
લોક પ્રશ્નો માટે રાત્રી સભાનું આયોજન: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચોંઢા ખાતે કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઇ
- Local News
- October 11, 2023
- No Comment
નવસારી જિલ્લાની પ્રજાની સમસ્યાઓનો ઘર-આંગણે જઇ પારદર્શી અને સંવેદનાથી ઉકેલવાના રાજ્ય સરકારના માનવીય અભિગમ અંતર્ગત વાંસદા તાલુકાના ચોંઢા ગામે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભા યોજાઇ હતી. જેમાં લોક પ્રશ્નોનું હકારાત્મક રીતે નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ રાત્રી સભામાં ગ્રામજનોની અનુકુળતા મુજબ દરેક વ્યક્તિ, નોકરી, ધંધા, વ્યવસાય, ખેતીકામ, મજુરી જેવા આર્થિક ઉપાર્જન તેમજ સામાજિક કામમાં વ્યસ્ત હોવાથી પ્રાથમિક સુવિધાઓ અને જરૂરિયાતોની રજુઆત માટે સમય ફાળવી શકતો નથી. દિવસભરની બધી જ પ્રવૃત્તિઓથી પરવારી રાત્રિના સમયે પડતર પ્રશ્નો અને સમસ્યાઓને સારી રીતે વાચા આપી શકે તે માટે રાત્રિ સભાઓ યોજવામાં આવે છે તેમ જણાવતા નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ચોંઢા ગામની રાત્રિ સભાનો પ્રારંભ કરાવ્યો હતો. ચોંઢા ગામના ગ્રામજનોએ, ગામના અગ્રણીશ્રીઓએ અને સરપંચે ગામની સમસ્યાઓને ગ્રામજનો વતી રજુઆત કરી હતી. આ રાત્રિ સભા મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા.
આ રાત્રિ સભામાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, પ્રાયોજના વહીવટદાર આંન્દુ સુરેશ, પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય ચંદુભાઈ જાદવ,તાલુકા પચાયતના સભ્ય તરૂણભાઈ ગાંવિત તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.