નવસારીનું ગૌરવ વધારતા ડો. અજય મોદી
- Sports
- October 14, 2023
- No Comment
વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા આયોજીત ટ્રાયથ્લોન સ્પર્ધા તારીખ 08/10/2023 ના રોજ વલસાડ ખાતે યોજાઇ હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ખુબ મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં નવસારીના ખ્યાતનામ સ્કીન સ્પેશ્યલીસ્ટ (ડર્મેટોલોજિસ્ટ, ત્વચા ક્લિનિક) ડોક્ટર અજય મોદીએ ટ્રાયથ્લોન સ્પર્ધામાં 35 થી 60 વર્ષના ગ્રૂપમાં ભાગ લઈ સિલ્વર મેડલ મેળવી નવસારીનું નામ ગુંજતું કર્યું છે.

જેમાં સ્વિમિંગ-750 મીટર, રનીંગ-5 કિલોમીટર અને સાયકલિંગ-20 કી.મી. ની સ્પર્ધા યોજાતી હોય છે. ડોક્ટર અજયભાઈએ ખૂબ જહેમત અને મહેનત થકી આ સ્પર્ધા માટે પ્રેક્ટિસ કરી સ્પર્ધાની તૈયારી કરી હતી.આ સ્પર્ધા માટે એમના ધર્મપત્ની ડોક્ટર નિરંજનાબેનનો પણ ખૂબ સયોગ રહ્યો હતો.
નવસારીના સાયકલીસ્ટો જેમાં બોમી જાગીરદાર, પરસી સુરતી, વિરાફ પીઠાવાલા, હરીશ ટંડેલ તથા શીતલ શાહે, ડોક્ટર અજયને અભિનંદન પાઠવ્યા છે. જેમાં ખાસ પી.આઈ. સાયકલીસ્ટ મયુર પટેલ સાહેબે પણ અજયભાઈને શુભકામનાઓ પાઠવી છે.