જી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ નકલી લાયસન્સ રેકેટમાં અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે નહીં, તેમજ આ લાયસન્સ કોને-કોને આપવામાં આવ્યા છે તેની વિગતવાર તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *